ખેડૂત આંદોલનની જેમ અમદાવાદમાં સફાઈકર્મીઓનું આંદોલન ઉગ્ર બન્યુ, પોલીસ કાફલો ખડકાયો

753
Published on: 4:22 pm, Sat, 26 December 20
અમદાવાદ ગુજરાત
ખેડૂત આંદોલનના માર્ગે સફાઈ ક્રમીઓ પણ આંદોલન કરવાના મૂડમાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મીઓની હડતાળ લાંબી ચાલવાના સંકેત જોવા મળી રહ્યા છે. 3 દિવસથી સફાઈકર્મીઓ હડતાળ પર છે.

બોડકદેવની ઓફિસ આગળ સફાઈકર્મીઓએ ધામા નાંખ્યા છે. એટલું જ નહીં પણ ધરણા પર બેઠેલા લોકોની જમવાની વ્યવસ્થાના ભાગ રૂપે ધરણાના સ્થળે જ રસોડું શરૂ કરી દેવામાં આવ્યું છે.મહિલાઓ દ્વારા રસોડું શરૂ કરવામાં આવ્યું છે. 2500 લોકો માટેના રસોડાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રસોડાની તૈયારીઓ ને જોતા લડત લાંબી ચાલવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.

ઝેરી દવા ગટગટાવતાં ચકચાર
અમદાવાદમાં થલતેજ વોર્ડના સફાઈ કર્મીએ બોડકદેવ ઝોનલ ઓફિસમાં ઝેરી દવા ગટગટાવતાં ચકચાર મચી જવા પામી હતી. સફાઈકર્મીઓના પ્રશ્નોને લઈને રજુઆત કરવા જતાં ઉપરી અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન મળતા આ પગલુ ભર્યાની પ્રાથમિક માહિતી મળી હતી. થલતેજ વોર્ડના આ સફાઈ કર્મીને 108 મારફતે સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું મોત નીપજ્યું હતું. જેથી આજે સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

 બીજીતરફ હડતાળને લઈ શહેરની સ્થતિ વણસી છે. ઘણા વિસ્તારોમાં સફાઈકમદારોએ કચરો નહિ ઉપાડતા ઠેરઠેર કચરાના ઢગ ફેલાયા છે. મહત્વનું છે કે એકતરફ કોરોના મહામારીના પગલે કેસ વધી રહ્યા છે તેવામાં સફાઈ કામદારઓએ હડતાલના કારણે કચરો નહિ ઉપાડતા ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને લોકોમાં પણ રોગચાળો વકરવાની દહેશત ફેલાઈ છે. 

અમદાવાદના નવા પશ્ચિમ ઝોનના 6200 સફાઈ કર્મીઓને પણ વારસાઈ હક્ક મળવો જોઈએ જેની અગાઉ અનેક વાર રજુઆત કરાઈ હતી. પણ તે માગણી ન સ્વીકારતા એક સફાઈ કર્મીએ ચાર દિવસ પહેલા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ન્યાય ના મળે ત્યાં સુધી હડતાળ પર રહેવની ચીમકી આપવામાં આવી હતી. આ હડતાળને સફાઈકમદારોના સૌથી મોટા યુનિયન નોકર મંડળે પણ ટેકો જાહેર કર્યો હતો. ત્યારે હવે સફાઈકમદારો લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. એકતરફ સફાઈકમદારોએ અચોક્કસ મુદતની હડતાળને લઈ નવા પશ્ચિમ ઝોનની ઓફિસ આગળ જ રસોડું શરૂ કરી દીધું છે.

17000 સફાઈકર્મી હડતાળ પર
17000 સફાઈકર્મી હડતાળ પર ઊતરી ગયા છે. તેમજ પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરાતા સફાઈ કર્મીઓ વધુ આક્રમક બન્યા છે. પીઆઇ આર.એમ.સરોદેએ સફાઈકર્મીઓની ફરિયાદ લેવાની ના પાડી દીધી છે. જેને પગલે આક્રમક બનેલા સફાઈકર્મીઓએ હાય હાય ભાજપ, મેયર, કમિશનરના સૂત્રોચ્ચાર કર્યા, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો હુરિયો બોલાવ્યો હતો

 સફાઈકમદારોના આગેવાનોનું કહેવું છે કે, ત્રણ દિવસ થવા છતાં કોર્પોરેશનના અધિકારીઓએ કોઈ માગણી સ્વીકારવાની વાત કરી નથી. એટલે માગણી નહિ સ્વીકારે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ યથાવત રહેશે. સફાઈકામદારઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સફાઈકમદારોના આગેવાનોનું કહેવું છે કે, ત્રણ દિવસ થવા છતાં કોર્પોરેશનના અધિકારીઓએ કોઈ માગણી સ્વીકારવાની વાત કરી નથી. એટલે માગણી નહિ સ્વીકારે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ યથાવત રહેશે. સફાઈકામદારઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

બીજીતરફ હડતાળને લઈ શહેરની સ્થતિ વણસી છે. ઘણા વિસ્તારોમાં સફાઈકમદારોએ કચરો નહિ ઉપાડતા ઠેરઠેર કચરાના ઢગ ફેલાયા છે. મહત્વનું છે કે એકતરફ કોરોના મહામારીના પગલે કેસ વધી રહ્યા છે તેવામાં સફાઈ કામદારઓએ હડતાલના કારણે કચરો નહિ ઉપાડતા ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને લોકોમાં પણ રોગચાળો વકરવાની દહેશત ફેલાઈ છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ