આયશાના પિતાની વ્યથા, કહ્યું- મારી દીકરીના હત્યારાને માફ નહીં કરું, ફરાર થઈ ગયેલા પતિને શોધવા પોલીસ રાજસ્થાન પહોંચી, આરોપીને ફાંસી આપવાની માંગ ઉઠી..

4847
Published on: 8:25 pm, Mon, 1 March 21
  • અમદાવાદની આઇશાના આપઘાતનો મામલો
  • આઇશાના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી 
  • ‘આઇશાએ દહેજની માંગ અને બીજી સ્ત્રી સાથે અનૈતિક સંબંધોના કારણે કરી આત્મહત્યા’
અમદાવાદની સાબરમતી નદીમાં ઝંપલાવી 27 ફેબ્રુઆરીએ આઇશાએ આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ત્યારે આજ રોજ આઇશાના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

અમદાવાદની આયશા નામની મહિલાએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત કરતા પહેલા રિવરફ્રન્ટ પર હસ્તા હસ્તા પોતાનો અંતિમ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં મહિલા પોતાના પતિ સાથેના અણગમા વિશે અને હું ખુશ છું અલ્લાહ પાસે જઈ રહી છું, તેવુ કહેતી નજરે ચડે છે. બાદમાં મહિલાએ પોતાનો આ અંતિમ વીડિયો પોતાના પતિને મોકલ્યો હતો. તો મહિલાએ આત્મહત્યા પહેલા પોતાના માતા-પિતા સાથે પણ ફોનમાં વાતચીત કરી હતી. ત્યારબાદ હવે પોલીસે દુષ્પ્રેરણાના આરોપમાં પતિ અને સાસરિયાની શોધખોળ હાથ ધરી છે. તેવામાં હવે આઇશાના પરિવારજનો અને વકીલ દ્વારા કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા.

આઇશા ઉર્ફે સોનુના 2018માં રાજસ્થાનના ઝાલોરના આરીફ ખાન સાથે લગ્ન થયા હતા

આઇશાના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ કરીને સાસરિયાએ 3 દિવસ સુધી ભૂખી રાખી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે દહેજને લઇને માનસિક ત્રાસ આપવા અને બીજી છોકરી સાથે અનૈતિક સંબંધોના કારણે આઇશાએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. આરીફ ખાનને ફાંસી આપવાની સતત માંગ કરવામા આવી રહી છે. આરીફ અને તેના માતા સાયરાબાનુ અને પિતા બાબુખાનના આ ઘટનાને લઈને પોલીસની એક ટીમ રાજેસ્થાન પહોચીને તપાસ કરતા આખો પરિવાર ફરાર થઈ ગયો છે. ત્યારે આયશાના પિતા અને વકીલે પોલીસની કાર્યવાહીને લઈને સવાલ ઉઠાવ્યો છે.

 શુ હતો સમગ્ર મામલો? શહેરમાં એક એવી ઘટના બની હતી જે રૂવાટા ઉભા કરી નાખે. અન્ય કોઈ કેસ નહિ પણ આ વાત આયશા નામની યુવતીએ કરેલા આપઘાત કેસની છે. આ કેસમાં હવે પોલીસ સહેજ પણ કચાશ રાખવા માંગતી નથી. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે આયશાએ આપઘાત પહેલા 70 મિનિટ આરીફ સાથે વાત કરી હતી. આયશાએ સામાન્ય વાતો શરૂ કરી હતી પણ આરીફ વારંવાર વટવામાં નોંધાવેલી ફરિયાદ પાછી લેવા દબાણ કરી ત્રાસ આપતો હતો. અને તેથી જ તે તેને લઈ જવા મનાઈ કરતો રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બીજીતરફ આરીફને શોધવા રિવરફ્રન્ટ પોલીસની એક ટિમ રાજસ્થાનમાં છે. ત્યાં તેને શોધી રહી છે પણ એ વાત સામે આવી કે આયશાએ આપઘાત કર્યા બાદ જે વીડિયો વાયરલ થયો તે જોઈને આરીફ ભાગી ગયો હતો. આરીફ કોઈ સબંધીના લગ્ન પ્રસંગમાં હતો અને ત્યાંથી જ તે ભાગી ગયો હોવાની વાત પોલીસને મળતા પોલીસે તે બાબતે હકીકત જાણવા પ્રયાસ કર્યા છે.

‘પૈસા નથી જોઈતા, બીજી કોઈ આઇશા મરી ન જાય તેવો ન્યાય આપો’

આઇશાના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીની સાસુ છે તે મારી બહેનની નણંદ છે. તેમને માઇન્સ ફેક્ટરીને ધંધો છે. તેમના લવ મેરેજ નથી સગામાં જ છે. મારી દીકરીને ત્રાસ આપતા હોવાથી અમે તેને અમદાવાદ લઇને આવ્યા હતા. તેનો પતિ પછી લેવા આવ્યો જ નહીં. આઇશાને પતિ અને સાસરિયા પક્ષે ત્રાસ જ આપ્યો છે. અમારે પૈસા નથી જોતા ન્યાય જોઇએ છે, આરીફને સજા અપાવો જેથી આવી બીજી કોઇ આઇશા મરી ન જાય. આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે એટલે ઝડપી ન્યાય મળી શકે.

 વટવામાં રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં મોટી દીકરી હીના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આયશા ઉર્ફે સોનુ હતી. તેઓએ દીકરી આયશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ વર્ષ 2018માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આયશાને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા.

વટવામાં રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં મોટી દીકરી હીના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આયશા ઉર્ફે સોનુ હતી. તેઓએ દીકરી આયશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ વર્ષ 2018માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આયશાને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા.

 ગત ગુરુવાર ના રોજ આયશા નોકરીએ ગઈ હતી. બપોરે ચારેક વાગ્યાની આસપાસ તેના પિતાને ફોન કર્યો અને તમે જમ્યા કે નહી તેમ પૂછી ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં આયશા એ મેં આજે આરીફને ફોન કર્યો હતો તેવું જણાવતા તેના પિતાએ તેને કેમ ફોન કર્યો શુ કહ્યું તેણે તેવું પૂછ્યું હતું. આયશા એ જણાવ્યું કે આરીફ મને સાથે લઈ જવા માંગતો નથી , આયશાએ હું આપઘાત કરી લઈશ તેવું કહેતા આરીફ એ તારે મરવું હોય તો મરી જા તેમ કહી મને વીડિયો મોકલજે તેવું કહેતા આયશાએ તેને વીડિયો મોકલ્યો હતો. આ સમયે આયશા રિવરફ્રન્ટ પર પહોંચી હતી. બાદમાં આયશાની માતાએ કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી હતી. બાદમાં માતા પિતા તેને શોધવા નિકળયા ને આયશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે બેગ અને ફોન ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે નદીમાં સર્ચ કરી એક મહિલાની એટલેકે આયશાની ડેડબોડી બહાર કાઢી હતી.

વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માંગી ઝગડો કરી આયશા ને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સમાજના લોકો ભેગા કરી સમાધાન કરી તેને પાછી સાસરે વળાવી હતી. ફરીથી વર્ષ 2019માં આયશાને તેના સાસરિયાઓ તેને પિયરમાં મૂકી જતા આયશા તેના માતા પિતા સાથે રહેતી હતી. બાદમાં જમાઈ આરીફ આયશાના ઘરે આવ્યો અને દહેજ માંગી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો. બાદમાં ફરી આયશાને તેડી જઈ પાછી તેને પિયરમાં મૂકી જતા આયશાએ વટવા પોલીસસ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આયશા બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી.

આઈશાના પિતાનું શું કહેવું છે?

સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરનારી વટવાની આઈશાએ તેના અંતિમ વીડિયોમાં પતિને ભલે માફી આપી હોય, પરંતુ તેના પિતા લિયાકતઅલી મકરાણી તેને માફ કરવા તૈયાર નથી. આઈશાના પિતાએ કહ્યું હતું કે ‘મને કોઈ રૂમ ભરીને પૈસા આપે તોપણ હું મારી દીકરીના હત્યારાને માફ નહિ કરું. તેણે મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરી છે, તેની જિંદગી દોજખ બનાવી દીધી હતી. તે મારી દીકરીનો હત્યારો છે, તેને ક્યારેય માફ નહિ કરું.’

આઇશાએ તેના પતિ આરીફખાન, સાસુ-સસરા, નણંદ વિરુદ્ધમાં ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કર્યો હતો

આઈશાએ સાસરિયાઓ સામે ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કર્યો હતો

લિયાકતઅલી મકરાણીએ વધુમાં જણાવ્યું હતું કે મારી દીકરીની જિંદગીને દોજખ બનાવી તેને આત્મહત્યા માટે મજબૂર કરનારા તેના પતિને હું ક્યારેય માફ નહીં કરું. મારી દીકરીને દહેજ માટે એટલો ત્રાસ અપાતો હતો કે તેને સતત ત્રણ દિવસ સુધી તેનાં સાસરિયાંએ જમવાનું આપ્યું ન હતું. તે ફોન કરીને અમને કહી ન શકે એ માટે તેનો ફોન પણ છીનવી લીધો હતો. આઈશાએ કોઈના ફોન પરથી મને કોલ કરીને કહ્યું હતું કે મેં ત્રણ દિવસથી કશું ખાધું નથી, મને આ લોકો પરેશાન કરે છે. એ વખતે આઈશાએ મને એમ પણ કહ્યું હતું કે પપ્પા, હું એટલી હદે કંટાળી ગઈ છું કે હું આત્મહત્યા કરી લઈશ. આ સાંભળી હું હચમચી ગયો હતો. હું ઝાલોર ગયો અને તેને લઈ અમદાવાદ આવી ગયો હતો. ગઈ 21 ઓગસ્ટે વટવામાં આઇશાએ તેના પતિ આરીફખાન, સાસુ-સસરા, નણંદ વિરુદ્ધમાં ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કર્યો હતો. હું ક્યારેય મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરનારને માફ નહિ કરું. મારે ન્યાય જોઈએ છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317