સિનિયર સિટીઝન્સને મોદી સરકારની મોટી ભેટ, વિમાની ભાડા પર મળશે 50% ડિસ્કાઉન્ટ,જાણો

836
Published on: 7:37 pm, Thu, 17 December 20

Air India

કોરોના મહામારીમાં લોકો ફ્લાઇટ્સની મુસાફરી ટાળી રહ્યા છે. જો કે ફ્લાઇટ્સની મુસાફરી મોંઘી પણ પડે છે, પરંતુ હવે એર ઇન્ડિયાએ વિમાની ભાડાના મામલે સિનિયર સિટીઝન્સને એક મોટી રાહત આપી છે. એર ઇન્ડિયામાં હવે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ ખરીદી પર 50 ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. એર ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ મુજબ દેશમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને એર ઇન્ડિયા અડધી કિંમતે ટિકિટ વેચશે. જો કે 50 ટકા ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવવા માટે એર ઇન્ડિયાએ કેટલીક શરતો પણ રાખી છે.

દેશની સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાએ (Air India) સીનિયર સિટીઝનને આકર્ષિત કરવા માટે શાનદાર સ્કીમ શરૂ કરી છે. સ્કીમ અંતર્ગત કોઈ સિનીયર સિટીઝન એર ઇન્ડિયાની ફ્લાઇટથી યાત્રા કરશે તો તેમને બેસિક ફેયરમાં 50 ટકાની છૂટ આપવામાં આવશે. એવિએશન મિનિસ્ટ્રીએ (Ministry of Civil Aviation)જણાવ્યું કે એર ઇન્ડિયાની આ સ્કીમ દેશભરમાં બધા રુટ પર લાગુ રહેશે. આ માટે સિનીયર સિટીઝન પેસેન્જરે ઓછામાં ઓછા 3 દિવસ પહેલા ટિકિટ બુક કરાવવી પડશે.

Now Senior citizens to get 50 percent discount on Air India flight ticket

ડિસ્કાઉન્ટ માટેની શરતો
1. યાત્રા કરનારો ભારતનો નાગરિક હોવો જોઇએ
2. વ્યક્તિની ઉંમર 60 વર્ષથી વધુ હોવી જોઇએ
3. ઉંમરનો પુરાવો હોય તેવુ કાયદેસર આઇડી પ્રુફ જરૂરી
4. ઇકોનોમી શ્રેણીમાં બુકિંગ પર મૂળ ભાડામાં 50 ટકા ડિસ્કાઉન્ટ
5. ફ્લાઇટ ડિપાર્ટરના ત્રણ દિવસ પહેલા ટિકિટ ખરીદી હોવી જોઇએ
6. બાળકો માટે કોઇ ડિસ્કાઉન્ટ નહીં હોય

એવિએશિન મિનિસ્ટ્રીના મતે જ્યારે પણ સિનીયર સિટીઝન એર ઇન્ડિયાની ફ્લાઇટથી યાત્રા કરે તો તેમની પાસે જરૂરી દસ્તાવેજ હોવા જોઈએ. જેમાં ઓળખ માટે યાત્રીની જન્મતિથી વાળું ઓળખકાર્ડ સામેલ છે. મિનિસ્ટ્રીએ કહ્યું કે જો યાત્રી પાસે ઓળખત્ર નહીં હોય તો તેમને ટિકિટ પર મળનારી છૂટ આપવામાં આવશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો આવી સ્થિતિમાં સિનિયર સિટીઝન પેસેન્જરને આખું ભાડુ આપવું પડશે.

એર ઇન્ડિયાની આધિકારીક સાઇટ પ્રમાણે જો સીનિયર સિટીઝન પેસેન્જર સાથે કોઈ બાળક પ્રવાસ કરી રહ્યો હશે તો પેસેન્જરે બાળકના ટિકિટના પુરા ફેયર આપવા પડશે. તમે એર ઇન્ડિયાની છૂટ મેળવવા માટે બધા નિયમ આ http://www.airindia.in/senior-citizen-concession.htm વેબસાઇટ પર જોઈ શકો છો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ