ગુજરાત : ગુજરાત બહાર થી આવતા લોકોને લઇને રાજ્ય સરકારનો મોટો નિર્ણય..જાની લ્યો તમે નહિતર પછતાશો..

3123
Published on: 5:37 pm, Wed, 31 March 21
  • રાજ્યની તમામ બોર્ડરો પર ટેસ્ટ ફરજિયાત
  • બોર્ડર પર RT-PCR ટેસ્ટ ફરજિયાત
  • મુસાફરોને ટેસ્ટ બાદ એન્ટ્રી અપાશે
  • ગુજરાતમાં કોરોનાનું વધતું જતું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે. રાજસ્થાન, મહારાષ્ટ્રની ગુજરાત બોર્ડરો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. આવતીકાલથી બોર્ડરથી પસાર થતા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે.

Rajasthan Border Par Fanse Rahagir: राजस्थान बॉर्डर सील होने के बाद सीमा के  दोनों और लगा जाम, सैकंड़ों लोग फंसे - Navbharat Times

કોરોનાનો કહેર રાજ્ય સહિત દેશમાં વધી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાનું વધતું જતું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આવતા મુસાફરો માટે RT PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. RT PCR ટેસ્ટ નેગેટિવ બાદ જ એન્ટ્રી આપવામાં આવશે. આ નિયમને આવતીકાલથી એટલે પહેલી એપ્રિલથી ફરજિયાત કરી દેવામાં આવશે. જેને કારણે અમદાવાદ એરપોર્ટ પર તૈયારી કરી દેવામાં આવી છે.

મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓના RT PCR ફરજિયાત છે જેને લઈ મહારાષ્ટ્રથી આવતી ટ્રેનના પ્રવાસીઓનું ચેકીંગ થાય છે. તેમજ જે પ્રવાસીઓ RT PCR કરાવીને આવ્યા નથી તેનો ટેસ્ટ કરવામાં આવે છે. તો આવતીકાલથી તો ગુજરાત આવતા તમામ પ્રવાસીઓને RT PCR ટેસ્ટ ફરજિયાત કર્યા છે.  ટ્રેન, વિમાન, બસ અથવા પ્રાઇવેટ વાહનમાં આવતા પ્રવાસીઓનો RT PCR ટેસ્ટનો રિપોર્ટ કરાવીને આવવાનું રહશે.

Rajasthan Border Seal. Pass System, Udaipur News, Ratanpur Border News -  रतनपुर बॉर्डर पार करने के लिए पास जरूरी होगा, आने के लिए पहचान आईडी साथ रखे  | Patrika News

વલસાડની ભીલાડ ચેકપોસ્ટ અને નર્મદાની સાગબારા તાલુકાની ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. મહારાષ્ટ્રથી આવતા લોકોનું સધન ચેકિંગ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. 72 કલાક અગાઉનો RT-PCR ટેસ્ટ નેગેટિવ હોય તો જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ નિર્ણય બાદથી ચેકપોસ્ટ પર ટેસ્ટિંગ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317