Home ગુજરાત સુરત એરપોર્ટ પર આ ખાસ બાળકનું કરાયું વિશેષ સ્વાગત, સંગીતની ધૂન સાથે...

સુરત એરપોર્ટ પર આ ખાસ બાળકનું કરાયું વિશેષ સ્વાગત, સંગીતની ધૂન સાથે સરપ્રાઈઝ વેલકમ

181

સુરત ગુજરાત

સુરત એરપોર્ટ પર ગઈકાલે એક ખાસ મુસાફરનું સ્વાગત અનોખી રીતે કરવામાં આવ્યું હતું. સુરત અને બેંગ્લોર એરપોર્ટ પર જવલ્લે જ જોવા મળતા ગીત સંગીત અને ડાન્સના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને આ કાર્યક્રમ બીજા કોઈ દ્વારા નહિ પણ એરપોર્ટના જ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો.

સુરત એરપોર્ટ પર ડાન્સ ગીત સંગીતના દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે. સિક્યોરિટી રિઝનને કારણે એરપોર્ટ પર સામાન્ય મુસાફરો માટે આ બાબતની પરવાનગી હોતી નથી. પણ સુરત એરપોર્ટ પર ગઈકાલે અનોખા જ દ્રશ્યો સર્જાયા હતા.

સુરત એરપોર્ટ પર પાર્થ કંડોલીયા નામના બાળકનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાર્થ નામના આ બાળકને મસ્ક્યુકર ડિસ્ટ્રોફી નામની બીમારી હતી. આ હાડકાની નબળાઈની બીમારી છે. પાર્થને વિમાનમાં મુસાફરી કરવાની ઘણી ઈચ્છા હતી. અને આ જ કારણથી તે તેના પરિવાર સાથે પહેલીવાર વિમાનમાં બેસવા જઈ રહ્યો હતો.તેનો આ અનુભવ યાદગાર બનાવવા માટે એરપોર્ટના સ્ટાફને જ્યારે માલુમ પડ્યું ત્યારે તેઓએ પાર્થનું સ્વાગત ગીત સંગીત સાથે કરવાનું નક્કી કર્યું. એરપોર્ટ સ્ટાફે હાથમાં ગિટાર લઈને પાર્થની મનપસંદ ગીત વગાડ્યું અને તેના પર ડાન્સ પણ કર્યો.

સુરતનો પાર્થ કંડોલીયા મસ્કયુલર ડિસ્ટ્રોફી નામની બિમારીથી પિડાતો હતો. જેમાં હાડકાઓમાં નબળાઈ આવી જતી હોય છે. વિમાનમાં એક વાર મુસાફરી કરવાની પાર્થની ઈચ્છા હોઈ તે શનિવારે સુરતથી બેંગ્લોર જઈ રહ્યો હતો. એરપોર્ટના સ્ટાફને આ વાતની જાણ થઈ ત્યારે સુરત તેમજ બેંગ્લોર એરપોર્ટના સ્ટાફ દ્વારા ગિટાર પર પાર્થનું ફેવરીટ ગીત પ્લે કરીને અને ડાન્સ કરીને સ્ટાફ દ્વારા સ્વાગત કરી તેને સરપ્રાઈઝ આપવામાં આવી હતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ