અમદાવાદમાં ત્રણ પોલીસકર્મીઓને ટામેટા ભારે પડ્યા, શાકભાજીના વેપારી પાસેથી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

1025
Published on: 7:25 pm, Thu, 17 September 20
police karmi

અમદાવાદ ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

અમદાવાદમાં ત્રણ પોલીસકર્મીઓને ટામેટા ભારે પડ્યા, શાકભાજીના વેપારી પાસેથી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

તમને વાંચીને નવાઈ લાગશે કે અમદાવાદમાં ત્રણ પોલીસકર્મીઓ અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં ટામેટા વેચનાર પાસેથી 100ની લાંચ લેવા જતા એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથ પકડી લીધા હતા. મામલો એવો છે કે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીઓ ટામેટા ભરેલું છોટા હાથી ઉભું રાખી ટામેટા વેચવા દેવા માટે 100 રુપિયા માગ્યા હતા. આ રકમ તેમણે સ્વીકારતા જ એસીબીની ટીમ ત્રાટકી હતી, અને ત્રણેય લાંચીયા પોલીસકર્મીઓને ઝડપી લીધા હતા. એસીબીએ ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

PCR(પોલીસ કન્ટ્રોલ રૂમ)માં ફરજ બજાવતા ત્રણેય પોલીસકર્મીઓને અમદાવાદ ACBની ટીમે લાંચ લેતા ઝડપી લીધા બાદ ACB કચેરી લઈ જવામાં આવ્યા હતા. જ્યાં કેટલા રૂપિયાની લાંચ અને શું કામ કરવા માટે લાંચ માંગી તે અંગે ખુલાસો થયો હતો. આ ખુલાસા મુજબ આરોપી પોલીસ કર્મીઓ શાકભાજીના વેપારી પાસેથી છોટા હાથી વાહન ઉભું રાખવા અને ટમેટાનું વેચાણ કરવા દેવા માટે તેઓ પાસેથી ગેરકાયદે રીતે રૂ.100ની લાંચની માંગણી કરતાં ઝડપાયા હતા.અમદાવાદમાં 3 પોલીસ કર્મચારીઓને મફતમાં ટામેટા લેવા ભારે પડી ગયા છે અને જેલ પાછળ જવાનો વારો આવી ગયો છે. ટામેટા પાછળ 100 રૂપિયા જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

આ લાંચમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓમાં પ્રભુદાસ નાનજીભાઇ ડામોર, પોલીસ કોન્સ્ટેબલ (PCRવાનના ઓપરેટર), ક્રિષ્ના અરવિંદભાઇ બારોટ, હેડ કોન્સ્ટેબલ (PCRવાનના ઈન્ચાર્જ), દિલીપચંદ્ર ગુલાબચંદ્ર બારોટ, કોન્સ્ટેબલ (PCRવાન નંબર-40ના ડ્રાઈવર)નો સમાવેશ થાય છે.મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાકભાજીની લારીઓ અને ગાડીઓ ઉભી રહે છે. હાલમાં જ acbને માહિતી મળી હતી કે, પોલીસવાળા છૂટક શાકભાજીનો વેપાર કરતા લોકો પાસેથી લાંચ લે છે

આ સમગ્ર કામગીરી એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ કેએસીબીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્મચારીઓને રૂપિયા 100ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. એસીબીએ એક ડીકોય ગોઠવી 3 પોલીસ કર્મચારીઓને પકડી પાડયા છે..પી. તરેટિયા દ્વારા મદદનીશ નિયામક કે.બી. ચુડાસમાના સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ