ઠંડીને લઇને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ દિવસોમાં પડશે હાડ થીજવતી ઠંડી

1107

ગુલાબી ઠંડી

ધીમે ધીમે ગુજરાતમાં ગુલાબી ઠંડીનો માહોલ ઉભો થઈ રહ્યો છે. સવાર અને રાત્રી દરમિયાન ખુશ્નુમાં ઠંડી અનુવભવાઈ રહી છે. પણ 15મી નવેમ્બરથી ગુજરાતમાં શિયાળાનો પ્રારંભ થશે તેવી માહિતી છે. જો કે તે પહેલાં ગુજરાતવાસીઓએ સુકા અને ઠંડા પવનનો સામનો કરવો પડશે અને હાલ આવો ઠંડો પવન ચાલુ પણ થઈ ગયો છે. અને ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે.

સામાન્ય રીતે ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નવેમ્બર મહિનાના છેલ્લા દિવસોથી જાન્યુઆરી મહિનાના છેલ્લા દિવસો સુધી રહે છે. શિયાળામાં ગુજરાતમાં ઉત્તર તરફથી આવતા સીધા ઠંડા પવન ફુંકાતા હોય છે. અને હિમાલયમાં પણ બરફવર્ષાની શરૂઆત થઈ જ ગઈ છે. અહીં બરફવર્ષા થાય તેની અસર નીચેના રાજ્યોમાં થતી હોય છે.

લોકોને શિયાળાની શરૂઆતની ખુશ્નુમા ગુલાબી ઠંડી ખુબ પસંદ આવતી હોય છે પણ જ્યારે ઠંડી તેનું તીવ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે લોકો ગરમીની રાહ જોવા લાગે છે તો અમે તમને જણાવી દઈએ કે ગુજારતમાં હાડકા ધ્રુજાવી નાખતી ઠંડી ક્યારે પડશે. હજુ સુધી જો કે હવામાન વિભાગે ઠંડી બાબતે કોઈ જ આગાહી કરી નથી. પણ ગુજરાતના જાણિતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે શિયાળાને લઈને કેટલીક આગાહી કરી છે.

તેમની આગાહી પ્રમાણે ગુજરાતમાં તા. 18 નવેમ્બરથી તાપમાનમાં ઘટાડો થવા લાગશે. અને લોકોને થોડી વધારે ઠંડીનો અનુભવ થશે. ત્યાર બાદ 4 ડિસેમ્બર બાદ તાપમાનમાં ઓર વધારે ઘટાડો થશે અને ઠંડી 12 ડિગ્રીની નજીક પહોંચી જશે. ત્યાર બાદ 8મી ડિસેમ્બરથી 19મી ડિસેમ્બર સુધી પણ ઠંડીમાં થોડો થોડો વધારો થતો જશે. પણ હાડકા થીજાવી નાખતી ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને 22મી ડિસેમ્બર આસપાસ થશે. એક આગાહી પ્રમાણે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં અત્યંત ઠંડી પડવાની છે અને ભૂતકાળના રેકોર્ડ પણ ટૂટી શકે તેમ છે.

આગાહીકાર અંબાલાલ પટેલ જણાવે છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો તાપમાન 8 ડિગ્રી કરતાં પણ નીંચુ જઈ શકે છે. તો ગુજરાતમાં સૌથી વધારે જે વિસ્તારમાં ઠંડી પડે છે તેવા નલિયામાં આ વર્ષે લઘુતમ તાપમાન 5 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ ઠંડી 5 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. અને આપણા ગુજરાતીઓનું અત્યંત પ્રિય એવું પર્યટન સ્થળ આબુમાં પણ તાપમાન શુન્ય ડિગ્રી સુધી પોહંચી શકે છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધી શકે છે.

આ તારીખોમાં ઠંડીનો ચમકારો ગુજરાતના લોકોને જોવા મળશે. તારીખો છે 18 ડિસેમ્બર, 19 ડિસેમ્બર અને 29 ડિસેમ્બર. હાલ તો બધા જ મિક્સ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. કારણ કે ઉત્તર તરફથી ઠંડા પવનનું આગમન તો થઈ જ ગયું છે પણ સૂર્ય હજુ આકરો છે માટે સવાર અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે પણ દિવસ દરમિયાન વાતાવરણ થોડું ગરમ રહે છે. પણ હવે જેમ જેમ નવેમ્બરના અંત નજીક પહોંચશું તેમ તેમ ઠંડીનું પ્રમાણ વધતું જશે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ