સુરતમાં આંબેડકર જ્યંતિના નામે પાટીલે ભીડ ભેગી કરી, રિંગ રોડ પર આંબેડરની પ્રતિમાને હારતોરા કરીને ફોટોશૂટ કરાવ્યું..

1700
  • કોરોનાથી મૃત્યુના આંકડા સાચા જ છે: પાટીલ
  • પ્રોટોકોલ પ્રમાણે થતી અંતિમવિધિના આંકડા અલગ હોય છે: પાટીલ
  • કોરોનાનાં મૃતદેહના આંકડામાં મીડિયામાં ગેરસમજ: પાટીલ
  • રિંગ રોડ પર આંબેડરની પ્રતિમાને હારતોરા કરીને ફોટોશૂટ કરાવ્યું, PM મોદીની ‘દો ગજ કી દૂરી’ ફરી વીસરાઈ
  • અગાઉ ભાજપ-પ્રમુખ બન્યા ત્યારે તેમજ પંચાયતની ચૂંટણીઓમાં પાટીલ રેલીઓમાં ભારે ભીડ ભેગી કરી ચૂક્યા છે

સુરતમાં કોરોના વિસ્ફોટ થયો છે અને સુરતીઓ આજે હોસ્પિટલમાં બેડ મેળવવા તેમજ પોતાનાં સ્વજનો માટે રેમડેસિવિરનાં ઈન્જેક્શન માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા એક વર્ષથી ‘દો ગજ કી દૂરી’ જાળવવાનું કહી-કહીને થાકી ચૂક્યા છે, પરંતુ ભાજપના પ્રદેશપ્રમુખ સીઆર પાટીલને તો જાણે વારંવાર ભીડ ભેગી કરવામાં મજા આવે છે. અગાઉ ભાજપ-પ્રમુખ બન્યા ત્યારે પોતાનું અભિવાદન કરાવવા અને પછી જિલ્લા-તાલુકા પંચાયતની રેલીઓમાં પાટીલે ભારે ભીડ ભેગી કરી હતી. એ પછી આજે ગુજરાતની શી હાલત થઈ છે એ બધા જોઈ રહ્યા છે. આમ છતાં આજે ફરી પાટીલે સુરતમાં આંબેડકરજયંતીની ઉજવણીના નામે ભીડ ભેગી કરી છે.

મેયર, સીઆર પાટીલ સહિતના નેતાઓએ ટોળે વળીને ફોટોગ્રાફી કરાવી હતી. - Divya Bhaskar

રિંગ રોડ માન દરવાજા પાસે ડો.બાબાસાહેબ આંબેડકરના પૂતળાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે હરખપદૂડા થઈને ભાજપના નેતાઓ પહોંચી ગયા હતા, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સુરત શહેરનાં મેયર હેમાલી બોઘાવાલા પણ તેમજ અન્ય ભાજપના હોદ્દેદારો અને કોર્પોરેટરો પહોંચ્યાં હતાં. કાર્યક્રમ સ્થળ પર મોટી સંખ્યામાં એકત્રિત થઈને જાણે કોરોના સંક્રમણ ફેલાવવાનો સંકલ્પ કરી લીધો હોય એ રીતે વર્તી રહ્યા હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ વિજય રૂપાણી સતત લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરી રહ્યા છે, પરંતુ એ અપીલ માત્રને ભાજપના જ નેતાઓ ઘોળીને પી જતા હોય એવું સામે આવ્યું છે.

શું કહ્યુ C R પાટીલે? 

રૂપાણી સરકાર આંકડા છુપાવતા નથી. કોરોનાથી મૃત્યુના આંકડા સાચા જ છે. પ્રોટોકોલ પ્રમાણે થતી અંતિમવિધિના આંકડા અલગ હોય છે. કોરોનાનાં મૃતદેહના આંકડામાં મીડિયામાં ગેરસમજ થઈ છે. ગુજરાતમાં પ્રથમવાર ખાનગી હોસ્પિટલને વેન્ટિલેટર અપાયા છે. ડોકટર, નર્સ અને પેરામેડીકલ સ્ટાફને અભિનંદન આપવા ઘટને. રૂપાણી સરકાર ફેલ નથી,આ મહામારી છે ગુજરાત સરકાર પુરી તાકાત સાથે કામ કરી રહી છે.

ભાજપ-અધ્યક્ષ પાટીલે આંબેડકરજયંતીની ઉજવણીમાં હાજરી આપી હતી.

મેયર પણ ફોટો સેશનમાં સામેલ

હેમાલી બોઘાવાલા કોરોના સંક્રમિત થઈને સારવાર લઈને હમણાં જ સાજા થયાં છે છતાં પણ રાજકીય નેતાની જે-તે વર્ગના લોકોને ખુશ કરવા માટેની તાલાવેલીએ તેમને કોઈપણ પ્રકારનું જોખમ ઉઠાવવા માટે મજબૂર કરી દે છે. શહેરના પ્રથમ નાગરિકની આ પ્રકારની બેદરકારી શહેરીજનો માટે શું બોધપાઠ આપે છે એ એક મોટો પ્રશ્ન છે. લોકો ગંભીરતાથી લે છે, જ્યારે તેમનું નેતૃત્વ એ બાબતે વધુ ગંભીર હોય છે. શહેરના મેયર જ આ પ્રકારે સરકારની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરે તો અન્ય સામાન્ય પ્રજા પાસેથી એના પાલનની આપણે કેટલી અપેક્ષા રાખી શકીએ.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317