બહેરામપુરામાં આવેલા કાપડના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 8 ટીમ ઘટનાસ્થળે, 8 વ્યક્તિઓ જીવતાં ભૂંજાયા

426
Published on: 2:32 pm, Wed, 4 November 20

અમદાવાદ

અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પીરાણા પીપળજ રોડ પર આવેલી ફેક્ટરીમાં આગની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે પીપળજ રોડ પર આવેલી નાનુકાકા એસ્ટેટમાં આવેલા કાપના ગોડાઉનમાં બોઈલર ફાટતા આગ લાગી હતી.

શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી એક કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા કાપડના ગોડાઉનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની 8 ટીમ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જો કે, પ્રાથમિક તપાસ દરમિયાન કયા કારણોસર આ લાગી હતી તે જાણવા મળ્યું નથી.

શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલા કાપડના ગોડાઉનમાં બપોરે આગની ઘટના બની છે. જેને પગલે ફાયરબ્રિગેડની 24 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. કાપડના ગોડાઉનમાં આગ લાગતા એક દીવાલ પડી ગઈ હતી. જેમાં 12 જેટલા લોકો ફસાયા હતા. આ 12માંથી 4ના મોત થઈ ગયા છે. જ્યારે ફાયરની ટીમ દ્વારા હાલ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ ફાયર બ્રિગેડની 24 ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સૌથી વધુ આગની ઘટનાઓ અમદાવાદમાં
વર્ષ 2017-2018માં રાજ્યમાં 7330 જેટલા આગના બનાવ બન્યાં હતા, જેમાં સૌથી વધુ આગ બનાવો અમદાવાદ શહેરમાં નોંધાયા હતા. જેને કારણે મિલકતોને કરોડો નુકસાન થયું હતું. આમ જોવા જઇએ તો રાજ્યમાં દરરોજ 21 જેટલા આગના બનાવો બને છે. જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો ગુજરાતમાં બનેલા આગના બનાવોમાં 31 ટકાથી વધુ બનાવો તો અમદાવાદ ફાયર વિભાગમાં નોંધાયા હતા. જ્યારે 2018-19માં મળેલા ફાયર કોલ મુજબ 2123 જેટલા આગના કોલ મળ્યા હતા.

અમદાવાદમા છેલ્લા ત્રણ વર્ષમાં આગની ઘટનાઓમાં 35 લોકોનાં મોત
શહેરમાં 2017-18 ના વર્ષ દરમિયાન બનેલી આગની ઘટનામાં પ્રજાને 69.20 કરોડનું નુકસાન થયું હતું અને 35 લોકો જીવતાં ભુંજાયા હતા. જો કે ફાયરબ્રિગ્રેડે 96 લોકોને રેસ્કયુ કરીને 83.77 કરોડની માલ-મિલકત બચાવી હતી. રાજ્યની સૌથી સારી ફાયર ટીમની કામગીરી અમદાવાદ ફાયર વિભાગમાં જોવા મળી છે. અમદાવાદ ફાયરબ્રિગેટ પાસે લોકોને રેસ્ક્યુ કરવા, આગ બુજાવવાના અતિઆધુનિક સાધનો છે.

નોંધનીય છે કે બોઈલર ફાટવાના લીધે આસપાસની દીવાલો પણ ધરાશાયી થઇ હતી. નોંધપાત્ર છે કે ભીષણ આગમાં છ જણા ગંભીર રીતે દાઝી જતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે છ માંથી પાંચની હાલત વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે. ત્યારે બીજી તરફ આગની જાણ થતા જ ફાયરની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આગની ઘટનામાં આઠ લોકોના મોત થયા છે..જ્યારે ધરાશાયી થયેલી છત નીચે ચારથી પાંચ લોકો દટાયા હોવાની આશંકા છે..ફાયર વિભાગના અનેક કર્મચારીઓ છત ધરાશાયી છે..તે કાટમાળ ખસેડવાની અને તેમાં કોઈ ફસાયુ છે કે કેમ તેની શોધખોળ થઈ રહી છે…અંદાજે 30થી 40 જેટલા જેટલા ફાયર વિભાગના કર્મચારીઓ બચાવ કામગીરીમાં જોડાયેલા છે.

  • પીરાણા-પીપળજ રોડ પર કાપડના ગોડાઉનમાં આગ
  • બોઈલર ફાટતા ફેGટરીમાં આગ લાગી
  • આગ પર કાબુ મેળવવવા ફાયર વિભાગની જહેમત
  • આગમાં ફસાયેલા ૧૨ લોકોને રેસ્કયુ કરાયા
  • બોઈલર બ્લાસ્ટ થતા ફેકટરીની છત ધરાશાયી
  • ધરાશાયી થયેલી ફેGટરીની છતમાં ચારથી પાંચ લોકો દટાયા હોવાની આશંકા

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317.

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ.