અમદાવાદના મેયરે અહીં કર્યો બફાટ, બેનને હજુ 360 અને 370ની કલમનો તફાવત ખબર નથી.

537
Published on: 2:40 pm, Thu, 29 October 20

અમદાવાદ ગુજરાત 

અમદાવાદના મેયર બિજલ પટેલ કલમ 370ને બદલે કલમ 360 બોલ્યા, સાયલાનો વીડિયો વાઈરલ

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. 3 નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણીના પગલે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. લીંબડી વિધાનસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણાના સમર્થનમાં સાયલામાં ચૂંટણીસભા યોજાઈ હતી. જેમાં અમદાવાદના મેયર બિજલ પટેલ પણ ગયા હતા. જોકે ભાજપ દ્વારા કરવામાં આવેલા કામ અંગે જણાવતી વખતે તેમણે ભાંગરો વાટતા જમ્મૂ કાશ્મીરમાંથી 370ના બદલે 360ની કલમ દૂર કરવામાં આવી હોવાનું બોલ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

અમદાવાદના મેયર લીંબડી વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી લડી રહેલા કિરિટસિંહ રાણાના સમર્થનમાં સાયલામાં પ્રચાર અર્થે ગયા હતા. જ્યાં તેમણે જાહેરસભાને સંબોધી હતી અને ભાજપની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસલક્ષી અને પ્રજાલક્ષી કાર્યો સહિતના કામો અંગે જનમેદનીને જણાવી રહ્યાં હતા. એ જ સમયે તેમણે જમ્મૂ કાશ્મીરમાંથી હટાવી લેવામાં આવેલી 370ની કલમ અંગે જણાવ્યું હતું.

જોકે તેમણે 370ના બદલે કલમ 360 એવો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જે 360ની કલમ દૂર થઇ છે તે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દિલ્હીની ગાદીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ બેઠાં છે ત્યારે શક્ય બન્યું છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ