જમાલપુર એપીએમસીમાં અસામાજીક તત્વોને નાણાં ન આપતા વેપારીને માથામાં લોઁખડનો સળિયો ફટકાર્યો

617
Published on: 7:21 pm, Sun, 4 October 20

અમદાવાદ
સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ આવ્યા સામે, લોકોના હાજરીમાં હુમલો કરી લુખ્ખાઓ ફરાર થયા

શહેરના જમાલપુર એપીએમસી માં અસામાજીક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે અને સ્થાનિક બજારમા વેપાર કરતા વેપારીઓને જો શાંતિથી વેપાર કરવો હોય તો લુખ્ખાઓને પ્રતિદિન નક્કી કરેલી રકમ આપવી પડે છે અને જો ના પાડવામાં આવે તો હુમલો કરવામાં આવે છે.

જમાલપુર એપીએમસીમાં દુકાન નંબર 30માં કામ કરતા સલમાન પઠાણે થોડા દિવસ પહેલા કેટલાંક લુખ્ખાઓને નાણાં આપવાની ના પાડી હતી. જેથી તેમને જોઇ લેવાની ધમકી આપવામાં આવી હતી. ગતરાત્રીના દોઢ વાગ્યાના સમયે તે કાઉન્ટર પર બેઠા હતા અને આસપાસના વિસ્તારમાં ચહેલપહેલ હતી. અચાનક પાછળથી આવેલા બે શખ્સોએ માથામાં લોંખડનો સળિયો ફટકારી (Attack)ને નીચે પાડી દીધા હતા અને બાદમાં માથામાં બીજા ત્રણ થી ચાર ઘા માર્યા હતા. બાદમાં ત્યાંથી નાસી ગયા હતા.

આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઇ ગઇ હતી, જેમાં સ્પષ્ટ જણાય આવતુ હતુ કે આ ઘટના બની ત્યારે આસપાસના લોકો હાજર હતા પરંતુ, કોઇએ પણ તેમને પકડવા બચાવવા માટે પ્રયત્ન ન કર્યો અને તમાશો જોતા રહ્યા. જેના કારણે અતિશય લોહી વહી જવાથી સલમાન પઠાણ બેભાન થઇ ગયા હતા અને બાદમાં તેમને સારવાર માટે વીએસ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જો કે માથામાં ખુબ દબાણ સાથે ઇજા થતા તે કોમામાં જતા રહ્યાં છે. આ અંગે ગાયકવાડ હવેલી  પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

આ અંગે સ્થાનિક વેપારીઓ સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યુ કે જમાલપુર એપીએમસીમાં કેટલાંક અસામાજીક તત્વો સક્રિય છે. જે વેપારીઓ પાસેથી દરરોજ ધંધો કરવા માટે નાણાં ઉઘરાવે છે. જે રકમ 100 થી 200 રુપિયાની હોય છે. અને જો ન આપે ધમકી આપતા હોય છે. જો કે હવે વેપારીઓને માર મારવાના પણ બનાવ બની રહ્યાં છે. જો કે સૌથી ગંભીર બાબત એ છે કે સ્થાનિક પોલીસ પણ અહીંયા કાયદો અને વ્યવસ્થા સાચવવાને બદલે ઉઘરાણી કરવા માટે આવે છે અને બહારથી આવતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરતા હોય છે. થોડા દિવસ પહેલા એસીબીની ટ્રેપ થતા પોલીસે હવે જમાલપુર એપીએમસી અને આસપાસના વિસ્તારમાં ખાનગી માણસોની મદદથી ઉઘરાણી શરુ કરી છે. એપીએમસીમાં ફરતા લુખ્ખાઓ અંગે તેમને ખ્યાલ હોવા છંતાય, કોઇ નક્કર કાર્યવાહી ન થતા આજે એક વેપારી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ