રથયાત્રા પહેલાં વતનમાં આવી પહોંચ્યા અમિત શાહ, મધ્યપ્રદેશના પૂર્વ રાજ્યપાલ આનંદીબેન પણ ગુજરાતમાં..

1185
Published on: 11:11 am, Sun, 11 July 21
  • કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા
  • 3 દિવસ અમદાવાદ રોકાશે અમિત શાહ
  • રથયાત્રાના દિવસે મંગળા આરતીમાં હાજરી આપશે

સોમવારે લાંબા અંતરાલ બાદ પ્રભુ જગન્નાથ અમદાવાદની નગરચર્યાએ નીકળશે. આ ઐતિહાસિક રથયાત્રામાં ભાગ લેવા માટે દેશના ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. શનિવારે મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પર વાયુ સેનાના વિશેષ વિમાનથી શાહ આવી પહોંચ્યા હતા. તેમનું સ્વાગત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ભાજપા પ્રમુખ પાટિલ, અમદાવાદના મેયર દ્વારા કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી શાહ સોમવારે અમદાવાદ રથયાત્રામાં ભાગ લેશે દરમિયાન રવિવાર અને સોમવાર દરમિયાન તેઓ ગાંધીનગર લોકસભા મત વિસ્તારના વિવિધ વિસ્તારોમાં વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાવશે.

Government keen to make cooperatives more empowered: Amit Shah - The Hindu

12 જૂલાઇએ પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં અમિત શાહ દર્શન કરશે. અમિત શાહ વહેલી સવારે પરિવાર સાથે મંગળા આરતી કરશે. અમિત શાહ 11 જૂલાઇએ બોપલ અને વેજલપુરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, અને સાબરમતી વિસ્તારના નવા વાડજ ખાતે બનેલા પંપીગ સ્ટેશન ખુલ્લો મુકશે. સાથે જ સાણંદ APCMમાં બનેવ નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે.

પોલીસે કરેલા આદેશની કોપી - Divya Bhaskar

નવનિર્મિત હોલની સામે સ્વામિનારાયણ ફ્લેટસમાં રહેતાં પંક્તિબેન જોગે જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં છેલ્લા બે દિવસથી મેસેજ ફરે છે કે અમિત શાહની મુલાકાતમાં જો હોલ તરફના બારી-બારણાં બંધ નહીં કરાય તો કાર્યવાહી થશે. આ બાબતે જ્યારે લેખિતમાં આદેશ મગાયો તો તેમાં કાર્યવાહીનો કોઇ ઉલ્લેખ ન હતો. પોલીસ મૌખિક સૂચનાઓ આપીને લોકોને ડરાવી રહી છે. હું અસ્થમાની પેશન્ટ છું જેથી મેં પોલીસને સ્પષ્ટ જણાવી દીધું છે કે હું બારી-બારણાં ખુલ્લા જ રાખીશ.

બપોરે 01 કલાકે ગાંધીનગર સિવિલમાં ઓપીડીની બાજુમાં સન ફાઉન્ડેશન દ્વારા નિર્મિત 500 ઓક્સીજન બેડની ક્ષમતાવાળા પ્લાન્ટનું લોકાર્પણ કરાવશે. જ્યારે સાંજે 3.30 કલાકે ગાંધીનગર રાજભવનમાં કોરોના સેવા યજ્ઞનમાં વિશેષ યોગદાન આપનારા મહાનુભાવોને પ્રશશ્તિ પત્ર વિતરણ કરશે.

ગૃહમંત્રીનો કાર્યક્રમ

અમે સોસાયટીઓને વિનંતી કરી છે કે બારી-બારણાં બંધ રાખે. જ્યારે પણ વીવીઆઇપી મુવમેન્ટ હોય ત્યારે આ પ્રકારે અમે લોકોનો સહકાર માગીએ છીએ. જો બધી બારીઓ બંધ હોય તો કોઇ એક બારીમાંથી મુવમેન્ટ થાય તો અમે ધ્યાન રાખી શકીએ. જો બારીઓ ખુલ્લી જ હોય તો સિક્યુરિટીને લઇને તે જોખમી બને.અમે લોકોને વિનંતી કરી છે. કાર્યવાહીનો સવાલ જ નથી. – એલ.ડી. ઓડેદરા, પીઆઈ, વેજલપુર.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317