Home politics અમિત શાહના સ્વાસ્થ્ય અંગે અટકળો : ભાજપના કાર્યકરોમાં ચિંતા પ્રસરી, બંગાળની યાત્રા...

અમિત શાહના સ્વાસ્થ્ય અંગે અટકળો : ભાજપના કાર્યકરોમાં ચિંતા પ્રસરી, બંગાળની યાત્રા પણ રદ કરી દેવાઈ

1027
Published on: 5:48 pm, Thu, 15 October 20

રાજનીતિ ભાજપ 

દેશમાં છેલ્લા 46 ઉપરાંત દિવસથી લોકડાઉન ચાલી રહ્યું છે પરંતુ ગૃહમંત્રી અમિત શાહ આશ્ચર્યજનક રીતે ગુમ છે અથવા તો એમ કહી શકાય કે જાહેરમાં આવવાથી બચ્યા કે છે ત્યારે સોસિયલ મીડિયા પર અમિત શાહના સ્વાસ્થ્યને લહી ને વિવિધ પ્રકારની ચર્ચાઓ શરુ થવા પામી હતી કે અમિત શાહ કોઈ ગંભીર બીમારીના કારણે જાહેરમાં આવતા નથી, પરંતુ આજે અમિત શાહે ફેસબુક પર પોસ્ટ મૂકીને આ બાબતે ખુલાસો કર્યો છે અને સાથે જ અમિત શાહના સ્વાસ્થ્ય અંગે ચાલી રહેલી અટકળો અને અફવાઓનો અંત આણ્યો છે.

શું લખ્યું અમિત શાહે? : અમિત શાહે પોતાના ઓફિશિયલ ફેસબુક પર પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે કે “છેલ્લા કેટલાક દિવસથી કેટલાક મિત્રોએ સોશિયલ મીડિયાના માધ્યમથી મારા સ્વાસ્થ્ય અંગે મનઘડત અફવાઓ ફેલાવી છે, કેટલાક લોકોએ તો મારા મૃત્યુ મ અંતે પણ ટ્વિટ કરીને દુઆઓ માંગી છે. દેશ આ સમયમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે લડી રહ્યો છે ત્યારે દેશના ગૃહમંત્રી હોવાના નાતે મોડી રાત્રી સુધી કામોમાં વ્યસ્ત રહેવાના કારણે હું આ બધી વાતો પર ધ્યાન આપી શક્યો નથી.

તબિયત વિશે નવેસરથી અટકળો શરૂ

શાહની મુલાકાત રદ થતાં તેમની તબિયત વિશે નવેસરથી અટકળો શરૂ થઈ છે. કોરોનાનો ચેપ લાગ્યા પછી એક વાર ગુરગ્રામની ખાનગી હોસ્પિટલ અને બે વાર એઈમ્સમાં દાખલ થયેલા શાહ સરકાર કે સંગઠનની બાબતોમાં પણ પૂરી તાકાતથી કામ નથી કરી રહ્યા. આ કારણે શાહ હજુ સંપૂર્ણ સ્વસ્થ નથી એવી ચર્ચા શરૂ થઈ છે. શાહને કોઈ ગંભીર બિમારી છે કે શું એવી અટકળો પણ ચાલી રહી છે અને ભાજપ કાર્યકરોમાં ચિંતાની લાગણી છે. શાહ હાલમાં અમદાવાદમાં પરિવાર સાથે છે. શાહ ગુજરાતમાં પણ રાજકીય પ્રવૃત્તિઓથી દૂર રહ્યા છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ