શ્રીનગર : અમિત શાહ બોલ્યા, આજે સુરક્ષા વગર તમારી વચ્ચે છું, કહ્યું- મનમાંથી ડર કાઢી નાખો..

413
Published on: 6:06 pm, Mon, 25 October 21

આ દરમિયાન ત્યાં ઉપસ્થિત લોકોએ ભાજપના પક્ષમાં નારેબાજી કરી

જુઓ શું હટાવવાના આપ્યા આદેશ

શાહે કહ્યું હતું કે જો 5 ઓગસ્ટે ઈન્ટરનેટ બંધ ન કર્યું હોત તો કેટલાક લોકો યુવાનોને ઉશ્કેરત અને તેનાથી ઘણા લોકો જીવ ગુમાવત. કાશ્મીરના વિકાસમાં ખલેલ પહોંચાડનારા લોકો સફળ થશે નહીં. શાહે કહ્યું કે તમે બધા તમારા દિલમાંથી ડર દૂર કરો. કાશ્મીરની શાંતિ અને વિકાસની યાત્રાને હવે કોઈ ખલેલ પહોંચાડી શકશે નહીં. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે હું સુરક્ષા વગર તમારી વચ્ચે આવ્યો છું.

amit shah during visit of Jammu kashmir said i am here without any sicurity

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના જમ્મુ-કાશ્મીર પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. સોમવારે તેમણે શ્રીનગરને ઘણી યોજનાઓની ભેટ આપી. આ દરમિયાન તેમણે પબ્લિક રેલીને સંબોધિત કરી. તેમણે કાશ્મીરના લોકો પ્રત્યે ભરોસો બતાવવા માટે મંચ પરથી બુલેટ પ્રુફ ગ્લાસ શીલ્ડ હટાવી દીધા. અમિત શાહે કહ્યું કે તે જમ્મુ-કાશ્મીરના લોકો સાથે સીધી વાત કરવા માંગે છે. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત લોકોએ ભાજપના પક્ષમાં નારેબાજી કરી.

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ દિવસની મુલાકાતે પહોંચેલા ગૃહમંત્રી આજે તેમની મુલાકાતના છેલ્લાં દિવસે શ્રીનગર પોહંચ્યા છે. તેમણે અહીં લોકપ્રિય ખીર ભવાની મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. અહીં તેમણે માતાજીની આરતી ઉતારી હતી અને મંદિરની પરિક્રમા પણ કરી હતી. આજે તેઓ શ્રીનગરમાં વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન કરશે અને ઘણી યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.

Amit Shah To Visit Kheer Bhavani Temple In Srinagar; Will Inaugurate Development Projects | શ્રીનગરમાં અમિત શાહે સ્ટેજ પરથી હટાવડાવ્યા બુલેટ પ્રુફ ગ્લાસ શીલ્ડ, કહ્યું- મનમાંથી ડર ...

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે પીએમ મોદીનું હૃદય જમ્મુ -કાશ્મીરમાં રહે છે. તેઓ હંમેશા તેનો ઉલ્લેખ પન કરે છે. જમ્મુ -કાશ્મીરના વિકાસને કોઈ ખલેલ પહોંચાડી શકશે નહીં. પાકિસ્તાનને બદલે હું ખીણના લોકો સાથે વાત કરીશ. શાહે કહ્યું કે લોકો કહેતા હતા કે 370 નાબૂદ થયા પછી કાશ્મીરીઓની જમીન છીનવાઈ જશે, પરંતુ કયા ગામમાં લોકોની જમીન છીનવાઈ ગઈ? આ સાચુ નથી. 70 વર્ષનો ભ્રષ્ટાચાર નાથવા માટે અને સારું કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે

તેમણે કહ્યું કે, અમુક લોકો સુરક્ષા વિશે સવાલ ઉભા કરી રહ્યા છે. અમે એવી સ્થિતિ બનાવવા માંગીએ છીએ કે કોઈ પણ વ્યક્તિનો જીવ ના જાય. આઝાદી પછી પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં પર્યટન માટે નિર્માણ કામ શરૂ થયું છે. જમ્મુમાં બે વર્ષની અંદર મેટ્રો સેવા પણ શરૂ થઈ જશે. કાલે હેલિકોપ્ટર પોલિસીની પણ જાહેરાત કરવામાં આવી છે. હવે જમ્મુમાં દરેક જિલ્લામાં હેલિપેડ બનાવવામાં આવશે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +9198247 23317