આણંદ : વધુ એક સામૂહિક આત્મહત્યાનો બનાવ, એક જ પરિવારના 3 સભ્યોએ ઝેરી ગોળીઓ ગળી, માતા-દીકરાનું મોત…

1412
Published on: 4:45 pm, Fri, 5 March 21
  • પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ
  • ઝેરી દવા પીતા માતા અને પુત્રનું મૃત્યુ
  • દીકરીને સારવાર મળતા બચ્યો જીવ

અમદાવાદની આયેશા કે પછી વડોદરાના સામૂહિક આપઘાતના અહેવાલો બાદ બારડોલીના એક યુવાને ગળે ફાંસો ખાઈ લીધાના પણ સમાચાર આવ્યા હતા. આ સાથે જ આણંદના રહેતા પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે.

આજકાલ આત્મહત્યાના બનાવોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ છાશવારે એક પછી એક હચમચાવી દેનારા આપઘાતના બનવાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદની આયેશા કે પછી વડોદરાના સામૂહિક આપઘાતના અહેવાલો બાદ બારડોલીના એક યુવાને ગળે ફાંસો ખાઈ લીધાના પણ સમાચાર આવ્યા હતા. આ સાથે જ આણંદની જીવનદીપ સોસાયટીમાં રહેતા પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. આર્થિક તંગીના કારણે પગલું ભર્યાનું સામે આવ્યું છે. જેમાં માતા અને પુત્રનુંં મોત નીપજ્યું છે, જ્યારે પુત્રીને સારવાર હેઠળ ખસેડાઈ છે. આણંદ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરામાં 2 દિવસ અગાઉ બની હતી સામૂહિક આત્મહત્યાની ઘટના

મહત્વનું છે કે હાલમાં જ 2 દિવસ અગાઉ વડોદરામાં 6 સભ્યોના પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્ય હતો જેમાં ત્રણના કરુણ મોત નીપજ્યાં હતાં. આર્થિક સંકડામણને કારણે સોની પરિવારે મોત વહાલું કર્યુ હતું. આ આત્મહત્યાના પ્રયાસમાં ઘરના મોભી, પૌત્ર અને દીકરીનું મોત થયું હતું.

છેલ્લો એક અઠવાડિયો ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓનો રહ્યો છે. આયશા અને વડોદરાના સામૂહિક આત્મહત્યાનો કિસ્સો હજી તાજો જ છે. ત્યાં આણંદમાં સામૂહિક આત્મહત્યા (family suicide) નો બનાવ બન્યો છે. જોકે વડોદરાના સોની પરિવારની જેમ જ આણંદની મહિલાએ આર્થિક સંકડામણથી કંટાળીને આત્મહત્યા કરી છે તેવી પ્રાથમિક માહિતી મળી છે. આ આત્મહત્યા કેસમાં મહિલા અને પુત્રનુ મોત નિપજ્યું છે. તો 15 વર્ષીય પુત્રી હાલ સારવાર હેઠળ છે.

Anand Suicide case : mother drink killer pills with son and daughter, two died

શહેરમાં જીવનદીપ સોસાયટીમાં ગઈ કાલે બપોરના સુમારે મહિલાએ પોતાના પુત્ર અને પુત્રી સાથે જેરી દવા ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા ત્રણેયને ત્વરીત સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માતા અને પુત્રનું રાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે દિકરીનો બચાવ થયો હતો. પોલીસે આ બનાવ અંગે અપમૃત્યુની નોંધ કરી માતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

સુત્રોના જણાવ્યા મુજબ આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી જીવનદીપ સોસાયટીમાં રહેતા ટીનાબેન પ્રકાશભાઈ શાહ (ઉ.વ. ૩૮)ના પતિ પ્રકાશભાઈ શાહ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. પરિવાર છેલ્લા દસેક માસથી આર્થિક સંકડામણમાં આવ્યું હતું અને પૈસાની ખુબ જ તંગી પડતી હતી. આર્થિક સંકડામણને લઈને પરિવાર કોઈને કંઈ કહી શકતું ન હતું.

આર્થિક તંગીથી કંટાળીને ગુજરાતના વધુ એક પરિવારે મોત વ્હાલુ કર્યું, આણંદમાં સામૂહિક આત્મહત્યાનો બનાવ

ગઈ કાલે બપોરના બાર વાગ્યાના સુમારે ટીનાબેન પ્રકાશભાઈ શાહે પોતાના પુત્ર મીતકુમાર (ઉ.વ. ૧૨) અને દિકરી તૃષ્ટી (ઉ.વ. ૧૫) સાથે સેલફોસની ગોળીઓ ગળી સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં રાત્રીના ૮-૪૫ વાગે મીતકુમાર અને ટીનાબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે તૃષ્ટીની સારવાર ચાલી રહી છે.

15 વર્ષની દીકરીને સમયસર સારવાર મળતા બચી ગઈ

પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણથી આત્મહત્યા કરાઈ હોય તેવુ લાગે છે. હાલ આણંદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે. સામૂહિક આત્મહત્યાના બનાવમાં માતા અને પુત્રનું મોત નિપજ્યું છે. તો 15 વર્ષીય પુત્રીને સમયસર સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો છે, હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 શહેરમાં જીવનદીપ સોસાયટીમાં ગઈકાલે બપોરના સુમારે આર્થિક સંકડામણને લઈ મહિલાએ પોતાના પુત્ર અને પુત્રી સાથે સેલફોસની ગોળીઓ ગળી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા ત્રણેયને ત્વરીત સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માતા અને પુત્રનું રાત્રીના સુમારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે દિકરીનો બચાવ થયો હતો. પોલીસે આ બનાવ અંગે અપમૃત્યુની નોંધ કરી માતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

આર્થિક તંગીથી કંટાળેલા પરિવારે આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદમાં સામૂહિક આત્મહત્યાનો બનાવ બન્યો. આણંદની જીવનદીપ સોસાયટીમાં શાહ પરિવારના ત્રણ સદસ્યોએ આત્મહત્યા કરી છે. મહિલાએ પોતાના પુત્ર અને પુત્રી સાથે આત્મહત્યા કરી છે. જોકે, માતાએ બંને સંતાનો સાથે કેમ આત્મહત્યા કરી તે તપાસનો વિષય છે. જીવનદીપ સોસાયટીના 51 નંબરના મકાનમાં રહેતી 38 વર્ષીય મહિલા ટીનાબેન પ્રકાશભાઈ શાહે પોતાના બંને બાળકો સાથે મોતનું પગલુ ભર્યું હતું. વિદ્યાનગરમાં આવેલ મીત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા પરિવારે આર્થિક તંગીના કારણે આ પગલુ ભર્યું છે. જેમાં તેમનો પુત્ર મિત પ્રકાશ શાહ (ઉંમર 12 વર્ષ) નું મોત થયું છે. તો સૃષ્ટિ પ્રકાશ શાહ (ઉંમર 15 વર્ષ) બચી ગઈ છે.

 આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું કે ટીનાબેન પ્રકાશબેન શાહ અને તેમની દીકરી અને દીકરાએ ઝેરી દવા ખાઈ લેતા તેમના પતિ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. આ ઘટનામાં મહિલા અને તેમની પુત્રીનું મોત થયું છે. જ્યારે દીકરી બચી ગયા છે. જોકે, તપાસ દરમિયાન દીકરીના નિવેદન બાદ જ સાચું કારણ જાણવા મળી શકે છે.

આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું કે ટીનાબેન પ્રકાશબેન શાહ અને તેમની દીકરી અને દીકરાએ ઝેરી દવા ખાઈ લેતા તેમના પતિ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. આ ઘટનામાં મહિલા અને તેમની પુત્રીનું મોત થયું છે. જ્યારે દીકરી બચી ગયા છે. જોકે, તપાસ દરમિયાન દીકરીના નિવેદન બાદ જ સાચું કારણ જાણવા મળી શકે છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317