મંત્રીમંડળની શપથવિધિ
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના મંત્રીઓની આજે શપથવિધિ થશે. સવારે 10 વાગ્યા સુધીમાં તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા માટેની સૂચના અપાઈ છે. આજે બપોરે 2 વાગ્યે થશે મંત્રીમંડળ ની શપથવિધિ થશે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અપાવશે મંત્રીઓને શપથ લેવડાવશે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ જુના મંત્રીમંડળ કરતા નાનું હશે. જેમાં યુવા અને અનુભવી ચહેરાઓને સ્થાન અપાશે. જ્યારે, આ મંત્રીમંડળમાં યુવાઓને વધુ મહત્વ અપાઈ શકે છે તેવી સંભાવનાઓ પ્રબળ છે. તો OBC અને દલિત ચહેરાઓને પણ પ્રાધન્ય અપાશે. તો સાથે જ પ્રાદેશિક અને જાતિગત સમીકરણો પણ ધ્યાને લેવાશે.
ભાજપના તમામ ધારાસભ્યોને આજે જ ગાંધીનગર બોલાવી લેવામાં આવ્યા છે. ધારાસભ્યોને ગાંધીનગર બોલાવાતા આજ સાંજ સુધીમાં શપથવિધિ થાય તેવી અટકળો તેજ બની છે. પરંતુ બીજી બાજુ શપથગ્રહણને લઈને GAD, પ્રોટોકોલ વિભાગને કોઈ સુચના હજી સુધી આપવામાં આવી નથી. જો કોઇ સમારોહ યોજાય તો આ વિભાગને પહેલા વ્યવસ્થા માટે જાણ કરવામાં આવે છે. જેના કારણે શપથગ્રહણ ક્યારે યોજાશે, આજે કે આવતીકાલે ગુરૂવારે યોજાશે તેને લઈને અસમંજસ યથાવત છે.
નવા મંત્રીમંડળના સંભવિત ચહેરા
- પ્રદીપસિંહ જાડેજા- વટવા
- આર. સી. ફળદુ- જામનગર દક્ષિણ
- સૌરભ પટેલ- બોટાદ
- જયેશ રાદડિયા- જેતપુર
- કુંવરજી બાવળિયા- જસદણ
- જવાહર ચાવડા- માણાવદર
- ગણપત વસાવા- માંગરોળ
- દિલીપ ઠાકોર- ચાણસ્મા
આજે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાનાર છે. ત્યારે નવા મંત્રીમંડળમાં કયા નવા ચહેરાઓને સ્થાન મળશે. આ વાત પર સમગ્ર ગુજરાતીઓની નજર રખાઈ રહી છે. ત્યારે અમદાવાદના એલિસબ્રીજના ધારાસભ્ય રાકેશ શાહને ટીમ ભૂપેન્દ્ર પટેલમાં સ્થાન મળી શકે છે. તો આ તરફ નિકોલ બેઠકના ધારાસભ્ય જગદીશ પંચાલને પણ સ્થાન મળવાની સંભાવના રહેલી છે. તો આગળ વાત કરીએ તો, મધ્ય ગુજરાતમાંથી મનીષા વકીલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તો આ તરફ કેતન ઈનામદારનું સ્થાન પણ પ્રબળ રહેલું છે. તો ગઢડા બેઠક પરથી આત્મારામ પરમારને પણ સ્થાન મળે તેવી શક્યતા રહેલી છે. તો વીસનગર બેઠકના ધારાસભ્ય ઋષિકેશ પટેલને સ્થાન મળે તેવી સંભાવના છે. લીંબડી બેઠક પરથી કિરીટસિંહ રાણાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તો ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાને પણ સ્થાન મળવાની સંભાવના છે. સુરત પૂર્વ અરવિંદ રાણાને ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સ્થાન મળવાની પ્રબળ સંભાવના છે. તો મજૂરાના યુવા ધારાસભ્ય હર્ષ સંધવી અને સંગીતા પાટીલને મંત્રીમંડળમાં સ્થાન મળવાની ચર્ચાઓ ચાલી રહી છે.
ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચનાની જવાબદારી ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે. જે માટે સોમવારે ભૂપેન્દ્ર યાદવની બેઠક અમિત શાહ સાથે પણ થઇ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવા મંત્રીમંડળમાં યુવાઓને તક આપવામાં આવી છે. એટલુ જ નહીં, 60 ટકા નવા ચહેરાઓનો પણ સમાવેશ થઇ શકે છે. એક કે બે દિવસમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓની શપથવિધિ યોજાય તેવા પણ સમાચારો મળી રહ્યા છે.
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
વોટ્સએપ 10 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317