હવે ATM માંથી પૈસા કાઢવા બનશે મોંઘા, ગ્રાહકોને આટલી રકમ પર આપવો પડશે ચાર્જ

318

ATM નિયમ 

હવે ATM માંથી પૈસા કાઢવા અને પણ મોંઘા થવાના છે. આગામી દિવસોમાં ATM માંથી 5 હજાર રૂપિયાથી વધારેની રકમ કાઢવા પર તમારે વધારે શુલ્ક આપવો પડી શકે છે. આ ડિડક્શન તમારા મફત 5 ટ્રાંજેક્શનમાં સામેલ થશે નહી. તે માટે તમારે અલગથી રકમની ચૂકવણી કરવાની રહેશે. આ ત્યારે જ લાગુ થશે જ્યારે ATM  માંથી પાંચ હજારથી વધારેની રકમ નીકળશે.

ATM માંથી 5 મફત ટ્રાંજેક્શન કરી શકાય

એક વખતમાં પાંચ હજારથી વધારેની રકમ પર કોઈ ગ્રાહકને 24 રૂપિયા આપવા પડી શકે છે. હાજર સમયમાં ATM માંથી 5 મફત ટ્રાંજેક્શન કરી શકાય છે. ત્યારબાદ જો કોઈ તે મહીનામાં વધુ ટ્રાંજેક્શન કરવામાં આવી રહ્યુ છે તો, છઠ્ઠા ટ્રાંજેક્શન પર 20 રૂપિયા લાગે છે. ખરેખર ભારતીય રિઝર્વ બેન્કની ATM શુલ્કમાં ફેરફાર કરી શકો છો. મધ્યપ્રદેશના SLBC સમન્વયક એસડી માહુરકરના મત પ્રમાણે સમિતિએ 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોમાં ATMથી લેણ-દેણ વધારવા પર જોર આપ્યુ છે.

અહીંયા મહત્તમ લોકો નાની-નાની રકમ કાઢે છે. તેથી સમિતિએ નાના ટ્રાંજેક્શનને જ ફ્રી ટ્રાંજેક્શનમાં રાખ્યા છે. નાના શહેરોમાં ગ્રાહકોને બીજી બેન્કના ATM પર દર મહીને 6 વખત પૈસા કાઢવાની છૂટ મળશે. હજુ નાના શહેરોમા માત્ર પાંચ વખત જ પૈસા કાઢી શકાય છે. મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા મહાનગરોમાં ગ્રાહકોને એક મહીનામાં ATM થી ત્રણ વખત પૈસા કાઢવાની છૂટ છે. ત્યારબાદ ચોથી વખત પૈસા કાઢવા પર મહત્તમ શુલ્ક લાગે છે.

એટીએમમાંથી પૈસા કાઢવા એક નવેમ્બરથી મોંઘા થઈ ગયા છે. (આરબીઆઈ)ના નવા નિર્દેશો મુજબ ગ્રાહક પોતાના ખાતાવાળા બેંકના એટીએમમાંથી મહિનામાં પાંચ વખત અને બીજા બેંકના એટીએમમાંથી ત્રણ વખત જ ફ્રી માં ટ્રાંજેક્શન કરી શકશે. ત્યારબાદ દરેક ટ્રાંજેક્શન પર 20 રૂપિયા લાગશે. જેમા બેલેંસની માહિતી માટે કરવામાં આવતો ઉપયોગનો પણ સમાવેશ રહેશે. જો કે આ નિયમ હાલ ફક્ત છ મહાનગરોના ગ્રાહકો પર જ લાગુ રહેશે. આ ઉપરાંત કોઈપણ બેંક ચાહે તો અન્ય બેંકોના પર પોતાના ખાતાધારકોને ત્રણથી વધુ મફત લેવડદેવડની સુવિદ્યા આપી શકે છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ