રાજકોટ : ઉપલેટામાં ઘરકંકાસનો ભોગ બની 09 વર્ષની દીકરી, કાકીએ ઠંડા કલેજે કરી હત્યા…

1194
  • રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઘરકંકાસનો ભોગ બની માસૂમ
  • આયુષી નામની 10 વર્ષની દીકરીની દસ્તો મારીને કરાઈ હત્યા

કૌટુંબિક ઝગડામાં મહાભારતનું યુદ્ધ સર્જાઈ ગયું છે અને તેમાં પરિવારના સભ્યો એજ પોતાના પરીજનોની હત્યા કરી નાખી છે, આવી જ ઘટના રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બની છે, જ્યાં એક કાકીએ પોતાની ભત્રીજીની હત્યા કરી નાખી છે અને હાલ આખો પરિવાર પોલીસ કસ્ટડીમાં છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક કાકીએ પોતાની ભત્રીજીને ઘરકંકાસનો વેર રાખી દસતો મારી હત્યા કરી નાખી છે. એક માસૂમ બાળકીને અગાસી પર લઈ જઈ દસ્તાના ઘા મારી લોહીથી લથપથ કરી દીધી હતી. સમગ્ર ઘટના 8 જૂનના દિવસની છે. ઉપલેટા શહેરના લેઉવા પટેલ સમાજ સામેની સર્વોદય સોસાયટીમાં રહેતા નિમાવત પરીવારના ઘરકંકાસનો ભોગ 09 વર્ષની આયુષી બની છે.

ઉપલેટા સર્વોદય સોસાયટીમાં રહેતા બાવાજી નિમાવત પરિવાર રહે છે, પરિવારમાં ચેતનભાઈ નિમાવત તેના પત્ની કિરણ બેન અને તેની બે દીકરી એક 14 વર્ષની કાવ્યા અને બીજી 9 વર્ષની દીકરી આયુષી સાથે રહે છે તેની સાથે તેના દિયર મયુરભાઈ અને તેની પત્ની વંદના અને તેના બે દીકરા 13 વર્ષનો માનવ અને 8 વર્ષનો મંત્ર સાથે રહેતા હતા. ચેતનભાઈ અને મયુરભાઈ બંને સાથે શહેરમાં સાબુની શોપ ચલાવે છે અને ગુજરાન ચલાવે છે.

નિમાવત પરિવારમાં કિરણ અને તેની દેરાણી વંદના વચ્ચે અવારનવાર ઝઘડા ચાલતા હતા. સાથે સાથે આયુષી અને તેનો ભત્રીજો મંત્ર વચ્ચે પણ ઝઘડા થતા હતા. તો વંદનાનો મોબાઈલ પણ કિરણે લઈને વાપરતી હતી. આ કારણે મૃતક આયુષીની કાકી વંદનાને ખાર હતો. તો 8 જૂને મોકો જોઈને આયુષીને અગાસી પર લઈ જવા કહ્યું કે, ચાલ હું તને એક વસ્તું દેખાડું. આયુષીની કાકી વંદના તેને અગાસી પર લઈ ગઈ હતી. સાથે એક ચાદર અને દસ્તો પણ રાખ્યો હતો. પહેલા આયુષીને કહ્યું કે, આ ચાદર પર સૂઈ જા. બાળકીએ જેવી ચાદર પર સૂઈ ગઈ તો, તેને દસ્તાના ઘા માર્યા હતા.

રાજકોટ: 'આયુષી ધાબા પરથી પડતા નથી મરી, કાકીએ ઠંડા કલેજે કરી હત્યા', કાકી-કાકા અને પિતાની ધરપકડ

પોલીસે આ કામના આરોપી તરીકે મૃતક આયુસીના પિતા ચેતનભાઈ, કાકા મયુર ભાઈ અને કાકી વંદના બેનની ઘરપક્કડ કરી છે. બાળકી આયુસીના મોત બાદ તેના પિતા ચેતન ભાઈ, કાકા માયુરભાઈએ કોઈ જાતની હક્કીક્ત પોલીસમાં જાહેર કરી ન હતી અને કાયદાની રુએ કોઈ PM કે અન્ય પોલીસને જાણ નહિ કરતા, આ ઘટનાને દબાવી દેવા અને આ કૃત્યમાં આયુસીની કાકીનો સાથ આપવા બદલ ઘરપક્કડ કરી હતી.

બીજા દિવસે આયુસીની માતા કિરણ સવારે કોઈ કામ માટે મકાનના ધાબા ઉપર ગઈ હતી, અને ત્યાં આયુસીની માતા કિરણે અહીં અગાસી ઉપર લોહીના ધબ્બા, લોહી વાળો બ્લેન્કેટ, ટુવાલ સહીતમાં લોહીના દાગા જોયા હતા, સાથે-સાથે ધાબા ઉપર લોહીના ડાઘ સાફ કરેલ જોવા મળ્યા હતા, જેને લઈને આયુસીની માતાને શંકા ગઈ અને જેને લઈને આયુસીની માતાએ પોલીસ સ્ટેશને જઈને સમગ્ર હકીકત જણાવેલ હતી, અને પોલીસે તપાસ શરૂ કરી હતી, FSL અનેં પોલીસ તપાસમાં બાળકીને માથામાં દસ્તા જેવી વસ્તુ મારીને હત્યા નિપજાવેલ હોવાનું જાણવા મળેલ હતું,

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317