બનાસકાંઠા : ભાભરના ખારા ગામ પાસે મોડી રાત્રે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

1397
Published on: 4:45 pm, Mon, 28 December 20
બનાસકાંઠા અકસ્માત

બનાસકાંઠાના ભાભરના ખારા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની છે, જેમાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા અને પોલીસને ફોન કર્યો હતો.ત્યાર બાદ પોલીસ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. તમામ મૃતદેહોને ભાભર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો
બનાવની વિગતો એવી છે કે ગત મોડી રાત્રે ભાભરના ખારા ગામના પાટિયા પાસે આવેલા વળાંક પર પૂરપાટ ઝડપે જતી કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. બાઇક સાથે કાર અથડાયા બાદ ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે કારના બોનેટનો પણ ભુક્કો બોલી ગયો હતો.

બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

મૃતકોમાં ત્રણ ખારા ગામના પટેલ
મોડી રાત્રે 10 વાગ્યાની આસપાસ બનેલી અકસ્માતની ઘટનામાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોની મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, 3 મૃતકો ખારા ગામના પટેલ હોવાનું બહાર આવ્યું છે, જ્યારે અન્ય એક મૃતક આકોલીના છે.

મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના ભાભરના ખારા ગામના પાટીયા પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો છે. અકસ્માતમાં એક સાથે ચાર લોકોનાં મોત થયા છે. અહીં રસ્તાના વળાંકમાં એક સ્વીફ્ટકાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. ભાભર પાસે થયેલા અકસ્માતમાં 1) અમરત હીરાભાઈ ચૌધરી. 2) વિનોદ મેઘરજભાઈ ચૌધરી. 3) પ્રતાપ ધનરાજભાઈ ચૌધરીનું નિધન થયું છે. ત્રણેય વ્યક્તિઓ ભાભર તાલુકાના ખારા ગામના રહીશ હતા. આ ઉપરાંત ચોથા વ્યક્તિ લાડુભા પરતાસિંહ પરમાર (રહે. આખોલ, ડીસા)નું સારવાર દરમિયાન મોત થયું છે.

 વળાંકમાં જ બાઇક અને સ્વીફ્ટકાર સામ સામે ટકરાયા હતા. આ અકસ્માતમાં બાઇકમાં સવાર બે લોકો અને કાર ચાલક સહિત ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા  હતા. અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે.

અકસ્માત બાદ ઘાયલોને 108ની મદદથી સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇકનું આગળનું વ્હીલ તૂટીને અલગ થઈ ગયું હતું. વળાંકમાં બાઇક સાથે ટક્કર બાદ કાર રસ્તાની બાજુમાં આવેલા એક ઝાડ સાથે અથડાઈ હતી. ઝાડ સાથેની ટક્કર બાદ કારના બોનેટનો ભૂક્કો બોલી ગયો હતો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ