સોનાની લૂંટ કરી સાધુના વેશમાં આવેલા શખ્સો ભાગ્યા,ગ્રામજનોએ ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા

837
Published on: 12:54 pm, Sun, 24 January 21
બનાસકાંઠા ગુજરાત 

ગુજરાત રાજ્યમાં અવાર નવાર ચોરી લુંટફાટનાં બનાવો સામે આવતા રહે છે. એવામાં હાલ ગુજરાતની સરહદી બનાસકાંઠામાં ગઈકાલનાં રોજ એક ફિલ્મી લૂંટનો બનાવ બન્યો હતો. અહીં દાંતીવાડાનાં જાત-ભાડલી ગામે લૂંટની એક બનાવમાં ફિલ્મી દૃશ્યો સર્જાય ગયાં હતા.

રાજ્યના સરહદી બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે એક ફિલ્મી લૂંટની ઘટના ઘટી હતી. અહીંયા દાંતીવાડાના જાત-ભાડલી ગામે લૂંટની એક ઘટનામાં ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. આ ગામમાં સાધુબાવાના વેશમાં હરિયાણા પાસિંગની કાર લઈને આવેલા ત્રણ શખ્સોએ સોનાની મરકી અને રોકડની લૂંટ ચલાવી હતી.

 બનાવની વિગત એવી છે કે જાત અને ભાડલી ગામ પાસે લૂંટની ઘટના ઘટી હતી. અહીંયા સાધુબાવાના વેશમાં આવેલા ત્રણ શખ્સોએ રાહદારીઓને રસ્તો પૂછવાનું કહી મંત્રેલું પાણી પીવડાવી અને સોનાની મરકી અને રોકડ સહિતની મતાની લૂંટ ચલાવી હતી. જોકે, ભોગ બનનાર કઈ સમજે તે પહેલાં જ આ લૂંટારૂઓ નાસી ગયા હતા.

લૂંટ ચલાવી અને આ શખ્સો ભાગવા ગયા હતા પરંતુ તેમની કાર પાછળ ગ્રામજનો ટ્રેક્ટર લઈને પીછો કર્યો હતો. રણવિસ્તારમાં હરિયાણા પાસિંગની મારૂતિ સ્વીફ્ટ ફસાઈ જતા આ લૂંટારૂઓના હાલ બેહાલ થઈ ગયા હતા. પરંતુ સમગ્ર ઘટનાના દૃશ્યો એક ફિલ્મના માહોલ જેવા ઉત્તેજત જણાતા હતા.

બનાવની વિગત એવી છે કે જાત અને ભાડલી ગામ પાસે લૂંટની ઘટના ઘટી હતી. અહીંયા સાધુબાવાના વેશમાં આવેલા ત્રણ શખ્સોએ રાહદારીઓને રસ્તો પૂછવાનું કહી મંત્રેલું પાણી પીવડાવી અને સોનાની મરકી અને રોકડ સહિતની મતાની લૂંટ ચલાવી હતી. જોકે, ભોગ બનનાર કઈ સમજે તે પહેલાં જ આ લૂંટારૂઓ નાસી ગયા હતા.

 પોલીસે આ ત્રણ શખ્સોએ હરિયાણા પાસીંગની મારૂતિ સ્વીફ્ટ ડિઝાયર કાર પણ કબ્જે કરી છે, જોકે, આ લૂંટારૂઓ અગાઉ પણ જિલ્લામાં આ ધંધો કરી ચુક્યા છે કે તેમની કોઈ ટોળકી સક્રિય છે, તેમણે ક્યા ક્યા વિસ્તારમાં આ ગોરખધંધો આદર્યો હતો વગેરે જેવી બાબતો પોલીસ તપાસમાં જાણી શકાશે.

જોકે, લૂંટ કરીને આ શખ્સો ભાગી જતા તેમની પાછળ ગ્રામજનો દોડ્યા હતા. આ પકડમપટ્ટીનો ફિલ્મી ઢબે અંજામ આવ્યો હતો જેમાં રણજેવા રેતાળ વિસ્તારમાં લૂંટારૂઓની કાર ફસાઈ જતા તેઓને રોવાનો વારો આવ્યો હતો. લૂંટારૂઓને ઝડપી પાડીને ગ્રામજનોએ પાંથાવાડા પોલીસ મથકમાં સોપ્યા છે.પોલીસે આ ત્રણ શખ્સોએ હરિયાણા પાસીંગની મારૂતિ સ્વીફ્ટ ડિઝાયર કાર પણ કબ્જે કરી છે, જોકે, આ લૂંટારૂઓ અગાઉ પણ જિલ્લામાં આ ધંધો કરી ચુક્યા છે કે તેમની કોઈ ટોળકી સક્રિય છે, તેમણે ક્યા ક્યા વિસ્તારમાં આ ગોરખધંધો આદર્યો હતો વગેરે જેવી બાબતો પોલીસ તપાસમાં જાણી શકાશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ