બનાસકાંઠા : કરોડોની વીમાની રકમ મેળવવા ડીસાના CA પતિએ સોપારી આપી અકસ્માતમાં પત્નીની કરાવી હત્યા.

4057
Published on: 3:39 pm, Sat, 6 February 21
બનાસકાંઠા
  • પતિ લલિતને અકસ્માતમાં કંઇ થયું ન હોઇ જન્મેલી શંકા આધારે પોલીસે કોલ ડિટેઇલ ફંફોસતાં પાપ બહાર આવ્યું
  • લાખણીના ગેળા હનુમાનજી મંદિરે દર્શન કરવા જવાના બહાને રસ્તામાં મિત્રની મદદથી કારચાલક પાસે હત્યા કરાવી અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યાનું ખુલ્યું
  • જેના લાંબા આયુષ્ય માટે કરવાચોથનું વ્રત કરતી તેણે જ જીવનદોરી કાપી નાખી

ડીસામાં આશરે એક મહિના પહેલા સીએની પત્નીનું અકસ્માતમાં મોત નીપજ્યું હતુ તેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પતિ લલીત ગણપતજી ટાંકે તેના મિત્રની મદદથી પોતાની જ પત્નીની કાર અકસ્માતમાં મારવા માટે સોપારી આપી હતી. જે અકસ્માતમાં પત્નીનું મોત થયું હતું. પતિએ પત્નીનો કરોડોનો વીમો પકાવવા માટે આ આખું ષડયંત્ર રચ્યું હોવાનું ચર્ચાય રહ્યું છે. હાલ ભીલડી પોલીસે CA પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ધાનેરાના આલવાડા ગામના વતની અને હાલ ડીસાની બી.ડી. પાર્ક સોસાયટીમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લલિત ટાંક ગત 26 ડિસેમ્બરે પત્ની દક્ષાબેન સાથે ગેળા ગામે હનુમાનજીના મંદિરે પગપાળા દર્શન કરવા જતો હતો. તે વખતે વહેલી સવારે તેઓ એખ જગ્યાએ આઇસ્ક્રીમ ખાવા ઉભા હતા. ત્યારે જ કાતરવા નજીક કારની ટક્કર વાગતાં દક્ષાબેનનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ કેસમાં સવા મહિના બાદ ભીલડી પોલીસે મળેલા સાંયોગિક પુરાવાના આધારે લલિત ટાંકની અટકાયત કર્યા બાદ પ્રાથમિક પૂછપરછમાં લલિતે પોતે જ હત્યા કરાવી હોવાની કબૂલાત કરી લીધી હતી.

4 જાન્યુઆરીએ ફેસબુક પર કરવા ચોથનો ફોટો મૂકી લખ્યું...જી લો  હર લમ્હા બીજા જાને સે પહેલે
લૌટ કર યાદે આતી હૈ, વક્ત ઔર ઇન્સાન નહીં - Divya Bhaskar

દરમિયાન, પોલીસે મદદગાર મિત્ર અને કારચાલકની શોધખોળ હાથ ધરી છે. લલિત અને દક્ષાબેનને બે સંતાનો છે જેમાં ચાર વર્ષનો દીકરો આદિત્ય અને સવા વર્ષની દીકરી હિર છે. આ સમાચાર સાંભળતા જ પરિવાર સાથે જ સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો છે.

આજથી એક માસ અગાઉ લાખણીના ગેળા હનુમાનજી મંદિરે પતિ સાથે પગપાળા દર્શન કરવા જઇ રહેલી ડીસાની મહિલાના કાતરવા નજીક કારની ટક્કરે થયેલા મોત પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પતિ લલીત ગણપતજી ટાંક (માળી)એ જ મિત્રની મદદથી કાર ચાલકને સોપારી આપી હત્યા કરાવ્યા બાદ ઘટનાને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો હોવાનું ભીલડી પોલીસની તપાસમાં ખુલતાં પતિની અટકાયત કરાઇ છે. લલિતે કરોડોની વીમાની રકમ માટે પત્નીની હત્યા કરાવી હોવાનું ચર્ચાય છે. જેને પોલીસે સમર્થન આપ્યું નથી.

ડીસાથી ગેળા પગપાળા જતાં દક્ષા અને લલિત ટાંકે આઇસ્ક્રીમની મજા માણી હતી. એ સમયે આ નિર્દોષ દીકરીને જરા સરખોય અંદેશો પણ નહીં હોય કે આ તેની છેલ્લી આઇસ્ક્રિમ છે.

કૉલ ડિટેઇલના આધારે ગુનો ઉકેલાયો
દક્ષાબેનના પતિ લલિતને અકસ્માતમાં કશું થયું નહોતું. જેથી શંકા પ્રબળ બનતાં મોબાઇલ નંબરની કોલ ડિટેઇલનું એનાલિસિસ કરતાં કેટલાક સાંયોગિક પુરાવા મળ્યા હતા. જેમાં મૃતક દક્ષાબેનને પાછળથી ટક્કર મરાવી મોત નીપજાવી ખૂન કર્યું હોવાનું બહાર આવ્યું છે. – તરુણ દુગ્ગલ, એસપી બનાસકાંઠા

આરોપી લલિતને ઘટના સ્થળે લઇ જવાયો
ભીલડી પોલીસ શુક્રવારે આરોપી લલિતને લઇ જે જગ્યાએ અકસ્માત થયો હતો ત્યાં પહોંચી હતી. જ્યાં દિયોદર ડીવાયએસપી, ભીલડી પોલીસ તેમજ પાલનપુર એફએસએલની ટીમ પણ સાથે જોડાઈ હતી. જ્યાં ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું હતું.

 બનાસકાંઠાના એસપી, તરુણ દુગ્ગલે જણાવ્યું હતું કે, દક્ષાબેનના પતિ લલિતને અકસ્માતમાં કશું થયું નહોતું. જેથી શંકા પ્રબળ બનતાં મોબાઇલ નંબરની કોલ ડિટેઇલનું એનાલિસિસ કરતાં કેટલાક સાંયોગિક પુરાવા મળ્યા હતા. જેમાં મૃતક દક્ષાબેનને પાછળથી ટક્કર મરાવી મોત નીપજાવી ખૂન કર્યું હોવાનું બહાર આવ્યું છે. ભીલડી પોલીસ દ્વારા શુક્રવારે આરોપી લલિતને જે જગ્યા પર અકસ્માત થયો હતો ત્યાં લવાયો હતો. પોલીસ સ્ટાફની વચ્ચે આરોપી પાસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું હતું.

સવા વર્ષની દીકરી અને 4 વર્ષના દીકરો નોંધારાં બન્યાં
મૃતક દક્ષાબેનના લગ્ન જીવનમાં ચારેક વર્ષનો દીકરો આદિત્ય અને સવા વર્ષની દીકરી હિર અવતરી હતી. પરંતુ દક્ષાબેન મૃત્યુ પામતાં અને લલિતની હત્યામાં સંડોવણી ખુલતાં બંને બાળકોએ હાલ તો માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317