થરાદમાં લુડો ગેમમાં 10 લાખનું દેવું, 6 લોકોએ પઠાણી ઉઘરાણી કરતા યુવકનો કેનાલમાં કૂદી આપઘાત..

575
લુડો ગેમ

લુડો ગેમ રમતાં રૂપિયા 10 લાખનું દેવું કરનારા ભાભરના એક યુવકનો મૂર્તદેહ બુધવારે થરાદ તાલુકાના જમડા ગામ નજીક નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. જોકે, નાણાંની કડક ઉઘરાણીથી ત્રાસી યુવકે આપઘાત કર્યો હોય કે તેની હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે જ્યાં સુધી 6 શખ્સો સામે ગૂનો નહિ નોધાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો પરિવારજનોએ ઇન્કાર કરી દેતાં ભારે ઉત્તેજના પ્રસરી છે.

થરાદ નજીક પસાર થતી મુખ્ય નર્મદા નહેરના પાણીના વહેણ સાથે મહાજનપુરા પુલ પાસે એક યુવકની લાશ તણાઈ આવતી હોવાની રાહદારીને જાણ થઇ હતી. જેણે નગરપાલિકા ફાયરટીમને જાણ કરી હતી. દરમિયાન પાલિકાના તરવૈયા સુલતાન મીરે જમડા ગામના પુલ નીચેથી થોડે આગળ નહેરમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જ્યાં લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતુ. દરમિયાન ઘટનાસ્થળે પહોચેલી પોલીસે મૃતદેહની તલાસી લેતાં ખિસ્સામાંથી એક મોબાઈલ તેમજ 500 ના દરની સાત નોટો અને 50ની ત્રણ નોટો મળી કુલ 3650 રૂપિયા રોકડ મળી આવ્યા હતા. જ્યાં પોલીસ તપાસ દરમિયાન જ તેના પરિવારજનો શોધતાં શોધતા ત્યાં આવી પહોચ્યા હતા. જેમણે યુવકની ઓળખ કરતાં તે ભાભરના અંબેશ્વર સોસાયટીમાં રહેતો પિયુષભાઈ અરવિંદભાઈ ઠક્કર (ઉં.વ. 23) હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે મૃતદેહ થરાદ રેફરલ હોસ્પિટલમાં પી. એમ. અર્થે ખસેડ્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે થરાદ નજીક પસાર થતી મુખ્ય નર્મદા નહેરના પાણીના વહેણ સાથે મહાજનપુરા પુલ પાસે એક યુવકની લાશ તણાઈ આવતી હોવાની રાહદારીને જાણ થઇ હતી. જેણે નગરપાલિકા ફાયરટીમને જાણ કરી હતી. દરમિયાન પાલિકાના તરવૈયા સુલતાન મીરે જમડા ગામના પુલ નીચેથી થોડે આગળ નહેરમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જ્યાં લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતુ

યુવક સોમવારે વહેલી સવારે બાઇક લઇને નીકળ્યો હતો
પિયુષ ઠક્કર સોમવારે વહેલી સવારે ઘરેથી બાઇક નં. જીજે.08. બીપી 7285 લઈને નીકળ્યો હતો. જોકે, મોડી સાંજ સુધી ઘરે પરત નહિ ફરતાં તેના પરિવારજનોએ ભાભર પોલીસ મથકે ગુમ થયાની લેખિત અરજી આપી હતી.

સનેસડા પાસેથી બિનવારસી બાઇક મળતાં પરિવારજનો કેનાલમાં શોધવા નીકળ્યા
પિયુષનું મોટરસાઈકલ ભાભર તાલુકાના સનેસડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેર પાસેથી મળી આવતાં યુવકે નહેરમાં ઝપલાવ્યું હોવાની આશંકાઓને લઈને તેના સગા સબંધીઓ બુધવારે મુખ્ય નહેર પરના રસ્તે ચાલી શોધવા નીકળ્યા હતા. અને મૃતદેહ મળ્યો તે સ્થળે પહોચ્યા હતા.

મૃતક પાસે કોઈ સુસાઈટ નોટ મળી નથી
એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં કેટલાક લોકો પૈસાથી જુગાર રમતાં હોય છે. એક સાથે ચારથી છ વ્યકિતઓ આ ગેમ રમી શકે છે. જોકે, ભાભરના મૃતક યુવક પાસેથી કોઈ સુસાઈટ નોટ મળી નથી તેમ સંજયભાઇ ઠક્કરે જણાવ્યું હતુ.

એક તરફ યુવકની લાશ મળતા તેના પરિવાર જનો આત્મહત્યા માટે મજબૂર કરનાર 6 શખ્સો સામે ગુનો નહીં નોંધાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે ત્યારે બીજી તરફ પોલીસે આ પરિવારોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે, મૃતકના પરિવારજનો ૨૪ કલાક બાદ પણ હજુ સુધી લાશ સ્વીકારવા તૈયાર નથી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317