બેંક ઓફ બરોડામાં પૈસા જમા કરવાનો અને ઉપાડવાનો નિયમ બદલાઈ જશે, કેટલો એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે જાણો

930
Published on: 6:56 pm, Sun, 1 November 20

બેંક ઓફ બરોડા

બેંક ગ્રાહકોએ હવે નિયત મર્યાદા કરતા વધુ વખત પૈસા જમા કરાવવા અને ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે

સેવિંગ અકાઉન્ટ હોલ્ડર માટે 3 ગણા પૈસા સુધી ઉપાડ મફત રહેશે. ચોથીવારથી જ્યારે પૈસા ઉપાડશો ત્યારે એક્સ્ટ્રા 125 રૂપિયા ચાર્જ લાગશે.

બેંક ઓફ બરોડામાં નાણાં જમા કરાવવાના અને ઉપાડવાના નિયમમાં ફેરફાર થયા છે. હવે ચાલુ ખાતા, ઓવરડ્રાફ્ટ , કેશ ક્રેડિટ એકાઉંટ, બચત ખાતા સિવાય અન્ય ખાતામાં રોકડ જમા કરવા અને ઉપાડવા માટે સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. ખાતામાંથી માત્ર ત્રણ વખત ફ્રીમાં નાણાં ઉપાડી કે જમા કરી શકાશે.

બેંક ઓફ બરોડામાં કરન્ટ અકાઉન્ટ, ઓવરડ્રાફટ અથવા કેશ ક્રેડિટ સહિતના અન્ય અકાઉન્ટ્સ માટે કેશ હેન્ડલિંગ ચાર્જ ચૂકવવો પડશે. દર મહિને અકાઉન્ટ દીઠ 1 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરાવવા માટે 1 હજાર રૂપિયા દીઠ ચૂકવવો પડશે એક રૂપિયો. આ ચાર્જ હશે ઓછામાં ઓછો 50 રૂપિયા અને મહત્તમ 20 હજાર રૂપિયા.

1 નવેમ્બરથી બેંક ઓફ બરોડા ટ્રાન્ઝેક્શનના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ ફેરફારો બેંકના કરન્ટ અકાઉન્ટ, ઓવરડ્રાફટ અકાઉન્ટ, કેશ ક્રેડિટ અકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટ અને અન્ય અકાઉન્ટ સાથે જોડાયેલા કેશ જમા અને ઉપાડ સંબંધિત સર્વિસ પર લાગુ થશે. હવે તમારે 3 વખતથી વધુ રકમ ઉપાડવા અથવા જમા કરાવવા માટે ફી ચૂકવવી પડશે. 1 નવેમ્બરથી અમલમાં આવતા આ નવા નિયમો વિશે વિસ્તારમાં જાણો.

મેટ્રો-અર્બન બ્રાંચમાં કરન્ટ સેવિંગ અકાઉન્ટમાં 3 વખત કેશ જમા કરાવ્યા બાદ (અન્ય માધ્યમથી ટ્રાન્ઝેક્શન સહિત) ચોથીવાર દરેક વખતે 50 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. રૂરલ અથવા સેમી-અર્બન બ્રાંચના સેવિંગ અકાઉન્ટ, પેન્શનર અકાઉન્ટ અને સિનિયર સિટીઝન અકાઉન્ટ (બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ/ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન અકાઉન્ટ સિવાય)ના કિસ્સામાં હવે મહિનામાં 3 વાર રોકડ જમા કરાવ્યા પછી (અન્ય માધ્યમથી ટ્રાન્ઝેક્શન સામેલ નથી) ચોથી વખતથી દરેક ડિપોઝિટ દીઠ 40 રૂપિયા વસૂલવામાં આવશે. અત્યારે મહિનામાં 5 વખત કેશ ડિપોઝિટ પર કોઈ ચાર્જ લાગતો નથી.

કેશ ઉપાડવા પર પણ ચાર્જ ચૂકવવો પડશે
કરન્ટ અકાઉન્ટ, ઓવરડ્રાફટ અથવા સીસીમાંથી મહિનામાં 3 વાર પૈસા ઉપાડવામાં આવે તો ગ્રાહક પાસેથી કોઈ પૈસા લેવામાં આવશે નહીં. ચોથી વખત ઉપાડ માટે દરેક ઉપાડ પર 150 રૂપિયા લેવામાં આવશે. સેવિંગ અકાઉન્ટ ધરાવતા લોકો માટે ત્રણ વખત સુધી પૈસા ઉપાડવાનું મફત રહેશે. દરેક વખતે જ્યારે તમે ચોથી વાર પૈસા ઉપાડશો ત્યારે 125 રૂપિયા ચાર્જ લાગશે.

રૂરલ અથવા સેમી અર્બન બ્રાંચના સેવિંગ અકાઉન્ટ, પેન્શનર અકાઉન્ટ અને સિનિયર સિટીઝન અકાઉન્ટ (બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન અકાઉન્ટ્સ સિવાય) દ્વારા 1 નવેમ્બરથી મહિનામાં 3 વખત રોકડ ઉપાડવામાં આવી શકે છે. ત્યારબાદ ચોથીવારથી ટ્રાન્ઝેક્શન દીઠ 100 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. આઉટસ્ટેશન બ્રાંચમાં દરેક પ્રકારના અકાઉન્ટના મામલે ખાતાધારક એક દિવસમાં વધુમાં વધુ 50,000 રૂપિયા ઉપાડી શકશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317.

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ.