અમદાવાદમાં ભયંકર આગ
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં શ્યામ શિખર કોમ્પલેક્ષમાં ભયંકર આગનો બનાવ બન્યો. આ આગની ઝપેટમાં 20 જેટલી મોબાઇલની દુકાનોમાં ભીષણ આગ લાગી જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે સદ્દનસીબે મોટી જાનહાની ટળી છે.
શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર ટાવર આજે વહેલી સવારે 6.55 વાગ્યે ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણતા ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટનાસ્થળે ઘટના સ્થળે પહોંચી અને ગણતરીની મિનિટોમાં જ આગને કાબુમાં લઈ લીધી છે. આ ટાવરમાં મોબાઇલ અને એસેસરીઝનું બઝર આવેલું છે જ્યારે ઉપરની તરફ રહેણાંક મકાનો છે. ભીષણ આગના કારણે આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. વહેલી સવારના કારણે દુકાનો બંધ હોવાથી કોઇની જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. કોમ્પ્લેક્ષની આસપાસના મોટા મોટા સાઈન બોર્ડના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ ગઈ હતી. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
આ દુર્ઘટનામાં આશરે 15થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી છે. જેના કારણે લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવા પાછળ શું કારણ છે તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ચાની કીટલી હતી તેમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી. જેમાં વાયરીંગમાંથી આગ વધુ પ્રસરી અને મોટા સાઈન બોર્ડ હોવાથી આગ વધુ ઝડપથી ફેલાઈ હતી.
બાપુનગર ખાતે આવેલા શ્યામ શિખર કોમ્પલેક્ષમાં ચાની કીટલીમાં ગેસનો બાટલો ફાટતા આગ લાગી હોવાની વિગત બહાર આવી છે. આ આગની ઝપેટમાં અંદાજે 20 જેટલી દુકાનો આવી ગઇ છે. આ કોમ્પલેક્ષમાં દુકાનોની ઉપર રહેણાંક વિસ્તાર પણ છે. જો કે સદ્દનસીબે મોટી જાનહાની ટળી છે.
જો કે રિયાલટી ચેકમાં દુકાનદારોની લાલિયાવાડી સામે આવી છે. ફાયર સેફ્ટીના માર્ગો પર દુકાનોનું બાંધકામ જોવા મળ્યું છે. જ્યારે ગેરકાયદે બાંધકામને લીધે ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ મુશ્કેલ બન્યો છે. ફાયર સેફ્ટીના સાધનો પાસે બાંધકામ કરીને તાળા મારેલા જોવા મળ્યાં.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર કોમ્પલેક્ષમાં ભયંકકર આગનો બનાવ બન્યો છે. આ દૂર્ઘટનામાં 10 જેટલી મોબાઇલની દુકાન આગની ઝપેટમાં આવી છે.
બાપુનગરના શ્યામ શિખર કોમ્પલેક્ષમાં આગ લાગી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આગ બુઝાવાને લઇને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે આગના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.
આગ ફેલાવવાનું પ્રાથમિક કારણ
એડિશનલ ચીફ ફાયર ઓફિસર, રાજેશ ભટ્ટે આ વિશે વાત કરતાં કહ્યું કે, ટાવરમાં આવેલ શોપિંગ સેન્ટરમાં આગ લાગી છે. પ્રાથમિક અનુમાન અનુસાર, આ આગ ઇલેક્ટટ્રિકલ શોર્ટ સર્કિટને લીધે લાગી અથવા ચાની એક દુકાન છે ત્યાંથી લાગી હતી. ચાની દુકાનમાં LPG ગેસ વપરાતો હતો અથવા નહીં કે બાદ ચા બનાવવા ચુલો ચાલુ હતો ત્યાંથી આગ લાગી આ બધા કારણોની તપાસ થશે. FLLને પણ કહેવામાં આવ્યું છે. તેઓ પણ તપાસ કરી રહ્યા છે.
અહીંયાની દુકાનોનાં સાઇન બોર્ડ એક્રેલિક મટિરિયલનાં હતા. એમાં આગ લાગવામાં ફાળો છે. દુકાનોની બહારનાં ભાગે નુકસાન વધારે છે પણ મહદઅંશે દુકાનની અંદરનાં ભાગે ઓછુ નુકસાન થયું છે. દુકાનો દરેક એકબીજાને અડીઅડીને છે તેમજ એક્રેલિક સાઇન બોર્ડને લીધે આગ ફટાફટ લાગી છે. ફાયર સેફ્ટીનાં સાધનો વિશે પણ તપાસ થશે. ટાવરનાં ઉપરનાં ભાગમાં આ સાધનો છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ