સુરત : મહિલા પ્રોફેસરનો આપઘાત, અઢી વર્ષના બાળકે ગુમાવ્યો માતાનો ખોળો, અગાઉ બે વખત કર્યો હતો આપઘાતનો પ્રયાસ..

3765
Published on: 3:09 pm, Tue, 29 June 21

દેશભરમાં કહેર મચાવી રહેલા કોરોનાના કાળ વચ્ચે આપઘાતની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે, ત્યારે આ વચ્ચે ડાયમંડ સીટી કહેવાતા સુરતમાંથી એક આત્મહત્યાની ચકચારી ઘટના સામે આવી છે. સુરતમાં એક મહિલા પ્રોફેસર ફોરમ પાવેજાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મહોલા પ્રોફેસર જીલ્લામાં આવેલા બારડોલીની માલિબા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા અને તેઓએ પોતાના જ ઘરે આપઘાત કરી લીધો હતો. મહિલાના આપઘાતના કારણે અઢી વર્ષના બાળકે માતાનો ખોળો ગુમાવ્યો હતો.

રાજ્યમાં દરરોજ આપઘાત ના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાતા હોય છે. ડાયમંડ શહેર તરીકે દુનિયાભરમાં પ્રસિદ્ધ સુરત શહેરમાં કોરોનાને કારણે લૉકડાઉન બાદ આપઘાતના અનેક બનાવો નોંધાયા છે. હવે સુરતના એક મહિલા પ્રૉફેસરે પારિવારિક ઝઘડા કે પછી માનસિત તાણ અનુભવીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આપઘાત કરી લેનારા મહિલા પ્રૉફેસર સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા હતા અને બારડોલી નજીક આવેલી માલિબા કોલેજમાં MSC વિભાગમાં પ્રૉફેસર તરીકે કામ કરે છે. એવી પણ વિગતો સામે આવી છે કે આપઘાતના એક દિવસ પહેલા જ તેઓ પતિ સાથે ફરવા માટે સાપુતારા ગયા હતા. આ ઉપરાંત આપઘાત પહેલા તેમણે હાથની નસ કાપી લેવાની ચીમકી આપીને માતાને ઘર બહાર મોકલી દીધા હતા.

સુરતમાં મહિલા પ્રોફેસરનો આપઘાત: 7 વર્ષ પહેલા પ્રેમ લગ્ન, અગાઉ બે વખત કર્યો હતો આપઘાતનો પ્રયાસ

મળતી માહિતી મુજબ, આપઘાત કરનારા મહિલા સુરત શહેરના પોશ વિસ્તાર કહેવાતા અડાજણના રાજહંસ પ્લોટોમાં રહે છે અને તેમના લગ્નને 7 વર્ષ પહેલા થયા હતા અને તેઓને અઢી વર્ષનો પુત્ર પણ છે. જો કે આ ઘટના બાદ હવે માત્ર અઢી વર્ષના બાળકે પોતાની માતાનો ખોળો ગુમાવી દીધો છે, જેને લઈને સમગ્ર પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

મૃતક મહિલા પ્રૉફેસરનું નામ ફોરમ છે. જેમના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા. પરિવારનું કહેવું છે કે મહિલા પ્રૉફેસર છેલ્લા કેટલાક વર્ષથી માનસિક તાણ અનુભવતા હતા. આ મામલે હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. એવી પણ જાણકારી મળી છે કે મહિલા પ્રૉફેસરે આ પહેલા પણ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્રીજી વખત તેમણે હાથ પર બ્લેડ મારીને બાદમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

અડાજણ પોલીસે જણાવ્યું હતું કે, ફોરમ બેન અંકિતભાઈ પાવેજા સુરતના અડાજણ વિસ્તારના રાજહંસ પ્લેટનો કોમ્પ્લેક્ષમાં રહેતા હતાં. એમના લગ્ન 7 વર્ષ પહેલાં થયા હોવાનું અને એક અઢી વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ફોરમ બેન બારડોલી નજીકની માલિબા કોલેજમાં MSC વિભાગમાં પ્રોફેસર હતા.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317