બારડોલી-પલસાણા હાઈવે પર ખાનગી લકઝરી બસ પલટી, બસમાં સવાર 30 મુસાફરોને ઈજા,અકસ્માત બાદ ડ્રાઈવર ભાગી છૂટ્યો

1147
Published on: 4:38 pm, Sat, 28 November 20

બારડોલી ગુજરાત

સુરતના બારડોલી પલસાણા હાઈવે પર ખાનગી લકઝરી બસ પલટી જતા, બસમાં બેઠેલા 30 મુસાફરોને ઈજા પહોચી છે. ભૂસાવળથી અમદાવાદ આવતી બસના ચાલકે, બારડોલી પલસાણા હાઈવે કાબુ ગુમાવતા, બસ પલટી ગઈ હતી. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ અકસ્માતના પગલે, બસ ચાલક ફરાર થઈ ગયો છે. બારડોલી પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્ટિલમાં પહોચાડીને, ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ઠંડીનું પ્રમાણ વધતા વાતાવરણ ધુમ્મસભર્યુ બની જતું હોય છે. આવામાં રાતથી વહેલી સવાર સુધી વિઝિબિલિટીમાં તકલીફ થતી હોય છે. તેથી ડ્રાઈવર્સને પણ રસ્તા પર આગળ જોવામાં તકલીફ થતી હોય છે. આવા સંજોગોમાં અકસ્માત સર્જાતા હોય છે. તેથી શક્ય હોય તો ઠંડીમાં રાત્રિ મુસાફરી ટાળવી જોઈએ

બસનો ચાલક ગાડી મૂકીને ફરાર થયો
પ્રાપ્ત માહિતી અનુસાર, બારડોલી પાસેથી પસાર થતા પલસાણા હાઇવે પર આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. લક્ઝરી બસ ભૂસાવલથી અમદાવાદ જઈ રહી હતી, ત્યારે પલસાણા હાઇવે પર બ્રિજ નજીક ખાનગી લકઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઘટના ઘટી હતી. અકસ્માતને પગલે બસમાં સવાર 30 થી વધુ મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે. જેઓને તાત્કાલિક સારવાર અપાઈ હતી. બસ અકસ્માત બાદ બસનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બારડોલી પોલીસ તેમજ બારડોલી ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને તમામ માહિતી મેળવી હતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ