ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પર કોંગ્રેસનો શાબ્દિક હુમલો

243

ઈલેકશન ઇફેકક્ટ્સ

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પર સૌથી વધુ  કેસ હોવાના શાબ્દિક પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ સી.આર. પાટીલ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું છે કે સી.આર.પાટિલ કોન્સ્ટેબલ હતા ત્યારે દારુની ગાડીનું પાયલોટિંગ કરતા હતા એટલે સસ્પેન્ડ કરવામાં આવ્યા. મોઢવાડિયાનું કહેવું છે કે સી.આર પાટિલ જ સૌથી વધુ પોલીસ કેસ ધરાવતા રાજનેતા છે, સી.આર.પાટિલ પર 107 કેસ છે, તેઓ એક વર્ષ જેલમાં પણ રહીને આવ્યા છે.

સી.આર. પટેલની કામગીરી આઈએઅસઓ આમ તો એમનું નામ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ છે પણ એમની ઓળખ સી.આર. પાટીલની જ છે. 2009માં સાંસદ બન્યા પછી એમણે એમની ઓફિસ આઈએસઓ કરાવી હતી. મુડીઝ પાસે કોઇ સાંસદએ પોતાની ઓફિસ માટે સર્ટીફીકેટ લીધુ હોવાની એ વિશ્ર્વની પ્રથમ ઘટના હતી. 2014માં નરેન્દ્રભાઇ મોદીએ જયારે સાંસદોને કોઇ એક ગામ દતક લેવાનું કહ્યું તો એમણે માત્ર 6 મહિનામાં ચીખલી ગામની કાયાપલટ કરીને દેશનું સૌપ્રથમ સાંસદ આદર્શ ગામ ચીખલીને બનાવ્યું હતું.

રાજ્યમાં 8 બેઠકો પર પેટાચૂંટણી જાહેર થઇ છે. પેટાચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોને જીતાડવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. બંને પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે અલગ-અલગ જગ્યા પર સભા સંબોધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર પણ શરૂ થયો છે. ભાજપના નેતાઓ કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે. તો કોંગ્રેસના નેતાઓ ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

અર્જુન મોઢવાડિયા કરજણ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના પ્રચાર માટે સભા સંબોધી રહ્યા હતા. તે સમયે તેમને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પર દારૂની ગાડીનું પાયલોટિંગ કરવાના આક્ષેપો કર્યા હતા. આ સાથે સી.આર.પાટીલ પર 107 કરતાં પણ વધારે પોલીસ કેસ હોવાનો આક્ષેપ અર્જુન મોઢવાડિયા કર્યો હતો. જાહેર સભા દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ પર આ પ્રકારના આક્ષેપો કરતા ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે અને ભાજપના નેતાઓ અર્જુન મોઢવાડિયાના નિવેદનને વખોડી રહ્યા છે.

અર્જુન મોઢવાડિયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, જ્યારે તે કોન્સ્ટેબલ હતા ત્યારે તે દારૂની ગાડીનું પાયલોટિંગ કરતા હતા. તેમાં પકડાય એટલે સસ્પેન્ડ થયા. બધા બત્રીસ લક્ષણા ભાજપમાં કેમ છે તે મને નવાઈ લાગે છે.

આ બાબતે ભાજપના નેતા પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના જુઠાણા અને બેબુનિયાદ પાયા વગરના આક્ષેપો ક્યારે પણ ચલાવી લેવામાં આવશે નહીં. ગુજરાતની જનતા જાણે છે કે, કોંગ્રેસને રોજ સવારે ઊઠીને નવા ખોટા આક્ષેપો ઉભા કરવા છે. હકીકત એ છે કે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ક્યારે પણ આવી ઘટનામાં સંકડાયેલા નથી. જો કોંગ્રેસ પાસે કોઈ પુરાવા હોય તો જનતા સમક્ષ મૂકો. હું અર્જુન મોઢવાડિયાને કહું છું કે, તેમની પાસે કોઈ પુરાવો હોય તો જનતા સામે મુકો બાકી ખોટા જુઠ્ઠાણા ચલાવવાનું બંધ કરો.

બીજી તરફ કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલે જણાવ્યું હતું કે, જેમના પર 107 કેસો છે તે છ મહિનામાં કઈ રીતે દૂધે ધોયેલા થઈ જાય. જનતાને વાસ્તવિકતાની ખબર છે જ્યારે પોલીસ કોન્સ્ટેબલ હતા ત્યારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. દારૂના કેસમાં તે પકડાયા હતા. તેમને પાયલોટિંગ કર્યુ હતું.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ