ગુજરાત : લાખો ગરબા ખેલૈયાઓને મોટો ઝટકો, ગરબામાં સોશિયલ ડિસ્ટન્સિંગ અશક્ય, આ વર્ષે નહિ યોજાય નવરાત્રિ …

656
Published on: 4:27 pm, Fri, 13 August 21
  • આ વખતે નવરાત્રિ યોજાશે કે નહીં ?
  • અમદાવાદમાં આયોજકો ગરબા યોજવા તૈયાર નથી
  • આ વર્ષે નહિ યોજાય ગુજરાતના સૌથી મોટા ગરબા
  • વડોદરા શહેરમાં મોટા ગરબાનું આયોજન નહી થાય
  • મોટા આયોજનનો સમય પણ હવે નથી રહ્યો
  • આયોજકોએ કહ્યું- રાજકારણીઓ જેવી ભૂલ ન કરાય

ચાલુ વર્ષે પણ નવરાત્રિ ના આયોજન પર ગ્રહણ લાગ્યું છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં કોરોનાની ત્રીજી લહેર આવવવાના સંકેત છે. ત્યારે આ વચ્ચે આવતો ગુજરાતનો સૌથી મોટો ગરબાનો તહેવાર ઉજવાશે કે નહિ તે મૂંઝવણ છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના સૌથી મોટા ગરબા આયોજકોએ ગરબા યોજના અંગે નનૈયો ભણ્યો છે. વડોદરાના મોટા ગરબા આયોજકો યુનાઈટેડ વે અને મા શક્તિ ના ગરબાનું આયોજન નહિ થાય તેવું કહ્યું છે. ત્યારે આયોજકોના આ નિર્ણયથી ગરબા ખેલૈયાઓને નિરાશા મળી છે.

Ramzat 2k19 - Indus University

રાજ્યમાં મોટા શહેરોમાં દર વર્ષ મોટા આયોજનકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે પરતું બે વર્ષથી કોરોના કહેરને પગલે ગરબા યોજી શકાતા નથી ત્યારે આ વર્ષે પણ ગરબા નહીં યોજાય તેવું લાગી રહ્યું છે કેમ કે ગરબા આયોજકોએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આશંકાએ આ વખતે ગરબા નહીં યોજવા તેવો નિર્ણય લીધો છે.મહત્વનું છે કે અમદાવાદ, સુરત,રાજકોટ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં મોટા ગરબાના મોટા આયોજનકો થતા હોય છે તેમજ પાર્ટી પ્લોટમાં પણ ખૈલયાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવાતી હોય છે ત્યારે વડોદરા અને અમદાવાદના આયોજકો આ વખતે ગરબા નહી યોજે તેવું જણાવી રહ્યા છે.

યુનાઇટેડ વે ઓફ બરોડાના હેમંત શાહે કહ્યું- ત્રીજા વેવની બીક છે. પરમિશન મળે તો પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવું જોખમ યુનાઇટેડ વે નહીં લે. ગરબાનું આયોજન નિયત સંખ્યામાં થાય તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રહે તેમ લાગતું નથી. આ વર્ષે આયોજન શક્ય લાગતું નથી.

Now, learn basic to advanced garba through apps

તો બીજી તરફ, અન્ય મોટા ગરબા આયોજક મા શક્તિ ગરબા પણ નહિ યોજાય. મા શક્તિ ગરબાના આયોજક જયેશ ઠક્કરે કહ્યું કે, ગરબાના આયોજક તરીકે આયોજનની વાત તો વિચારવાની પછી આવે છે. એક નાગરિક તરીકે હું માનું છું કે આ વર્ષે પણ ગરબાનું આયોજન ન કરવું જોઇએ. સરકાર પરવાનગી આપે તો આયોજન કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ તે પણ હિતાવહ તો નથી જ.

ત્રીજી લહેરની આશંકાને પગલે આ વર્ષે પણ નવરાત્રિનું આયોજન થાય તેમ લાગી રહ્યું નથી મોટા ભાગના આયોજકો એક જ સૂર કહી રહ્યા છે ત્યારે આ વખતે ગરબાનું આયોજન ટાળવું પડશે તેવું આયોજકો જણાવી રહ્યા છે.

Ahmedabad: Rain nightmare for Garba organisers

વડોદરાના મા શક્તિ ગરબાના આયોજક જયેશ ઠક્કરે કહ્યું- ગરબાના આયોજક તરીકે આયોજનની વાત તો વિચારવાની પછી આવે છે. એક નાગરિક તરીકે હું માનું છું કે આ વર્ષે પણ ગરબાનું આયોજન ન કરવું જોઇએ. સરકાર પરવાનગી આપે તો આયોજન કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ તે પણ હિતાવહ તો નથી જ.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317