ડ્રાઈવિંગ લાઈસન્સ અને ઈ-ચલણ સુધી બદલાઈ રહ્યા છે આ નિયમો, જાણો તમારા પર શું થશે અસર

1791
Published on: 7:29 pm, Sun, 27 September 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

દેશભરમાં મહત્તમ લોકો કાર અથવા બાઈક ચલાવતા સમયે માને છે કે, ખોટા દસ્તાવેજ કરી પણ ટ્રાફિક પોલીસથી બચી શકાય છે. વાત તો સાચી પણ છે કારણ કે, ઘણા બધા રાજ્યોમાં ટ્રાફિક પોલીસની પાસે દસ્તાવેજોને તરત સત્યાપન કરવાની સુવિધા ઉપલબ્ધ નથી, પરંતુ હવે એવુ બનશે નહી. હવે ટ્રાફિક અધિકારીઓની પાસે તમારા ડૉક્યૂમેન્ટ પહેલાથી જ હાજર રહેશે.કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટ 1989 માં સુધારો કર્યો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય નિવેદનમાં જણાવ્યું હતું કે મોટર વાહન નિયમ 1989 કરાયેલા વિભિન્ન સંશોધનો અંગે નોટીફિકેશન રજૂ કર્યું છે જેમાં મોટર વાહન નિયમો ની વધુ સારી દેખરેખ.

સરકારે શનિવારે કહ્યું હતું કે, ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઇ-ચલન સહિતના વાહન દસ્તાવેજો 1 ઓક્ટોબર 2020 થી માહિતી ટેકનોલોજી પોર્ટલ દ્વારા જાળવવામાં આવશે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વાહનના દસ્તાવેજોની તપાસ દરમિયાન ઇલેક્ટ્રોનિક માધ્યમથી માન્ય વાહનોના દસ્તાવેજોની જગ્યાએ ભૌતિક દસ્તાવેજોની માંગ કરવામાં આવશે નહીં.

જાણકારોનું કહેવુ છે કે, ટ્રાફિક અધિકારીઓની પાસે તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે જોડાયેલી જાણકારીઓ ઉપલબ્ધ હશે. તે સાથે જ સરકારનું કહેવુ છે કે, લાઈસન્સની જોગવાઈ દ્વારા અયોગ્ય અથવા નિરસ્ત કરવામાં આવેલ ડ્રાઈવિંગ લાઈસન્સનું વિવરણ પોર્ટલમાં રેકોર્ડ કરવામાં આવશે અને તેને સમય-સમય પર અપડેટ પણ કરવામાં આવશે.ભારતમાં મોટા ભાગના લોકો કાલકા બાઈક ચલાવતા સમય નકલી દસ્તાવેજ દેખાડીને ટ્રાફિક પોલીસથી બચવા ના પ્રયાસ કરતા હોય છે. મોટાભાગના રાજ્યોમાં ટ્રાફિક પોલિસની પાસે દસ્તાવેજોની તાત્કાલિક ચકાસણી કરવાની સુવિધા હોતી જ નથી. હવેથી ટ્રાફિક અધિકારીઓ પાસે તમારા દરેક ડોક્યુમેન્ટ પહેલેથી જ હાજર રહેશે. કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટ 1989 મા સુધારો કર્યો છે. સરકારે શનિવારના રોજ કહ્યું હતું કે ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઇ મેમો સહિતના વાહન દસ્તાવેજો 1 ઓક્ટોબર, 2020 થી ઇન્ફોર્મેશન ટેકનોલોજી પોર્ટલ દ્વારા તેની જાળવણી કરાશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ