બર્ડફ્લૂનો વધ્યો ખતરો : બર્ડ ફ્લૂથી થઇ જજો સાવધાન, જાણો કેવી રીતે ફેલાય છે અને શું છે તેના લક્ષણો

811
બર્ડફ્લૂ

કોરોના વાયરસે પહેલાથી દુનિચામાં હાહાકાર મચાવ્યો છે, તેવી સ્થિતિમાં વધુ એક બીમારીએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. દેશમાં હાલ બર્ડ ફ્લૂએ માથું ઉંચકર્યું છે. બર્ડફ્લૂના મામલા વધી રહ્યાં છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં તો બર્ડ ફ્લૂને લઇને એલર્ટ જારી કરી દેવાયું છે.

હિમાચલ પ્રદેશમાં માછલી, ચિકન પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. રાજસ્થાનમાં તો બર્ડ ફ્લૂના કારણે 500થી વધુ કાગડાના મોત થઇ ગયા છે. બાકીના રાજ્યોમાં પણ કંઇક આવો જ હાલ છે. આ બીમારી માત્ર પક્ષી માટે સીમિત નથી. બર્ડ ફ્લૂના વાયરલ હ્યુમન બોડીમાં પણ ફેલાઇ છે. જે ખૂબ જ ઘાતક સાબિત થઇ શકે છે. બર્ડ ફ્લૂએ દેશમા માથું ઉંચક્યું છે ત્યારે બીમારીના લક્ષણો, કારણો અને ઉપાય જાણીએ..

બર્ડ ફ્લૂથી થઇ જજો સાવધાન

કોરોનાકાળમાં હજી લોકો કોરોનાનો ઘા ભૂલ્યા નથી ત્યાં જ હવે રાજ્યમાં બર્ડ ફ્લૂની દહેશતે હાહાકાર મચાવી દીધો છે. દેશમાં ગુજરાત સહિત છ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા પુષ્ટિ કરાઇ છે ત્યારે હવે આ નવી મુસીબત સામે લોકોને સાવધાન રહેવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ સૂચના અપાઇ છે.ગુજરાત,કેરળ,રાજસ્થાન,મધ્ય પ્રદેશ,હિમાચલ પ્રદેશ,હરિયાણામાં પક્ષીઓનાં મોત થતાં ચકચાર મચી જવા પામી છે.કેન્દ્ર સરકારે ગાઇડલાઇન જાહેર કરાઇ છે.હિમાચલ-હરિયાણા સહિત અસરગ્રસ્ત રાજ્યોમાં કેન્દ્રીય ટીમ દોડાવાઇ છે.

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં હાઇએલર્ટ

ગુજરાતમાં બર્ડ ફ્લૂનાં બે કેસ સામે આવતા સ્થાનિક તંત્ર એલર્ટ પર છે.જૂનાગઢનાં માણાવદરનાં બાંટવા ગામે બે ટિંટોડીનાં મૃત્યુ થતાં બંનેનાં નમૂનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જૂનાગઢમાં બર્ડ ફ્લૂને લઇ સ્થાનિક પ્રશાસને બાંટવા ગામના અસરગ્રસ્ત વિસ્તાર પર પ્રતિબંધ મુકયો છે તો બીજી બાજુ તમામ રક્ષણાત્મક પગલા લેવા કલેક્ટરને આદેશ કરાયો છે.જુનાગઢના માંગરોળમાં 70 કાગડાઓના મોત થતાં હવે સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ છે.રાજ્યનાં તમામ ઝુમાં પક્ષીઘર બંધ કરવાનો હાલ સરકાર દ્વારા નિર્ણય કરાયો છે જેને પગલે વડોદરાનાં સયાજીબાગ ઝુનું પક્ષીઘર બંધ કરાયું છે.

કેવી રીતે ફેલાય છે બર્ડ ફ્લૂ?

બર્ડ ફ્લૂનું નામ એવિયન ઇન્ફ્લુએન્ઝા વાઇરસ છે.ભારતમાં પાંચ રાજ્યોમાં H5N1 વાયરસનાં નામથી આ વાયરસ ઓળખાય છે.પક્ષીઓની સાથે માણસોમાં આ વાયરસ ફેલાઇ શકે છે.સંક્રમિત પક્ષીને મારતા ચેપનો ખતરો વધી શકે છે તો બીજી બાજુ ઇંડાનું સેવન કરતાં ચેપ લાગવાની સંભાવનાને નકારી શકાતી નથી.ચેપ લાગતા આ રોગ પ્રાણઘાતક નીવડી શકે છે.

શું છે બર્ડ ફ્લૂનાં લક્ષણો?

બર્ડ ફ્લૂ એ એક પ્રકારનો શ્વસનતંત્રનો રોગ હોવાની જાણકારી સામે આવી છે.જેમાં વ્યકિતને તાવ,ઉધરસ,ગળામાં દુખાવો કે સોજો આવી શકે છે.માંસપેશીઓમાં દુખાવાની ફરિયાદ પણ થઇ શકે છે આ ઉપરાંત ન્યૂમોનિયાનાં લક્ષણ પણ હોઇ શકે છે જે આગળ જતાં મગજ-પાચનતંત્રને અસર કરી શકે છે.આ રોગ આગળ જતાં ઘાતક પુરવાર થઇ શકે છે.

ગળામાં ખરાશ
-નાક બંધ થઇ જવું
– થાક લાગવો
– ઠંડી લાગવી
– તાવ આવવો
-સાંધામાં દુખાવો થવો
– છાતીમાં દુખાવો થવો

બર્ડ ફ્લૂથી બચવાના ઉપાય

– ચિકન ઇંડા ખાવાનું બંધ કરવું
– વારંવાર હાથ ધોતા રહેવું
– પક્ષીઓથી દૂર રહેવું
– જે જગ્યાએ બર્ડ ફ્લૂનો પ્રકોપ હોય, તે સ્થાનથી દૂર રહેવું
– ઇન્ફ્લૂએન્ઝાની વેક્સિન લગાવવા માટે તબીબની સલાહ લેવી

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ