Home ગુજરાત કાલથી 150 ‘બિસ્માર’ ગાર્ડનો ખુલશે : 10 વર્ષથી નાના બાળકો અને વૃદ્ધોને...

કાલથી 150 ‘બિસ્માર’ ગાર્ડનો ખુલશે : 10 વર્ષથી નાના બાળકો અને વૃદ્ધોને એન્ટ્રી નહીં

120

ગુજરાત

કોરોના ઇફેકક્ટ્સ

કાલથી 150 ‘બિસ્માર’ ગાર્ડનો ખુલશે : 10 વર્ષથી નાના બાળકો અને વૃદ્ધોને એન્ટ્રી નહીં: છેલ્લા છ મહિનાથી બંધ શહેરના નાના-મોટા ગાર્ડનો, લેક ગાર્ડનો ગુરુવાર તારીખ 15 મીથી શરૂ કરવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો છે. કોવિડ ગાઈડ લાઈન પ્રમાણે 65 વર્ષથી વધુ ઉંમરના વડિલો અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે પ્રવેશ પર પ્રતિબંધ રખાયો છે, જ્યારે તમામ ગાર્ડનોનો સમય સવારે 6 થી 9 અને સાંજે 4 થી 7 વાગ્યાનો રહેશે. માત્ર યુવાઓ, દંપતિ, કિશોર વયના ગાર્ડનોમાં વોકિંગ કરી શકશે. 75 જેટલા શાંતિકુંજ બંધ રહેશે તેમજ ગાર્ડનમાં નાસ્તો પણ કરી શકાશે નહીં.

ગાર્ડનનો સમય સવારે 6 થી 9 અને સાંજે 4 થી 7 વાગ્યાનો રહેશે,75 શાંતિકુંજ ગાર્ડનો બંધ રહેશે,નાસ્તા પર પ્રતિબંધ,છેલ્લા છ મહિનાથી બંધ શહેરના નાના-મોટા ગાર્ડનો, લેક ગાર્ડનો ગુરુવાર તારીખ 15 મીથી શરૂ કરવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો છે. જો કે નવાઇની વાત એ છે કે મોટા ભાગના ગાર્ડનોની દશા ખરાબ હોવા છતાં 150 ગાર્ડન લોકો માટે ખોલી દેવાતા પાલિકાની લાલિયાવાડી બહાર આવી છે.

કોવિડ ગાઈડ લાઈન પ્રમાણે 65 વર્ષથી વધુ ઉંમરના વડિલો અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે પ્રવેશ પર પ્રતિબંધ રખાયો છે, જ્યારે તમામ ગાર્ડનોનો સમય સવારે 6 થી 9 અને સાંજે 4 થી 7 વાગ્યાનો રહેશે. માત્ર યુવાઓ, દંપતિ, કિશોર વયના ગાર્ડનોમાં વોકિંગ કરી શકશે. 75 જેટલા શાંતિકુંજ બંધ રહેશે તેમજ ગાર્ડનમાં નાસ્તો પણ કરી શકાશે નહીં.

ઉલ્લેખનિય છે કે ગાર્ડન ખોલવાની ગાઇડલાઇન જાહેર થયાના 15 દિવસ થયા હોવા છતાં પાલિકાએ ગાર્ડનના મેઇન્ટેનન્સની કામગીરી ન કરી ખરાબ હાલતના ગાર્ડન જ લોકો માટે ખોલી દીધા. અમુક જગ્યાએ તો ગંદકીનું સામ્રાજ્ય છે. ગાંધી ગાર્ડનમાં તો ઇલેક્ટ્રિક વાયર અવ્યવસ્થિત જોવા મળ્યા હતાં. ફ્લોરલ ગાર્ડન-ઉમરા ખાતે ઘણા લાઈટના પોલ તુટી જવા પામ્યા છે. ઘણી જગ્યાએ પોલના વાયરો પણ ખુલ્લા જોવા મળ્યા હતા. જ્યોતિ વૈદ્ય ઉધાનમાં તો હીંચકાઓમાં કાટ લાગી ગયો છે. જે બાળકો માટે જોખમી સાબિત થઇ શકે છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ