રાજકોટ ગુજરાત
રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ભાજપ પૂર્વ કોર્પોરેટર ગેરકાયદે હથિયારો સાથે ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન પૂર્વ કોર્પોરેટર સંજય ધવાને ઝડપી પાડી તેની કારની તપાસ કરતાં કારમાંથી ગેરકાયદે હથિયારો મળી આવ્યાં હતાં, જેથી પોલીસે પૂર્વ કોર્પોરેટરની અટકાયત કરી ગેરકાયદે હથિયારો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
રાજકોટ: હાલ રાજકોટ રાજ્યના ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણ વધવાને કારણે રાત્રિ કર્ફ્યૂ (Night curfew) લાદવામાં આવ્યો છે. આ દરમિયાન બહાર નીકળતા લોકો સામે પોલીસ (Rajkot police) કડક હાથે કાર્યવાહી કરી રહી છે. ત્યારે રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બહાર નીકળનારા ભાજપના પૂર્વ કોર્પોરેટર ને પાંચ કારતૂસ અને દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી પાડ્યા છે. આ મામલે પોલીસે પૂર્વ કોર્પોરેટર સમક્ષ ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે. પૂર્વ કોર્પોરેટર સંજય ધવા વર્ષ 2010માં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ (BJP)ના નિશાન પર ચૂંટાયા હતા.
પૂર્વ કોર્પોરેટર સંજય ધવા વર્ષ 2010માં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટાયા હતા
કોરોના સંક્રમણ અટકાવવા માટે શહેરમાં રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. ત્યારે પ્રદ્યુમનગર પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ભાજપ પૂર્વ કોર્પોરેટર સંજય ધવા ગેરકાયદે હથિયારો સાથે ઝડપાયા હતા. પોલીસે કારની તપાસ કરતાં કારમાંથી 5 કારતૂસ અને દેશી બનાવટની પિસ્તોલ ઝડપાઈ હતી, જેથી પોલીસે પૂર્વ કોર્પોરેટર સમક્ષ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પૂર્વ કોર્પોરેટર સંજય ધવા વર્ષ 2010માં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટાયા હતા.
સંજય ઘવાની કારમાંથી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ મળ આવી
DCP ઝોન 2ના મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર ભાજપના નેતા અને વોર્ડ નંબર 23ના પૂર્વ કોર્પોરેટર સંજય ઘવાને ગેરકાયદેસર હથિયાર સાથે પ્રદ્યુમનનગર પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ શહેરમાં હાલમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં ગઇકાલે રાત્રીના સમયે એરપોર્ટ ફાટક નજીક એક કાર અટકાવી જેમાં કમલેશ સરાધારા નામનો વ્યક્તિ શંકાસ્પદ હાલત માં મળી આવ્યો હતો અને તેને ત્યાં પોતાના શેઠ પૂર્વ કોર્પોરેટર સંજય ઘવાને બોલાવ્યા હતાં. જેની તપાસ કરતા પોલીસને સંજય ઘવાની કારમાંથી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને 5 કાર્ટિઝ મળી આવ્યાં હતા.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
પ્રદ્યુમનનગર પોલીસે આર્મ્સ એકટ કલમ 25(1-બી)–એ તથા આઇ.પી.સી. કલમ-188 મુજબ કાર્યવાહી હાથ ધરી છે.. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સંજય ઘવા છેલ્લા 2 વર્ષથી દેશી બનાવટની પિસ્તોલ રાખતો હતો અને આ પિસ્તોલ તેને નોર્થ ઇન્ડિયાના કોઇ વ્યક્તિ પાસેથી મંગાવી હોવાનું સામે આવ્યું છે.
તલાશી દરમિયાન તેમના કારના ડેસ બોર્ડના ખાનામાંથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. સાથે જ કારતૂસ નંગ 5 મળી આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)–એ તથા આઇ.પી.સી. કલમ ૧૮૮ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ પૂર્વ કોર્પોરેટર પાસે રહેલી કાર, ગેરકાયદેસર હથિયાર તેમજ કારતૂસ કબજે કરવામાં આવ્યા છે.
સંજય ધવા વર્ષ 2010માં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના નિશાન પર ચૂંટાયા હતા. વર્ષ 2010થી 2015 દરમિયાન વોર્ડ નંબર 23નાં કોર્પોરેટર તરીકે તેઓ રહ્યા હતા. જે બાદમાં વર્ષ 2015ની ચૂંટણી પહેલાં સિમાંકન ફરતા વોર્ડ નંબર 23નો કેટલોક ભાગ વોર્ડ નંબર 17માં ભેળવવામાં આવ્યો હતા, જ્યારે કેટલોક ભાગ વોર્ડ નંબર 18માં ભેળવવામાં આવ્યો છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ