ભાજપના ધારાસભ્ય હિતુ કનોડીયાનો CM વિજય રૂપાણીને લખ્યો પત્ર ,કહ્યું-લોકડાઉનમાં હાલત કફોડી થઈ છે

616
Published on: 6:30 pm, Tue, 22 September 20

ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

રાજ્યમાં નવરાત્રિનું આયોજન કરવું કે નહી તે વિશે લોકોમાં મતભેદ છે. લોકો આ મામલે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. નવરાત્રિ રદ્દ કરવી કે નહી તે વિશે સામાન્ય વ્યક્તિથી લઇ નેતાઓ પણ ચર્ચા કરી રહ્યા છે. નવરાત્રિને લઇ તબીબોએ સ્પષ્ટ કહી દીધુ છે કોરોના મહામારીમાં આ પ્રકારનું આયોજન કરવું જોઇએ નહી તથા જો રાજ્યમાં નવરાત્રિ માટે પરવાનગી આપવામાં આવશે તો તબીબો આ સમયગાળા દરમિયાન કોરોના સંક્રમિત થનારા લોકોની સારવાર કરશે નહી. ત્યાં જ હવે આ મામલે મનોરંજન જગત સાથે સંકળાયેલા અને ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

ભાજપના ધારાસભ્ય હિતુ કનોડીયાનો CM વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જેમા તેમણે જણાવ્યું છે કે, કલાકાર-કસબીઓને સહાય આપવામાં આવે નહી તો નાછૂટકે આપઘાતનો માર્ગ અપનાવે તેવા સંજોગો ઉભા થઇ શકે છે? મનોરંજન જગતના કલાકાર-કસબીઓની ગંભીર સ્થિતિમાં સત્વરે સહાયભૂત થવા ભાજપનાં ધારાસભ્ય અને અભિનેતા હિતેશ કનોડીયાએ સીએમને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે મનોરંજન જગતના કલાકાર-કસબીઓની આર્થિક હાલત માર્ચ-2020થી કોરોના મહામારી અને લોકડાઉનમાં ખૂબ જ કફોડી થઈ ગઈ છે.

હિતુ કનોડિયાએ પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, મજબૂરીમાં નાછૂટકે આત્મહત્યાનો માર્ગ અપનાવવો પડે એવા સંજોગો નિર્માણ થયા છે. આથી ગંભીરતાને ધ્યાનમાં લઈ તાકીદે આર્થિક સહાયની જાહેરાત કરવા રજુઆત કરી છે. હિતુ કનોડિયાએ પત્રમાં લખ્યું છે કે, કોરોના મહામારી અને લોકડાઉનના કારણે લોકસંગીત, લોકનાટ્ય, ઓરકેસ્ટ્રા, નાટક, નૃત્ય વગેરેના કલાકાર કસબીઓનો સમાવેશ થાય એપ્રિલ-2020 થી આજે છ મહિના પછી પણ નાટ્યગૃહો, સીનેમાગૃહો, જાહેર કાર્યક્રમો, પ્રસંગો, મેળાવડા, સરકારી ઇવેન્ટ્સ વગેરે બધું જ બંધ છે અને ક્યારે શરૂ થશે તે અંગે હજી અનિશ્ચિતતા છે. અને કદાચ જલ્દી શરૂ થાય તો પણ પ્રજા પાસે એ માટે ખર્ચ કરવાની આર્થિક જોગવાઈ હશે કે કેમ તે પ્રશ્ન છે.

આજે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને કોરોના ના કારણે આવેલ લોકડાઉન ના લીધે મનોરંજન જગત ના કલાકાર કસબીઓ ની ગંભીર – આર્થિક સ્થિતિ માં સત્વરે સહાયભૂત થવા માટે પત્ર આપી વિનંતિ કરી :હિતુ કનોડીયા

 

સંવાદદાતા વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

 

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ