સુરતમાં ભાજપ નેતાઓને નથી રહ્યો નિયમોનો ડર, પોતાની દીકરીનો જન્મદિવસ રાત્રે જાહેરમાં ઉજવી કાયદાના લીરે લીરા ઉડાવ્યા..

1574
Published on: 5:00 pm, Sat, 19 June 21
ઉજવણીમાં પોલીસના જાહેરનામા સાથે કોરોના ગાઈડલાઈન્સ પણ નેવે મૂકી દેવાઈ

સુરતમાં ફરી એકવાર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં બૂટલેગરો બાદ રાજકીય પાર્ટીના આગેવાનો સૌથી આગળ છે ત્યારે સુરત નજીક આવેલ કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતાએ પોતાની પુત્રીનો જન્મ દિવસ જાહેરમાં ઉજવી લોકોને એકત્ર કરી નિયમો સાથે પૂર્ણ અને ગાઈડલાઈનના ધજાગરા ઉડાડતાં વીડિયો સામે આવ્યો છે.

સુરતમાં કાયદાને નેવે મૂકી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા અનેક વીડિયો વાઈરલ થયા છે અને પોલીસે તેઓની સામે કાર્યવાહી પણ કરી છે. કાયદાની આ ધજીયા ઉડાવવામાં ખુદ પોલીસ કર્મીઓ પણ બાકાત રહ્યા નથી. ત્યારે સુરતમાં આવો જ એક વધુ વીડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. સામાન્ય લોકો તો ઠીક પણ હવે નેતાઓ પણ આ નિયમ તોડવામાં બાકાત રહ્યા નથી. કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા અને ભાજપ અગ્રણી રાજકુમાર સિંહ દ્વારા પોતાની દીકરીનો જન્મદિવસ જાહેરમાં ઉજવવમાં આવ્યો હતો અને હવે તે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

સતત આવા વીડિયો વાયરલ થયા બાદ હાલ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો સુરત નજીક આવેલા સચિનના કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા રાજ કુમાર સિંહનો છે. તે પોતાની પુત્રીનો જન્મ દિવસ હોવાને લઇને લોકોને મોટી સંખ્યામાં એકત્ર કરી જાહેરમાં પોતાની દીકરી પાસે જન્મદિવસની કેક કપાવી કોરોના guidelineના ધજાગરા તો ઉડાવ્યા છે પરંતુ સાથે સાથે સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો પણ ભંગ કરતાં જોવા મળ્યો હતો.

સોશિયલ મીડિયામાં વાયરલ થતાંની સાથે જ લોકોએ આહુતિ આપવાની શરૂ કરી છે. જો કે આ રાજકીય આગેવાન એ પોતાની દીકરીનો જન્મ દિવસની ઉજવણી તો કરી પણ ત્યાં જાહેરમાં એકબીજાને કેરી ખવડાવી મોટા પ્રમાણમાં ફોટો શૂટ કર્યું હતું જો કે અહીંયા લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.

માસ્ક અને શોશ્યલ ડીસટનસના ધજાગરા
કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા રાજકુમાર સિંહ દ્વારા પોતાની દીકરીનો જન્મદિવસ જાહેરમાં ઉજવવમાં આવ્યો હતો. જે વીડિયોમાં જોઈ શકાય છે કે, ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર છે, અને કોઈ પણ વ્યક્તિએ માસ્ક પહેર્યું નથી. એટલું જ નહી સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાયું નથી અને કાર પર કેક રાખી કેક કાપવામાં આવે છે. ત્યારબાદ ત્યાં હાજર લોકો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. એક બીજાને કેક ખવડાવી ફોટો સેશન પણ કરવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન હવે જોવાનું એ રહ્યું કે, આ રાજકીય પાર્ટીના આગેવાનો વિરુદ્ધ પોલીસ કયા પ્રકારની ક્યારે અને કેવી રીતે કાર્યવાહી કરે છે. આ ઉપરાંત જે રીતે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે તેને લઈને મોટા પ્રમાણમાં સવાલો પણ ઉભા થયા છે. કારણ કે, બુટલેગરો બાદ સૌથી વધારે નિયમોનો ભંગ રાજકીય પાર્ટીના આગેવાનો અને નેતા કરી રહ્યા હોય તેવુ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317