ગુજરાત: ભાજપ યુવા મોરચાના પ્રમુખ દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપાયા, પોલીસે કરી આ કાર્યવાહી

1975
Published on: 3:51 pm, Wed, 23 December 20

ઘોળકા ગુજરાત

ગુજરાતમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એમ છતાં સરકાર દ્વારા અવારનવાર દારૂના જથ્થાબંધ મુદામાલ ઝડપાયો હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. અમદાવાદમાં આવેલ ધોળકામાં ભાજપના યુવા નેતા વિદેશી દારૂ સાથે પકડાયા છે.

ઘોળકામાં DySPની ટીમે પુલેન સર્કલ પાસેથી બાતમીના આધારે ભાજપના યુવા નેતા નીરવ કાછીયાની ધરપકડ કરી હતી. પોલીસે હાલ 11 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ભાજપ શહેર યુવા મોરચાના પ્રમુખ નીરવ કાછીયા પટેલ કુલ 3 નંગ વિદેશી દારૂ સાથે પકડાયો છે. અમદાવાદ જિલ્લાના બાવળા તથા ધોળકા તાલુકામાં બુટલેગરો દ્વારા ગેરકાયદેસર ઈંગ્લીશ દારૂની હેરાફેરી તથા કટીંગ સતત વધતું જઈ રહ્યું છે ત્યારે ધોળકા પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં જિલ્લા પોલીસવડાની સુચનાથી પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.

જેમાં ધોળકા શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન નીરવભાઈ બાલકૃષ્ણભાઈ કો.પટેલને એક મીણીયાના થેલામાં ગેરકાયદેસર પાસ પરમીટ વિના ઈંગ્લીશ દારૂની 3 બોટલની કિંમત 1,500 અને એક મોબાઈલની કિંમત 10,000 સહિત કુલ 11,500 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,

જ્યારે પ્રાથમિક તપાસમાં પકડાયેલ શખ્સ ધોળકા શહેર ભાજપ યુવા મોરચાનો પ્રમુખ હોવાનું સામે આવતાં સ્થાનિક ભાજપના રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો. યુવા ભાજપના પ્રમુખ જ દારૂની સાથે ઝડપાતા ભાજપના હોદ્દેદારો સહિત આગેવાનોમાં અનેક ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી.

ધોળકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઇએ કહ્યું હતું કે, પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. બાતમીને આધારે પુલેન સર્કલ પાસેથી દારૂ સાથે નીરવ કાછીયાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમની પાસેથી એક થેલામાં કુલ 3 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ