- ભાજપના સાંસદની પુત્રવધૂએ પોતાના હાથની નસ કાપી
- પુત્રવધૂએ પતિ આયુષ પર ગંભીર આરોપો લગાવ્યા
- સાંસદ કૌશલ કિશોરનો પરિવાર ફરી વિવાદમાં આવ્યો છે.
- સાંસદના દિકરાની વહુએ આપઘાતનો પ્રયાસ કર્યો છે.
- સાંસદની પુત્રવધૂએ હાથની નસ કાપી
ભાજપ સાંસદ વહુએ હાથની નસ કાપી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો, વાઈરલ વીડિયોમાં કહ્યું- 'તમે ખુશ રહો'@BJP4UP @IYCUttarakhand https://t.co/HQ6IB3FERA pic.twitter.com/n8RhTiKlBF
— VIPUL MUNJANI (@vipul_munjani) March 15, 2021
ઉત્તર પ્રદેશ ના મોહનલાલગંજ લોકસભા સીટથી ભાજપ ના સાંસદ કૌશલ કિશોર ના ઘરનો હાઈવોલ્ટેજ ડ્રામા ચાલુ છે. સાંસદ કૌશલ કિશોરની પુત્રવધુ અંકિતાએ આત્મહત્યાની ધમકી આપ્યા બાદ પોતાના હાથની નસ કાપી લીધી છે. ત્યારબાદ અફરાતફરીમાં તેને લખનઉની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અહીં તે સારવાર હેઠળ છે.
સાંસદની વહુએ કરી આત્મહત્યાની કોશિશ
અત્રે જણાવવાનું કે સાંસદ કૌશલ કિશોર ની વહુ અંકિતાએ રવિવારે મોડી રાતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેણે પતિ આયુષ પર ગંભીર આરોપ લગાવ્યા. આ સાથે જ આત્મહત્યાની વાત પણ કરી. સિવિલ હોસ્પિટલમાં અંકિતા સારવાર હેઠળ છે. ડોક્ટરોએ કહ્યું કે તેની હાલાત હવે ઠીક છે. તેના જીવને કોઈ જોખમ નથી.
વહુ અંકિતાએ સાંસદના પરિવાર પર લગાવ્યો આ આરોપ
ભાજપ ના સાંસદ કૌશલ કિશારની પુત્રવધુ અંકિતા એ પતિ આયુષના ઘરવાળા પર ગંભીર આરોપ લગાવ્યા છે. અંકિતાએ કહ્યું કે બધુ બર્બાદ થઈ ગયા બાદ જીવ આપી દીધા સિવાય કોઈ વિકલ્પ નથી. પોલીસ સ્ટેશનની લઈને મોટા અધિકારીઓ સુધી કોઈ મારી વાત સાંભળવા તૈયાર નથી. આયુષ ના પરિવારજનોએ મારો નંબર બ્લોક કરી દીધો છે. કોઈ સંસ્થા મારી મદદ માટે આગળ આવતી નથી.
અંકિતાએ કહ્યું - સાંસદ પરિવારે મને જીવવા માટે છોડી નથી
અંકિતાએ તેના વીડિયોમાં કહ્યું હતું કે, ‘હું કોઈની સાથે લડી શકતી નથી કારણ કે તમારા પિતા સાંસદ અને માતા ધારાસભ્ય છે, કોઈ મારી વાત સાંભળશે નહીં, હું તમને કેવી રીતે મારી શકું, તમે કેટલું ખોટું બોલી રહ્યા છો, તમે અને તમારા પરિવારે મને જીવવા માટે છોડી નથી.
આયુષે કહ્યું કે, કેવી રીતે અંકિતા સાથે લગ્ન થયા
આયુષે એક સપ્તાહ પહેલાં વીડિયો જાહેર કરીને કહ્યું કે, 7 મહિના પહેલાં મારી અંકિતા સિંહ સાથે મુલાકાત થઈ હતી. ત્યારપછી તેના તરફથી મને લગ્નનું દબાણ કરવામાં આવતું હતું. હું તેના પ્રેમમાં પાગલ હતો. તેથી ઘરના લોકોની વિરુદ્ધ જઈને મેં તેની સાથે લગ્ન કર્યા. રેલવેના પાટા પર બેસાડીને અંકિતાએ મને વીડિયો કોલ કરાવ્યો અને મને કહ્યું કે, તમારા પિતાને કહો કે હું આત્મહત્યા કરવા જઉ છું. આ ડ્રામાથી મારા પિતાને ખૂબ આઘાત લાગ્યો હતો.
વાયરલ વીડિયોમાં કહી હતી આત્મહત્યાની વાત
અંકિતા વીડિયોમાં વધુમાં કહી રહી છે, તુ (આયુષ) પોતે કહેતો હતો કે ઘરવાળા મને પ્રેમ નથી કરતા. હું દરેક પગલે તારી સાથે રહીશ, પરંતુ તેં મારું બધું જ છીનવી લીધું. તેં તો કંઈ ગુમાવ્યું નથી. તું તારા ઘરવાળા પાસે પાછો જતો રહ્યો. મારા વિશે વિચાર્યું નહીં. ભાડું પણ ભરવાનું બાકી છે. ગેસ સિલિન્ડર પણ નથી. મેં ખાધું છે કે નહીં, તેં એ વિશે ક્યારેય પૂછ્યું પણ નથી. હવે હું જઈ રહી છું….ખૂબ દૂર. તુ યાદ રાખજે. મારી ભૂલ થઈ ગઈ જે તારી સાથે હતી.
સંવાદદાતા વિપુલ મૂંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317