ભાજપમાં ભડકો : BJPના સાંસદ મનસુખ વસાવાનું રાજીનામું, C.R. પાટિલે કહ્યું ‘નારાજગી છે, દૂર કરવામાં આવશે’

3515
Published on: 4:05 pm, Tue, 29 December 20

ભાજપ રાજીનામું

મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ C R Patilને લેખિતમાં રાજીનામું આપ્યું છે. અને એટલું જ નહીં પણ આ રાજીનામાંનો લેખિત પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોતાના પત્રમાં મનસુખ વસાવાએ પાર્ટી પર કોઈ પણ આરોપ પ્રતિઆરોપ કર્યા વિના એક મુખ્ય કારણ આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે મારી ભૂલથી પાર્ટીને કોઈ નુકસાન ન પહોંચે તેની માટે હું રાજીનામું આપું છું.

ભાજપમાં થઈ ગઈ દોડધામ
સાંસદ મનસુખ વસાવાના પક્ષમાંથી અચાનક રાજીનામાને પગલે હાલ ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. હાલ ગાંધીનગર કમલમ ખાતે વસાવાને મનાવવા માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે રાજીનામું આપ્યા બાદ મનસુખ વસાવા પણ કમલમ્ પહોંચ્યા છે. હાલમાં સી. આર પાટીલ અને મનસુખ વસાવા વચ્ચે ચર્ચા ચાલી રહી છે.

સાંસદ તરીકે પણ રાજીનામું આપીશ : વસાવા
પ્રદેશ પ્રમુખ C R પાટીલને ભાજપમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે તેમણે એમ પણ કહ્યું હતું કે સાંસદ તરીકે પણ આગામી સમયમાં રાજીનામું આપશે. આવામાં કહી શકાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં મનસુખ વસાવાનું રાજીનામું ભાજપ માટે મોટો ઝટકો સાબિત થયો છે.

સાંસદ મનસુખ વસાવાએ પત્રો લખીને સર્જેલા વિવાદ
3 ડિસેમ્બર 2020ના રોજ સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ-જેહાદ સામે કડક કાયદો બનાવવા માટે અને રાજ્યની આદિવાસીપટ્ટીમાં યુવતીઓને વેચાતી અટકાવવા માટે રાજ્યના CM વિજય રૂપાણીને સ્ફોટક પત્ર લખીને રજૂઆત કરી છે. મનસુખ વસાવાએ લવ-જેહાદ મુદ્દે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. તેમના આક્ષેપોને એક તરફ મોટી સંખ્યામાં લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે, ત્યારે હવે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ લવ-જેહાદ બાદ ગરીબ આદિવાસીઓની છોકરીઓને વેચવામાં આવતી હોવાનો મુદ્દો ઉઠાવતાં ખળભળાટ મચ્યો છે. આ પહેલાં ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેશ મહેતા(સોટ્ટા)એ ગુજરાતમાં લવ-જેહાદ મુદ્દે કાયદો કડક બનાવવા સરકાર સમક્ષ પોતાની માગ મૂકી હતી.

વસાવા લોકો માટે લડે છે તે પાર્ટી માટે ગૌરવની વાત છે, તેમની નારાજગી દૂર  કરીશું: પાટીલ | c r patil press conference over Mansukh Vasava resigns |  Gujarati News - News in

વસાવાએ અગાઉ ડૉ.રાજીવ ગુપ્તાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો અને તેમને અંગ્રેજ અધિકારી ગણાવ્યા હતા. તાજેતરમાં જ તેમમે લવ જેહાદના મુદ્દે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પૈસાની મજબૂરીમાં આદિવાસી દીકરીઓ વેચાઇ રહી છે. આમ આ સ્થિતિમાં  કદાય મનસુખ વસાવાની લાગણીને વાચા ન મળી હોય અથવા તો તેમને ભારતીય જનતા પાર્ટી તરફથી ઠપકો આપવામાં આવ્યો હોય તેવું બની શકે છે.

‘મનસુખભાઈ અમારા સાંસદ છે તેનું અમને ગૌરવ છે’
CR પાટિલ કહ્યું મનસુખ વસાવા અમારા સિનિયસ સાંસદ છે અને તેમણે અમારી સામે લાગણી વ્યક્ત કરી હતી. મનસલુખ વસાવા લાગણીશીલ માણસ છે. તેઓ લોકો માટે લડવાની પોતાની ફરજ છે તેમાં તેઓ ખુબ સારું કામ કરતા રહેશે. અમારા માટે ગૌરવ છે કે મનસુખ ભાઈ જેવા વ્યક્તિ અમારા સાંસદ છે, તેમની રજૂબઆત મુદ્દે આજે હું મુખ્યમંત્રીને મળ્યો હતો.જેથી તેમની જે નારાજગી છે તે દૂર કરવામાં આવશે.’

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ