અચાનક બગડી ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાની તબિયત, પ્લેનથી સારવાર માટે મુંબઈ લઇ જવાયા…

622
Published on: 7:14 pm, Sat, 6 March 21
  • પ્રજ્ઞાસિંહ ઠાકુરની તબિયત બગડી
  • હવાઈ માર્ગે મુંબઈ લઇ જવાયા
  • ભોપાલના સાંસદ છે પ્રજ્ઞા ઠાકુર

ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની તબિયત અચાનક ખરાબ થઇ ગઇ છે. તેમને ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઇ સારવાર માટે લઇ જવામાં આવી રહ્યા છે. સાંસદને સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી સાંસદ સાધ્વી પ્રજ્ઞા છેલ્લા ઘણાં દિવસોથી સતત મીટિંગ્સ કરી રહ્યાં હતા. શુક્રવાર સાંજે તેમનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું. પ્રયત્નો છતાં બ્લડ પ્રેશર ન ઘટતાં શનિવારે સવારે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી. ત્યારબાદ તેમને કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ગંભીર બીમારીઓનો સામનો કરી રહેલા સાધ્વી પ્રજ્ઞાને થોડાક દિવસો પહેલા એમ્સ દિલ્હીમાં ભરતી કરવામાં આવ્યા હતા. તે સમયે પણ સાંસદને શ્વાસ લેવામાં મુશ્કેલીની સમસ્યા થઇ હતી. ગત વર્ષે ડિસેમ્બરમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ પણ તેમને એમ્સમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

પ્રજ્ઞાસિંહ ઠાકુરને મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાજપ સાંસદને શનિવાર બપોરે શ્વાસ લેવામાં તકલીફ થઇ. જ્યારબાદ તેમને સારવાર માટે મુંબઈ લઇ જવાયા.

મળતી માહિતી અનુસાર, ગત મહિને જ ભાજપ સાંસદની તબિતય બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગત કેટલાક દિવસોથી તેઓ સતત બેઠક કરી રહ્યા હતા. શનિવારે એટલે કે આ જે પણ તેમણે દિશા સમિતીની જિલ્લા પંચાયત કાર્યાલયમાં રાખેલી બેઠકમાં સામેલ થવાનું હતું. પરંતુ તે પહેલા તેમની તબિયત બગડી ગઇ.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317