ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાનું કોરોનાકાળમાં સરઘસ કિંજલ દવે અને ભાજપ નેતા શશિકાંત પંડ્યાએ જનમેદની વચ્ચે કરી ડીજેના તાલે ‘ઘોડેસવારી’, સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ

502
Published on: 7:05 pm, Sat, 3 October 20

ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

વધુ એક ભાજપ નેતાએ કોરોનાકાળમાં સરઘસ કાઢ્યું સોશિયલ ડિસ્ટન્સના નિયમની વાત નેતાઓને લાગુ પડતી નથી.કોરોનામાં સૂફિયાણી સલાહો આપતી ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવેએ વરઘોડો જોયો કે જોયા રૂપિયા : નિયમોને ભૂલી, ક્યાં ગઈ સલાહો.

ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાનું કોરોનાકાળમાં સરઘસ કિંજલ દવે અને ભાજપ નેતા શશિકાંત પંડ્યાએ જનમેદની વચ્ચે કરી ડીજેના તાલે ‘ઘોડેસવારી’, સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ.

કોરોના કાળમાં છેલ્લા છ માસથી જ્યારે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સરકાર દ્વારા, પ્રશાસન દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા અને મોબાઈલની રીંગ ટોન દ્વારા સતત સલાહ આપવામાં આવી રહી છે ત્યારે કોરોનાનું સંક્રમણ ન પ્રસરે તે માટે સ્વયં શિસ્તના ભાગરૃપે એક તરફ જિલ્લામાં ઘણા દેવસ્થાનો છ-છ માસથી બંધ છે, કથા, સપ્તાહ, લગ્ન સહિતના આયોજન સામાન્ય લોકો ટાળી રહ્યા છે ત્યારે બીજી તરફ ભાજપના નેતાઓ સ્વયં પ્રશસ્તિનો એક પણ ઉપક્રમ છોડવા માગતા નથી. ડો. ભારતીબહેન તો આયુર્વેદિક ડોક્ટર છે, સાંસદ છે અને હવે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે ત્યારે તેઓ આ પ્રકારે સ્વાગત રેલી નહીં યોજીને લોકોમાં મેસેજ પ્રસરાવી શક્યા હોત. પરંતુ તેમ થયું નથી.

દિલ્હીમાં તબલિગી જમાતના કાર્યક્રમ સામે સવાલો ઉઠાવનારી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે તબલિગી જમાતને પણ સારી કહેવડાવે તેવા સાબિત થઇ રહ્યા છે. વાત છે ડીસા ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યાની કે જેમણે ડેડોલ ગામે રોડના ખાતમુહૂર્તમાં કોરોનાના નિયમોને કોરાણે મુકી મોટા પાયે કાર્યકર્તાઓ અને લોકોની ભીડ એકત્ર કરી. ભીડ જોઇને જાણે કે શૂરાતન ચઢ્યું હોય તેમ શશીકાંત પંડ્યા અને ગાયિકા કિંજલ દવેએ ઘોડા પર બેસી વરઘોડો પણ કાઢ્યો. ભાજપના નેતાઓ વારંવાર ભીડ ભેગી કરી કોરોનાને સામેથી આમંત્રણ આપી રહ્યા છે. પરંતુ સામાન્ય પ્રજાને દંડ ફટકારતું તંત્ર અને પોલીસ ભાજપના નેતાઓ સામે રીતસરનો મુજરો કરી રહ્યું છે.

બનાસકાંઠાના ડેડોલ ગામમાં રોડના ખાતમુહૂર્ત જેવા મામૂલી કામમાં ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ કોરોનાની મહામારીને કોરાણે મુકી મોટા પાયે ભીડ એકત્ર કરી. કાર્યક્રમમાં ગાયિકા કિંજલ દવે પણ ઉપસ્થિત રહી. કિંજલ દવેને જોવા લોકોની ભીડ ઉમટી પડી. ભીડ જોઇને સ્વાભાવિક રીતે જ નેતાઓ ભૂરાયા થાય. અહીં પણ એમજ બન્યું. ભીડ ભેગી કરીને ધરાયા ન હોય તેમ શશીકાંત પંડ્યાએ વરઘોડો પણ કાઢ્યો. શશીકાંત પંડ્યા અને કિંજલ દવે ઘોડા પર સવાર થયા અને ગામમાં રીતસર તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો. વરઘોડામાં લોકોના ટોળા મોટા પાયે એકઠા થયાં. કિંજલ દવેના જ ગીતો અને ડીજેના તાલ પર લોકો કોરોના અને ભાન બંને ભૂલીને નાચ્યા. કિંજલ દવેએ ઘોડા પર બેસી ધારાસભ્ય સાથે સેલ્ફી પણ લીધી.

તંત્ર દ્વારા નિયમોનો અમલ માત્ર સામાન્ય લોકો સામે જ કરવામાં આવી રહ્યો છે. શું નિયમો માત્ર સામાન્ય લોકોને જ લાગુ પડે છે ? ભાજપના આગેવાનો તેનાથી પર છે ?

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ