રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની સ્થિતિ નાજુક, 48 કલાકથી વેન્ટિલેટર પર,સુરતથી ચાર ડોકટરોની ટીમ પહોંચી રાજકોટ

638
Published on: 9:33 am, Wed, 16 September 20

રાજકોટ ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

સુરતથી ચાર ડોકટરોની ટીમ પહોંચી રાજકોટ, ડો. સમીર ગામી , ડો.હરેશ વસ્તપરા , ડો.કપલેશ ગજેરા અને ડો.નિલય પહોંચ્યા રાજકોટ,ચાર્ટડ ફલાઇટમાં તબીબો રાત્રીના 1 વાગ્યે પહોંચ્યા રાજકોટ,સુરત થી આવતા તમામ ડોકટર છે ચેસ્ટ ફિઝિસ્યન

         રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અત્યારે ખુબ જ નાજુક સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. તેમને હાલમાં ફેફસાની નળીઓમાં લોહી ગંઠાઇ જવાની સમસ્યા છે. ફેફસાની નળીઓમાં લોહી ગંઠાઇ જવાને કારણે ફેફસામાં ઓક્સિજન અને કાર્બનડાયોક્સાઇડનું આદાન-પ્રદાનને ભારે અસર થઇ છે જેને કારણે ભારદ્વાજના શરીરમાં કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ વધુ રહે છે. હાલમાં ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખીને પુરતો ઓક્સિજન આપવાનું શરૂ કર્યું છે પરંતુ જો પરિસ્થિતિ વધુ વણસે તો ફેફસામાં વાયુના યોગ્ય આદાનપ્રદાન માટે મશીન તૈયાર રાખવામાં આવ્યું છે. ડોક્ટરોના કહેવા મુજબ ભારદ્વાજની તબિયત હાલ ખુબ જ નાજુક છે.

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો 16 દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પરંતુ હાલત ગંભીર બનતા મુખ્યમંત્રી દ્વારા અમદાવાદથી ત્રણ ડોક્ટરને ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં રાજકોટ પહોંચ્યા હતા. અમદાવાદના ત્રણ ડોક્ટરની સાથે કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ રાજકોટમાં છે. 48 કલાકથી અભય ભારદ્વાજને વેન્ટિલેટર પર રખાયા છે. અભય ભારદ્વાજ છેલ્લા 16 દિવસથી કોરોનાની સારવાર સિવિલ હોસ્પિટલમાં લઇ રહ્યા છે.

અભય ભારદ્વાજ ને ચકાસવા આવેલ ડોકટર અતુલ પટેલ નું નિવેદન,અભય ભારદ્વાજ ના શરીર માં ઓક્સિજન નું પ્રમાણ ઓછું રહે છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે રહે છે,ફેફસા માં લોહીની નળી હોય તેમાં ગઠા થઇ જવાથી આ પરિસ્થિતિ છે.3 સપ્તાહ થી તેમની સારવાર ચાલે છે, સામાન્ય રીતે બે સપ્તાહમાં દર્દી રિકવર થઇ જતાં હોય છે.

ફેફસા માં રહેલ લોહીની નળી ખોલવાના તમામ પ્રયત્નો ડોકટર દ્વારા કરવામાં આવ્યા , ગઠા ઓગળવા માટેની ખાસ દવા અને ઇન્જેક્શન પણ આપવામાં આવી રહ્યા છે છેલ્લા 2 દિવસથી ઓક્સિજન વધારવા અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવા માટે એકમો મશીન મારફત સારવાર આપવાની તૈયારી કરવામાં આવી.

*અભય ભારદ્વાજની હાલની પરિસ્થિતિ અતિ જોખમી કહી શકાય : ડો. અતુલ પટેલ*

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ