144 ની કલમ વચ્ચે સુરત માં ભાજપ ની ભવ્ય રેલી ને લઈ ને સોસીયલ મીડિયા ગરમાયુ.

5096
Published on: 5:18 pm, Thu, 23 July 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

સોસીયલ મીડિયા એટલે દેશ ના ખૂણે ખૂણે સુધી પોતાની વાત પહોંચાડવાનું સ્થળ. લોકો સોસિયલ મીડિયા માં વધુ રસ ધરાવતા થયા છે. ગુજરાત ના ભાજપ ના પ્રદેશ પ્રમુખ બનતા જ સી.આર.પાટિલ નો સોસીયલ મીડિયા માં વિરોધ થઈ રહ્યો છે.

ભાજપ ના પ્રદેશ પ્રમુખ બનતા ની સાથે જ ભાજપ દ્વારા કોરોના મહામારી વચ્ચે કે ભવ્ય રેલી નું આયોજન કરાયું છે. શુ કાયદો ફક્ત આમ નાગરિક માટે જ છે ?? , ભવ્ય રેલી સાથે શક્તિ પ્રદર્શન ની તૈયારી પણ ચાલી રહી છે, ગુજરાત ના સુરત માં રોજ ના 300 આજુબાજુ કોરોના ના કેસો આવી રહ્યા છે એમ ભાજપ દ્વારા ભવ્ય રેલી નું આયોજન કરાયું છે એ પણ ક્લસ્ટર વિસ્તારમાં આ રેલી ફરશે તો શું સોસીયલ ડિસ્ટન્સ નું પાલન થશે ખરું ??

સોસીયલ મીડિયા માં વધુ એક વિવાદ સામે આવ્યો છે જે સી.આર.પાટીલ નો જ છે. વાત જાણે એમ છે કે સી.આર પાટીલ ભાજપ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ નિયમણુંક કરાતા જ સુરત માં સમાજ દ્વારા એક બોર્ડ બેનર તૈયાર કરી હતી રોડ ના ઓવર બ્રિજ પર લગાડતા જ વિવાદ ઉભો થયો છે.

સમસ્ત લેઉવા પાટીદાર સમાજ ના નામે સી.આર.પાટિલ ને શુભેચ્છા ઓ પાઠવતું બોર્ડ બેનર બન્યું ચર્ચા નો વિષય. પાટીદાર સમાજ દ્વારા નથી લાગડાયું પરંતુ સમાજ માં રહેલા ભાજપી કાર્યકરો દ્વારા લગાડવાની વાતો સોસીયલ મીડિયા માં ફરી રહી છે.

હાલ સોથી મોટી વાત તો એ છે કોરોના મહામારી વચ્ચે ભાજપ દ્વારા ભવ્ય રેલી જુ આયોજન કરાયું તે કેટલી યોગ્ય કહેવાય ?? . આમ જનતા તો માસ્ક વગર અને કાર માં 4 સવારી નીકળે તો 188 ની કલમ ની ધમકી ઓ આપવામાં આવે છે તો શું આવતી કાલે સુરત ની ભવ્ય રેલી માં આ નિયમ લાગુ નહિ પડે ??

આવતીકાલ ની રેલી ને લય ને આમઆદમી પાર્ટી દ્વારા પણ વિરોધ નોધાયો છે. 144 ની કલમ સુરત માં લાગુ હોવા છતાં આ રેલી નીકળશે . કોરોના સંક્રમણ વધુ ફેલાવવાની શકયતા છે જો રેલી માં પબ્લિક ભેગું થશે તો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ