રેમડેસિવિર ઈન્જેક્શન : મફત રેમડેસિવીરની જાહેરાત કરી પાટીલ ભરાયા, તપાસના આદેશ અપાયા, કમલમ ઓફીસ બહાર લાઇનો લાગી..

1095
  • રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે સી.આર. પાટીલની જાહેરાત
  • સુરતમાં ભાજપ રેમડેસિવિર ઇન્જેકશન મફત આપશે
  • જેને જરુર હોય તે ભાજપનો સંપર્ક કરી શકે
  • સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત 
  • મોટી સંખ્યામાં લોકો ભાજપ કાર્યાલય ખાતે ઇન્જેક્શન લેવા માટે ઊમટી પડ્યા
  • ભાજપ સરકારે પોતાના મળતિયાઓને કાળાં બજાર કરવાની છૂટ આપીઃ મનીષ દોશી

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે શુક્રવારે સુરત શહેરની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરત શહેર અને જિલ્લામાં કોરોના મહામારીથી પીડિત દર્દીઓ કે જેઓ સુરત શહેર અને જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે અને તેઓને કોરોના સામે રક્ષણ આપતાં રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂરિયાત છે. તેઓ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા 5000 ઇન્જેક્શનોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેનું વિતરણ આજે કરવામાં આવી રહ્યું છે.

લોકો પુરાવા સાથે ઈન્જેક્શન લેવા મથી રહ્યા છે.

આ તરફ રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછતના કારણે ઝાયડસ હોસ્પિટલે મહત્વનો નિર્ણય કર્યો છે. આવતીકાલથી ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન મળશે નહીં. ઝાયડ્સ હોસ્પિટલ પાસે પણ ઇન્જેક્શનનો સ્ટોક ન હોવાના કારણે મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય કરાયો છે. આ અંગે ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે. રેમડેસિવિર માટે ઝાયડ્સ હોસ્પિટલ બહાર રોજ લાંબી લાઈનો હોય છે.

કોંગ્રેસનો ઇન્જેક્શન મામલે વિરોધ 

સુરતમાં ભાજપ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન નો મામલો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે ભાજપ પર આક્ષેપ કર્યા છે કે, હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર પર ઇન્જેક્શન નથી મળતા અને ભાજપ પાસે ઇન્જેક્શન કેવી રીતે પહોચ્યાં? શું કમલમ્ ફાર્માસ્યુટીકલ કંપની છે? શું કમલમ્ રજીસ્ટર્ડ હોસ્પિટલ છે. ભાજપે રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો કેવી રીતે મેળવ્યો? સી.આર.પાટીલ માત્ર સુરત અને નવસારીની જ સેવા કેમ કરે છે. પાટીલ અન્ય જિલ્લાઓમાં કેમ વિતરણ ના કર્યું.

ભાજપ પાસે ઈન્જેક્શનો કેવી રીતે આવ્યાં એ તપાસનો વિષય

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર, પાટીલ દ્વારા ઉધના ભાજપ કાર્યાલય ખાતેથી 1000 જેટલાં ઈન્જેક્શનો દર્દીને આપવા માટેની જાહેરાત કરતાંની સાથે જ મોટી સંખ્યામાં લોકો ભાજપ કાર્યાલય ખાતે ઈન્જેક્શન લેવા માટે ઊમટી પડ્યા છે. લોકો પોતાના સંબંધી કે જે હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે તેમના માટે ઈન્જેક્શન લેવા માટે પહોંચી ગયા છે. જોકે સૌથી મહત્ત્વની વાત એ છે કે ભાજપ પાસે આ ઈન્જેક્શનો કેવી રીતે આવ્યાં છે. ઈન્જેક્શનનો આટલો મોટો જથ્થો ભારતીય જનતા પાર્ટીએ કોની પાસેથી મગાવ્યો છે અને કોણે ફાળવ્યાં છે એ તપાસનો વિષય બની જાય છે.

શું કહ્યુ CM રૂપાણીએ?

ઉધના ભાજપ કાર્યાલય બહાર લોકોની ઈન્જેક્શન માટે લાંબી લાઈન લાગી છે.

રેમડેસિવિર ઇન્જેક્શને લઇ વિવાદ શરૂ થઇ ગયો છે. C R પાટીલ સરકાર સાથે સંકલન વિના કામ કરી રહ્યાં હોવાનો ખુલાસો થયો છે. સુરતમાં ભાજપ દ્વારા રેમડેસિવિર વિતરણ મુદ્દે CM રૂપાણીએ કહ્યું કે સરકારે ભાજપને કોઈ જથ્થો નથી આપ્યો. ઈન્જેક્શનના જથ્થા મુદ્દે C R .પાટીલને પૂછવું જોઈએ. C R પાટીલે વ્યવસ્થા કેવી રીતે કરી એ તેમને ખબર છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317