ગુજરાત : ભાજપ તમામ ધારાસભ્યોને ટેબલેટ ફ્રીમાં આપશે : C.R પાટીલ , જાણો કેટલો થશે ખર્ચ..

1071
Published on: 1:41 pm, Wed, 16 June 21
  • ભાજપ તમામ ધારાસભ્યને ટેબ્લેટ ફ્રીમાં આપશે
  • ભાજપ રૂ.66 લાખના ખર્ચે ટેબ્લેટની ખરીદી કરશે
  • સરકારની કામગીરીના પ્રચાર પ્રસાર માટે ટેબ્લેટ અપાશે
  • ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જાહેરાત

ભાજપના ધારાસભ્યોની ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં વધુ એક નિર્ણય સામે આવ્યો છે. જેમાં ભાજપ તમામ ધારાસભ્યને ટેબલેટ ફ્રીમાં આપશે.આડકતરી રીતે તમામ ધારાસભ્યોને ડિજિટલાઈઝેશન તરફ પ્રેરવાનો તેમજ વર્તમાન સમયેમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાનો સંકેત ગણી શકાય. વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ સમય સાથે તાલ મિલાવી અને પ્રચાર પ્રસારમા કોઈ ક્ષેત્રે પાછળ રહેવા માંગતો એવું લાગી રહ્યું છે.જેના પગલે તમામ પ્રકારની તૈયારી અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે.

બેઠક વચ્ચે વધુ એક નિર્ણય સામે આવ્યો છે. જેમાં ભાજપ તમામ ધારાસભ્યને ટેબ્લેટ ફ્રીમાં આપશે. ભાજપ રૂ.66 લાખના ખર્ચે ટેબ્લેટની ખરીદી કરશે. સરકારની કામગીરીના પ્રચાર પ્રસાર માટે ટેબ્લેટ અપાશે. સિનિયર નેતાઓને પણ ભાજપ તરફથી મળશે ટેબલેટ. કોરોનાની કામગીરી, વાવાઝોડાની કામગીરી અંગે પણ પ્રચાર કરશે. ધારાસભ્યો સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરશે. ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જાહેરાત કરી છે.

આ ઉપરાંત ધારાસભ્યોની બેઠકને લઇ બીજા વધુ એક સમાચાર સામે આવ્યા છે. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ધારાસભ્યો સાથે  બેઠક કરશે. તમામ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરશે. આ નિર્ણય પણ ભાજપના ધારાસભ્યની બેઠકમાં લેવાયો છે. વિધાનસભા વિસ્તારના પ્રશ્નો અંગે ચર્ચા કરશે.ગ્રાઉન્ડ સ્તરે પક્ષને મજબૂત બનાવવા સૂચનો અપાશે.ભાજપના ધારસભ્યોની બેઠકમાં પાર્ટીની કામગીરી અંગે મહત્વના નિર્ણય કરાયા છે. તમામ ભાજપના ધારાસભ્યોએ પોતાની કામગીરીનો રિપોર્ટ પાર્ટીમાં રજૂ કરવો પડશે. દિવસ દરમિયાનની કામગીરીનો રિપોર્ટ આપવો પડશે. ધારાસભ્યોએ કોરોના કામગીરી કે વિકાસની કામગીરીનો રિપોર્ટ આપવો પડશે. અને આ રિપોર્ટ ફોટો અને વિડીયો સાથે કમલમ જમા કરાવવો પડશે.

Gujarat Congress chief, LoP resign as BJP set for big win in local body  polls - The Federal

ગાંધીનગર વિધાસભામાં ભાજપના ધારસભ્યોની બેઠકમાં પાર્ટીની કામગીરી અંગે મહત્વના નિર્ણય કરાયા છે. તમામ ભાજપના ધારાસભ્યોએ પોતાની કામગીરીનો રિપોર્ટ પાર્ટીમાં રજૂ કરવો પડશે. દિવસ દરમિયાનની કામગીરીનો રિપોર્ટ આપવો પડશે. ધારાસભ્યોએ કોરોના કામગીરી કે વિકાસની કામગીરીનો રિપોર્ટ આપવો પડશે. અને આ રિપોર્ટ ફોટો અને વિડીયો સાથે કમલમ જમા કરાવવો પડશે. મહત્વનું છે કે, 2022ની ચૂંટણીને લઈ ભાજપની કામગીરી શરૂ થઈ ચૂકી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317