ઇદ પહેલા ઇરાક ની બજારમાં બ્લાસ્ટ, 30ના મોત, 35 ઘાયલ, આ વર્ષે આ ત્રીજી વખત બજારમાં બ્લાસ્ટ…

650
Published on: 2:09 pm, Tue, 20 July 21
  • બ્લાસ્ટમાં કેટલીક દુકાનોની છત પણ ફાટી ગઈ
  • ઈદના કારણે બજારમાં ભારે ભીડ
  • આ વર્ષે આ ત્રીજી વખત બજારમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો
  • ઈદ પહેલા બજારમાં બ્લાસ્ટ, 30ના મોત, 35 ઘાયલ

ઈરાકમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની જવાબદારી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સમુહે લીધી છે. ઈરાકની રાજધાનીમાં મંગળવારે એક બોમ્બ બ્લાસ્ટ થયો છે. તેમાં 30 લોકોના મૃત્યુ થયા છે. એક ટેલિગ્રામ ગ્રુપ પર પોતાનો મેસેજ મોકલતા ISએ જણાવ્યું કે અબૂ હમજા અલ નામના હુમલાખોરે સોમવારે બગદાદના શહેરમાં ભીડની વચ્ચે જઈને વિસ્ફોટ કર્યો. જેમાં 30 લોકોન મૃત્યુ થયા અને 35 લોકો ઘાયલ થયા છે.

ઈદ પહેલા બજારમાં ખરીદી કરવા મોટા પ્રમાણમાં લોકો આવ્યા હતા.

ઈરાકની રાજધાની બગદાદમાં ઇદ પહેલા એક મોટો વિસ્ફોટ થયો છે. જેમાં  બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં 25 લોકો માર્યા ગયા . અને ઘણા  લોકો ઘાયલ થયા હતા. ઇરાકી સુરક્ષા અધિકારીઓએ આ  અંગે માહિતી આપી હતી . આઈએસએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. વિસ્ફોટ સદ્ર શહેરના ગીચ બજારમાં થયો હતો. લોકો બજારોમાં ખરીદીમાં વ્યસ્ત હતા ત્યારે  અચાનક બ્લાસ્ટ ઇદ-ઉલ-અઝહાના એક દિવસ પહેલા થયો .

ઈદના કારણે બજારમાં ભારે ભીડ
એક ફોટોગ્રાફરના જણાવ્યા મુજબ આ બ્લાસ્ટ બગદાદમાં તાજેતરના વર્ષોમાં થયેલા ભીષણ હુમલાઓમાંથી એક હતો. વિસ્ફોટ પછી પીડિતોના શરીરના હિસ્સા બજારમાં છુટાછવાયેલા પડ્યા હતા. ઈદના કારણે બજારમાં ભારે ભીડ હતી. ઈરાકના રાષ્ટ્રપતિ બરહમ સાલિહએ ગીચ વસ્તી ધરાવતા શિયા ઉપનગરમાં થયેલા બ્લાસ્ટને ગંભીર ગુનો ગણાવ્યો હતો અને પોતાની સંવેદના વ્યક્ત કરી. મેડિકલ સૂત્રોના જણાવ્યા મુજબ, મૃત્યુ પામનારાઓમાં આઠ મહિલાઓ અને સાત બાળકો સામેલ છે.

વિસ્ફોટ પછી સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલા વીડિયો ફુટેજમાં લોહીથી લથપથ પીડિત અને લોકો ડરીને બૂમો પાડતા દેખાઈ રહ્યાં છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે કેટલીક દુકાનોની છત પણ ફાટી ગઈ. એએફપીના પત્રકારોએ કહ્યું કે પાણીની બોટલોથી ભરેલુ રેફ્રિજરેટર લોહથી લથપથ હતુ અને ફળની સાથે ચંપલ જમીન પર વેરવિખેર પડ્યા હતા.

વડા પ્રધાન મુસ્તફા અલ-કાધીમીએ બજારના વિસ્તાર માટે જવાબદાર ફેડરલ પોલીસ રેજિમેન્ટના કમાન્ડરની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે . પોલીસ સૂત્રએ જણાવ્યું હતું કે 60 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા કેટલાકની હાલત ગંભીર હોવાના કારણે મોતનો આંક વધી શકે છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ હતા અને આ બ્લાસ્ટમાં કેટલીક દુકાનો પણ  ધરાશાયી  હતી.

બ્લાસ્ટ પછી ઈરાકની સિક્યોરિટી ફોર્સે ઘટના સ્થળની તપાસ કરી હતી.

આ વર્ષે આ ત્રીજી વખત બજારમાં બ્લાસ્ટ થયો છે. ઈસ્લામિક સ્ટેટ આ પહેલા પણ બગદાદમાં ઘણા બ્લાસ્ટ કરી ચુક્યું છે. આ પહેલા જાન્યુઆરીમાં ઈસ્લામિક સ્ટેટ સમુહે એક આત્મધાતી બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી. તેમાં 32 લોકોના મૃત્યુ થયા હતા. તે પણ બગદાદના બજારમાં થયો હતો.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317