સુરત રક્તદાન કેમ્પ
કોરોના મહામારી બાદ લોકોમાં રક્તદાન તથા અંગદાનને લઈ જાગૃતિ ફેલાઈ રહી છે. સુરત શહેર દાનવીર કર્ણનાં નામે પ્રખ્યાત છે. આ શહેરમાં અનેક સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી છે.
શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી ચેરિટી તેમજ અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષમીનારયણદેવ યુવકમંડળ – સુરત ના સહયોગથી અકસ્માત તેમજ બિમારીમા ભોગ બનેલા દર્દીઓને મદદરૂપ થવા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય દક્ષિણ વિભાગસ્ય શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીપતિ પ.પૂ.સનાતન ધમૅ ધુરંધર શ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાજી મહારાજશ્રી ના આશીર્વાદ સહ આજ્ઞાથી આગામી તારીખ 31 જાન્યુઆરી 2021ને રવિવારના સવારે 9-00 કલાકે “” મહારક્તદાન કેમ્પ “” નું આયોજન કરવામાં આવ્યું છે.
આ રક્તદાન કેમ્પનું દીપપ્રાગટ્ય ભાવિઆચાર્ય પ.પૂ.૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ની પ્રેરણા સહ આજ્ઞાથી સ્વામી શ્રી કૈવલ્યસ્વરૂપદાસજી, સુરત કાપોદ્રા પોલીસ સ્ટેશન પી. આઈ શ્રી એમ. કે. ગુર્જર સાહેબ ના શુભ હસ્તે કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગને દીપાવવા સરથાણા પોલીસ સ્ટેશન પી. આઈ શ્રી ગૌરાંગ પટેલ તથા કોર્પોરેટર શ્રી અશોકભાઈ જીરાવાળા ઉપસ્થિત રહ્યા હતા.
આ દિવ્ય પ્રસંગ માં Svg Charity-Surat તેમજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવકમંડળના યુવાનોએ પોતાના રક્તનુ યોગ્ય દાન આપીને ૧ હજાર યુનિટ જેટલું મહા રક્તદાન કરાવવામાં આવ્યું હતું
સ્વામિનારાયણ વડતાલ ગાદી ચેરિટી તથા અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષમીનારયણદેવ યુવકમંડળ – સુરત ના સહયોગથી અકસ્માત તથા બિમારીમા ભોગ બનેલ દર્દીઓને મદદરૂપ થવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીપતિ અજેન્દ્રપ્રસાજી મહારાજના આશીર્વાદ સહ આજ્ઞાથી મહારક્તદાન કેમ્પનું આયોજન થયું હતું.
દીપપ્રાગટ્ય કાપોદ્રા પોલીસ સ્ટેશન PI હસ્તે કરાવવામાં આવ્યું :
રક્તદાન કેમ્પનું દીપપ્રાગટ્ય ભાવિઆચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજની પ્રેરણા સહ આજ્ઞાથી સ્વામી કૈવલ્યસ્વરૂપદાસજી, સુરત કાપોદ્રા પોલીસ સ્ટેશનનાં PI એમ. કે. ગુર્જરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને દીપાવવા સરથાણા પોલીસ સ્ટેશનનાં PI ગૌરાંગ પટેલ અને કોર્પોરેટર અશોકભાઈ જીરાવાળા હાજર રહ્યા હતા.
1,000 યુનિટ રક્ત એકત્ર કરાયું :
આ પ્રસંગ પર એસવીજી ચેરિટી-સુરત તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવકમંડળના યુવાનો દ્વારા પોતાના રક્તનું યોગ્ય દાન આપીને 1,000 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જો કે, એસવીજી ચેરિટી તથા શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવકમંડળ કોઇપણ કુદરતી મહામારીઓ સર્જાઈ છે ત્યારે પોતાનું જરૂરી યોગદાન આપીને સમાજ તથા સરકારને સહકાર આપે છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ