BMCના જોઈન્ટ મ્યુનિસિપલ કમિશનરે પાણીના બદલે ભૂલમાં પી લીધું સેનેટાઈઝર, અને પછી જુઓ શું થયું..વીડિયો સામે આવ્યો..

650
Published on: 2:52 pm, Thu, 4 February 21
મુંબઈ મહાનગરપાલિકા
  • મુંબઈ મ્યુ. કોર્પની મિટિંગમાં બની ઘટના 
  • ડેપ્યુટી મ્યુ. કમિશ્નરે પી લીધું સેનિટાઇઝર 
  • પાણી સમજીને સેનિટાઇઝર પી લેતા થૂંકી દીધું

મુંબઈ મહાનગરપાલિકાના જોઈન્ટ મ્યુનિસિપલ કમિશનર રમેશ પવાર બુધવારે એજ્યુકેશન બજેટ રજૂ કરી રહ્યા હતા ત્યારે આવી ભૂલ થઈ હતી. જોઇન્ટ મ્યુનિસિપલ કમિશનર રમેશ પવાર આજે સિવિક બૉડીનું એજ્યુકેશન બજેટ રજૂ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને તરસ લાગતા પાસે પડેલી બોટલ ઉઠાવી અને પાણી સમજી પી ગયા હતા. જો કે, ક્ષણવારમાં જ તેમને સ્ફુરણા થઈ કે જેને તેઓ પાણી સમજી પી રહ્યા છે તે સેનેટાઈઝર છે.મહત્વનું છે કે આ દરમિયાન પાછળ ઉભેલા લોકોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાં સુધી રમેશ પવાર સેનેટાઈઝરના ઘૂંટડા પી ગયા હતા. આ પછી તેઓ ત્યાંથી ઊભા થઇને બહાર ગયા અને થોડીવાર પછી મોં ધોઈને પાછા આવ્યા હતા. મળતી માહિતી મુજબ રમેશ પવાર અત્યારે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. આ આખી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો.

આવી ભૂલ કેમ થઈ?
ઘટના સ્થળે હાજર લોકોએ કહ્યું હતું કે બેઠક દરમિયાન ટેબલ ઉપર બે બોટલ રાખી હતી. એક સેનિટાઈઝરની અને બીજી પાણીની. બન્ને બોટલ એક જેવી જ હતી. કમિશનર રમેશ પવારે ભૂલમાં પાણીને બદલે સેનિટાઈઝરની બોટલ ઉઠાવી લીધી હતી અને પી પણ લીધી. આ ઘટના પછી બેઠક થોડો સમય અટકી ગઈ હતી.

થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્રમાં 12 બાળકોને પોલિયો ડ્રોપની જગ્યાએ સેનિટાઇઝરના ડ્રોપ પિવડાવાયા હતા
ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના કાપસીકોપરી ગામમાં 12 બાળકોને પોલિયો ડ્રોપની જગ્યાએ સેનિટાઇઝરના ડ્રોપ પિવડાવવામાં આવ્યા હતા. બાળકોને ઊલટી અને બેચેનીની ફરિયાદ પછી તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ તેમની સ્થિતિ સ્થિર છે. ડોક્ટરની ટીમ તેમની દેખરેખ કરી રહી છે.

ઘટના પછી રમેશ પવારે એએનઆઈને જણાવ્યું હતું કે મેં વિચાર કર્યો કે હું મારું બજેટ ભાષણ શરૂ કરતા પહેલા પાણી પી લઉ, તેથી મેં બોટલ ઉઠાવી હતી અને પીધી હતી. ત્યાં પાણી અને સેનિટાઇઝર બંનેની બોટલો રાખવામાં આવેલી હતી, જે દેખાવમાં એક જેવી જ હતી. જેવી મેં પીવાનો પ્રયત્ન કર્યો તો મને મારી ભૂલ સમજાઈ હતી અને મે તેને ગળેથી ઉતાર્યું ન હતું.

પછી જ્યારે ભૂલની ખબર પડે ત્યારે તે તરત જ સેનિટાઇઝરને થૂંકી નાખે છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ