મોટા સમાચાર : ધો-10 અને 12ની પરીક્ષા સ્થગિત, અન્ય ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન..

576
Published on: 5:34 pm, Thu, 15 April 21
  • ગુજરાતમાં કોરોના કેસ વધતાં મોટો નિર્ણય 
  • ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સ્થગિત
  • ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન 
  • ધોરણ 1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન 
  • 15મી મેના રોજ કોરોના સંક્રમણની સ્થિતિની પુનઃસમીક્ષા કરી પરીક્ષાની નવી તારીખો જાહેર કરાશે
  • ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે સતત માંગ કરવામાં આવી રહી હતી કે બોર્ડની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ કરવી જોઈએ ત્યારે કેન્દ્ર સરાર દ્વારા CBSE પર નિર્ણય લેવાઈ ગયા બાદ રૂપાણી સરકાર દ્વારા ગુજરાતની બોર્ડની પરીક્ષાઓને હાલ પૂરતી સ્થગિત કરી છે. નોંધનીય છે કે 10મે થી 25મે સુધી યોજાવાની પરીક્ષા હતી.

પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar

રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા ઓ જે આગામી 10મી મેથી 25મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

બોર્ડની પરીક્ષા સ્થગિત 

ગુજરાતના બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા અત્યારે સ્થગિત કરવામાં આવી છે અને 15 મે બાદ કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી નિર્ણય લેવામાં આવશે. નવી તારીખોની જાહેરાત થાય તે પહેલા વિદ્યાર્થીઓને 15 દિવસનો સમય આપવામાં આવશે.

CM Vijay Rupani kicks off Gunotsav, announces smart classrooms in all govt  schools in 5 years

ધો.-1 થી 9 અને ધો.-11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મેના રોજ કોરોના સંક્રમણની સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે એમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે, એમ પણ નક્કી કરવામાં આવ્યું છે તેમજ રાજ્યમાં ધોરણ-1થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.

આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ 1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.

Vijay Rupani on Twitter: "launched the 8th edition of #Gunotsav from a  primary school of Govindi, Panchmahal… "

CBSEએ 10ની પરીક્ષા રદ કરી અને 12ની મોકૂફ રાખી છે

કોરોના કેસ વધતાં CBSE બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત બોર્ડની પરીક્ષા પણ મે મહિનામાં શરૂ થઈ રહી છે, પરંતુ હજુ સુધી ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોરોનાના કેસ વધતાં પરીક્ષા અંગે હજુ કોઈ નિર્ણય ન લેવાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતાતુર બન્યા છે, જેથી હવે વાલીઓએ જ પરીક્ષા રદ કરવા અથવા તો મોકૂફ રાખવા માગણી કરી છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317