વેક્સિનેશન બાદ ચુંબકની માફક કામ કરી રહ્યું છે શરીર, તબીબો પણ ચોંકી ઉઠ્યા, અલગ અલગ જગ્યા ના બનાવો આવ્યા સામે..

1465
Published on: 2:36 pm, Sun, 13 June 21
સિક્કા અને સ્ટીલના વાસણો ચોંટી જાય છે,
શરીર પર ચોંટવા લાગ્યા સિક્કા, મોબાઇલ, વાસણો, તબીબો પણ ચોંકી ઉઠ્યા

છત્તીસગઢમાં રાજનાંદ ગામની એક મહિલા કાઉન્સિલરે દાવો કર્યો છે કે વેક્સિનેશન બાદ તેના શરીરમાં ચુંબકીય શક્તિ આવી ગઈ છે. હવે તેનું શરીર ચુંબકની માફક કામ કરી રહ્યું છે. તેને લીધે સિક્કા, લોખંડ અને સ્ટીલના વાસણો શરીર સાથે ચોટી રહ્યા છે. સ્થિતિ એવી છે કે હાથ હલાવવા છતા તે ચિપકેલા રહે છે. આવી જ એક ઘટના શુક્રવારે મહારાષ્ટ્રના નાસિકમાંથી પણ સામે આવી હતી. ત્યારબાદ રાજસ્થાનના સીકરમાં પણ એક દંપતીએ આ પ્રકારનો દાવો કર્યો છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં એક આશ્ચર્યજનક સત્ય ઘટના સામે આવી છે. અહીંયા પાલનપુર શહેરમાં રહેતા એક વ્યક્તિના શરીરમાં અચાનક જ લોખંડ અને સ્ટિલની ચીજો ચુંબકમાં ચીપકે એવી રીતે ચોંટવા લાગી છે. શરીરમાં આવેલા આ અચાનક પરિવર્તનથી તેમનો આખો પરિવાર ચિંતામં આવી ગયો છે. જોકે, આ સત્યઘટના જાણીને તેમના પરિવારની સાથે સાથે તબીબો પણ ચોંકી ગયા છે. પાલનપુર ખાતે રહેતા એક 63 વર્ષીય વ્યક્તિ અચાનક મેગ્નેટ મેન બની ગયા છે એટલે કે તેમના છાતીનો ભાગ લોખંડ, કે સ્ટીલ જેવી વસ્તુઓ ચોંટી જાય છે આ સ્થિતિ જોઇને તેમના પરિવાર સહિત આજુબાજુના લોકો પણ અચરજ પામી રહ્યા છે.

છત્તીસગઢમાં મહિલા કાઉન્સિલરનો દાવો

હકીકતમાં રાજનાંદ ગામમાં સુનીતા ફડણવીસ વોર્ડ નંબર 23ના કાઉન્સિલર છે. તે કોરોનાથી બચવા માટે વેક્સિનના બે ડોઝ લગાવી ચુક્યા છે. તેમને બીજો ડોઝ-2 મેના રોજ લગાવડાવ્યો હતો. તેમણે જણાવ્યું કે સવારે નાસિક અંગેના સમાચાર વાંચ્યા હતા. તે જોઈને લાગ્યું કે પોતાની જાત પર પણ આ પ્રકારે ટ્રાઈ કરવામાં આવે. ત્યારબાદ જાણવા મળ્યું કે ડાબો હાથ મેગ્નેટની માફક કામ કરી રહ્યો છે. પહેલા સિક્કા ચોંટાડીને જોયું. તે ચોટી ગયા તો વાસણ પણ હાથ સાથે ચોંટવા લાગ્યા.

કલેક્ટરે કહ્યું- વેક્સિન સુરક્ષિત, અફવાથી દૂર રહો
​​​​​​​
બીજી બાજુ કલેક્ટર તારન પ્રકાશ સિંહના આદેશથી CMHO ડો.મિથલેશ ચૌધરીએ તપાસ માટે એક ટીમ મોકલી છે. CMHO ડો.ચૌધરીએ જણાવ્યું હતું કે વેક્સિનને લીધે આમ થયું નથી. પરસેવા અથવા અન્ય કોઈ કારણથી આવું બની શક છે, જે એક સામાન્ય પ્રક્રિયા છે. વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને વેક્સિ લગાવવાથી આમ થતું નથી. તેમણે આ વાતને નકારી હતી. કલેક્ટર સિંહાએ અપીલ કરી છે કે વેક્સિન સંબંધિત અફવા કે ભ્રમ ન ફેલાવવામાં આવે.​​​​​​

પાલનપુરના 'મેગ્નેટ મેન'

નવીનભાઈ નું કહેવું છે કે સીટી સ્કેન કરવા માટે તેઓ તૈયારી દર્શાવી હતી. પરંતુ તેમના શરીરમાં વધેલા મેગ્નેટ પાવર ના કારણે તેમનું શરીર મશીન માં ચોંટી જાય તો મુશ્કેલી સર્જાય. આ જ કારણથી તેનું સીટી સ્કેન પણ થયું નથી. તેમનું કહેવું છે કે તેમનું ભલે મેગ્નેટ પાવર વધે છે પરંતુ તેના થકી તેમને કોઈ પણ પ્રકારની તકલીફ નથી.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317