બોલિવૂડ : રણબીર કપૂર પછી સંજય લીલા ભણસાલી પણ કોરોના પોઝિટિવ, આલિયા ભટ્ટ ક્વૉરન્ટીન થઈ..

525
Published on: 6:03 pm, Tue, 9 March 21
  • સંજય લીલા ભણસાલીની માતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો
  • નીતુ સિંહે સોશિયલ મીડિયા પર રણબીર કોરોના પોઝિટિવ હોવાની વાત કહી

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર કોરોના પોઝિટિવ થઈ ગયો છે. આ વાતની જાણકારી તેની માતા નીતૂ કપૂર એ ઇન્સ્ટાગ્રામ પર આપી છે. મૂળે, સતત એવા અહેવાલો વી રહ્યા હતા કે માતા નીતૂ બાદ રણબીર પણ કોરોના વાયરસ થી સંક્રમિત થઈ ગયો છે. જોકે એ વાતની પુષ્ટિ નહોતી થઈ હતી, પરંતુ હવે નીતૂ કપૂરે આ અહેવાલની પુષ્ટિ કરી દીધી છે. નીતૂએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે રણબીરને કોરોના થઈ ગયો છે અને તે હાલ દવાઓ લઈ રહ્યો છે.

નીતૂ કપૂરે પોતાની પોસ્ટમાં લખ્યું કે, આપ સૌની દુઆઓ અને ચિંતા કરવા માટે આભાર. રણબીર કોરોના પોઝિટિવ થઈ ગયો છે. તે હાલ મેડિકેશન પર છે અને સાજો થઈ રહ્યો છે. તે ઘરે જ ક્વૉરન્ટીન થઈ ગયો છે અને તમામ તકદારીઓ રાખવામાં આવી રહી છે.

રણબીરને કોરોના થયો હોવાની પુષ્ટિ થયા બાદ પ્રશંસકોની ચિંતા આલિયા ભટ્ટ અને અયાન મુખર્જી માટે વધી ગઈ છે. કારણ કે હાલમાં જ આલિયા-અયાન બંનેને બ્રહ્માસ્ત્રના સેટ પર રણબીરની સાથે જોવા મળ્યા હતા, જ્યાં તેઓએ દેવી કાલીના આશીષ પણ લીધા હતા.

હાલ તમે જાણતા હશો કે, સંજય લીલા ભણસાલી આ દિવસોમાં ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા. તાજેતરમાં, અભિનેતા અજય દેવગન એક ભૂમિકા ભજવવા માટે ફિલ્મમાં જોડાયા હતા. 30 જુલાઈએ ફિલ્મના થિયેટર રિલીઝની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ હવે ફિલ્મના ડાયરેક્ટર સંજય કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું છે. ફિલ્મની રિલીઝ ડેટ પર શું અસર પડશે તે જોવાનું બાકી છે.

Alia Bhatt is a gorgeous bride as Ranbir Kapoor ages in new ads, Twitter  cannot stop laughing. Watch videos | Entertainment News,The Indian Express

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ ડિરેક્ટર આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ચાલુ છે અને શૂટ દરમિયાન જ સંજય લીલા ભણસાલી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. રણબીર કપૂર પછી સંજય લીલા ભણસાલીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આલિયા ભટ્ટ ક્વૉરન્ટીન થઈ છે.

ભણસાલીની માતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો.

ભણસાલીની અપકમિંગ ફિલ્મ વિવાદોથી ભરપૂર

ભણસાલીની આલિયા ભટ્ટ સ્ટારર નવી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની જાહેરાત થઈ છે ત્યારથી વિવાદોના પણ ફણગા ફૂટ્યા કરે છે. મહારાષ્ટ્રના કોંગ્રેસી ધારાસભ્ય અમીન પટેલે માગ કરી છે કે આ ફિલ્મનું નામ બદલી નાખવું જોઈએ, કેમ કે એનાથી ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારનું નામ બદનામ થાય છે.

આ બાજુ રણબીર કપૂરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તે હોમ ક્વૉરન્ટીન છે અને તેની સારવાર ચાલુ છે; તેની માતા નીતુ સિંહે એ કન્ફર્મ કર્યું છે અને સોશિયલ મીડિયામાં એની જાણકારી આપી છે.

નીતુએ લખ્યું છે કે ‘તમારી ચિંતા અને પ્રાર્થના માટે આભાર. રણબીર કોરોના પોઝિટિવ છે, હાલ તેની સારવાર ચાલુ છે. તે હોમ ક્વૉરન્ટીન છે અને દરેક બાબતનું ધ્યાન રાખી રહ્યો છે.’

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317