રણધિર કપૂર-રિશી કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું 58 વર્ષની ઉંમરમાં અવસાન, રામ તેરી ગંગા મેલી’ ફિલ્મથી મળી હતી ઓળખ..

599
Published on: 4:35 pm, Tue, 9 February 21
બોલિવૂડ અભિનેતા રાજીવ કપૂરનું નિધન
  • બોલિવૂડ અભિનેતા રાજીવ કપૂરનું નિધન 
  • રામ તેરી ગંગા મૈલીથી મળી હતી ઓળખ
  • રિશી કપૂર બાદ થયુ રાજીવનું અવસાન 

દિવંગત અભિેનેતા ઋષિ કપૂર અને રણધીર કપૂર ના નાના ભાઈ દિગ્ગજ અભિનેતા રાજીવ કપૂર નું હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું છે. તેઓ 58 વર્ષના હતા. તેઓએ ચેમ્બૂરમાં ઇલેક્સ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રણધીર કપૂર પોતાના ભાઈને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા, પરંતુ સારવાર શરૂ થતાં પહેલા જ રાજીવ કપૂરનું નિધન થઈ ગયું.

મળતી માહિતી મુજબ, હૃદયરોગનો હુમલો થતાં રણધીર કપૂર નાના ભાઈ રાજીવ કપૂરને લઈ હૉસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. રણધીર કપૂરે પણ નાના ભાઈના નિધનની પુષ્ટિ કરી છે. તેઓએ કહ્યું કે, મેં મારા સૌથી નાના ભાઈ રાજીવને ગુમાવ્યો છે. તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. ડૉક્ટરોએ તમામ પ્રયાસ કર્યા પરંતુ તેમને બચાવી ન શકાયા.

7 મહિના પહેલા થયું હતું ઋષિ કપૂરનું નિધન

રાજીવ કપૂરના વચલા ભાઈ ઋષિ કપૂરનું નિધન 7 મહિના પહેલા થયું હતું. બે વર્ષ સુધી કેન્સર સામે લડ્યા બાદ 30 એપ્રિલ, 2020ના રોજ 67 વર્ષની ઉંમરે ઋષિ કપૂરે મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

બોલિવૂડ એક્ટર તથા રણધીર-રિશી કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું આજે એટલે કે નવ ફેબ્રુઆરીના રોજ નિધન થયું છે. નીતુ સિંહે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી. સૂત્રોના મતે, રાજીવ કપૂરને હાર્ટ અટેક આવ્યો હતો અને પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં રાજીવે અંતિમ શ્વાસ લીધા હતા.

છેલ્લે રાજીવ કપૂર ક્રિસમસ લંચ પર ભાઈ રણધીર સાથે જોવા મળ્યા હતા

રાજીવ કપૂરનો જન્મ 25 ઓગસ્ટ, 1962માં મુંબઈમાં થયો હતો. રાજીવ, રાજ કપૂરના સૌથી નાના પુત્ર છે. રણધીર-રીશી કપૂરના મોટા ભાઇ છે. બોલિવૂડની સૌથી સક્સેસફુલ ફેમિલીમાંથી હોવા છતાં રાજીવ ફિલ્મ્સમાં વધુ સફળ થયા નહોતા.

રાજીવે લગભગ 14 જેટલી ફિલ્મ્સમાં એક્ટર તરીકે કામ કર્યું હતું, જેમાંથી એકાદ-બે જ ફિલ્મ સફળ રહી હતી. તેમની હિટ ફિલ્મ્સમાં 1985માં રિલીઝ થયેલી ‘રામ તેરી ગંગા મેલી’ હતી. એક્ટિંગ ઉપરાંત રાજીવ ડિરેક્શન અને પ્રોડક્શન ક્ષેત્રે પણ હાથ અજમાવી ચૂક્યાં હતાં.

Bollywood Actor Rajiv Kapoor નું નિધન, 'રામ તેરી ગંગા મેલી' ફિલ્મથી મળી હતી ઓળખ

દિગ્ગજ બોલીવુડ સિંગર લતા મંગેશકરે ટ્વિટર પર ટ્વીટ કરી રાજીવ કપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. લતા મંગેશકરે તેમના ટ્વીટમાં લખ્યું- મને અત્યારે જાણવા મળ્યું કે, રાજ કપૂર સાહેરના નાના પુત્ર, ગુણી અભિનેતા રાજીવ કપૂરનું આજે નિધન થયું છે. સાંભળીને દુ:ખ થયું. ઇશ્વર તેમની આત્માને શાંતિ આપે તેવી મારી પ્રાર્થના છે. લતાના ટ્વીટ પર તમામ ફેન્સે પણ રાજીવ કપૂરની આત્માને શાંતિની પ્રાર્થના કરી છે.

રાજીવ કપૂરને ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ માં પોતાના અભિનય માટે જાણીતા છે. આ સિવાય તે ફિલ્મ ‘એક જાન હૈ હમ’ માં પણ જોવા મળ્યા હતા. તેમણે ફિલ્મ ‘પ્રેમ ગ્રંથ’ નિર્દેશિત કરી હતી. આ ફિલ્મમાં તેમના ભાઈ ઋષિ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. આ સિવાય રાજીવ કપૂરે 1984 માં આવેલી ફિલ્મ આસમાન, લવર અને હમ તો ચલે પરદેસમાં પણ કામ કર્યું હતું. છેલ્લી વખત 1990 માં તે ફિલ્મમાં દેખાયા હતા. તે પછી તેમણે નિર્માતા અને દિગ્દર્શક તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317